HomeSpotlightIndian Premier League Indian Premier League

ચેલેન્જર્સ સામે રાજસ્થાન રોયલનો આસાન વિજય

ઓપનર ગ્રીમ સ્મિથ અને શેન વોટસને ત્રીજી વિકેટે નોંધાવેલી સદીની મદદથી રાજસ્થાન રોયલ ટીમે આઇપીએલના ૧૨મા મુકાબલામાં બેંગલોર રોયલ ચેલેન્જર્સ ટીમ સામે સાત વિકેટે આસાન વિજય મેળવ્યો હતો.

r royalબેંગલોરની ટીમે આપેલા ૧૩૫ના લક્ષ્યાંક સામે રાજસ્થાન ટીમે ૧૭.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૮ રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર રાજસ્થાનની ટીમનો વોટસન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. સ્મિથ અને વોટસને ત્રીજી વિકેટે ૧૦૪ રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો.

વોટસને ૪૧ બોલમાં આઠ બાઉન્ડ્રી અને બે સિકસર સાથે અણનમ ૬૧ રન બનાવ્યા હતા. તેણે પ્રવીણકુમારે નાખેલી ઇનિંગ્સની ૧૪મી ઓવરમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિકસર વડે ૨૬ રન ફટકાર્યા હતા.