
Spotlight
Indian Premier League Indian Premier League કામચલાઉ સુકાની હરભજનસિંઘના નવા વિવાદ
અને સચિન તેંડુલકર રમી શકશે કે નહીં તેની અટકળો વરચે ટુર્નામેન્ટમાં વિજયથી વંચિત રહેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો આઈપીએલમાં રવિવારે હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમ સામે મુકાબલો થશે અને બીસીસીઆઇની આ ટ્વેન્ટી૨૦ સ્પર્ધામાં જીવંત રહેવા માટે મુંબઇની ટીમે કોઇ પણ ભોગે વિજય મેળવવો જ પડશે.
સચિનની ગેરહાજરીમાં મુંબઇની ટીમ તેની ત્રણેય મેચ હારી ચૂકયું છે. આ ઉપરાંત શુક્રવારે પંજાબ સામેની મેચ પૂરી થયા બાદ હરભજને ઝડપી બોલર શ્રીસંતને લાફો મારીને ઉત્પન્ન કરેલા વિવાદના કારણે મુંબઇની ટીમની હતાશામાં ઉમેરો થયો છે. બીસીસીઆઇએ ઓફ સ્પિનર હરભજનને નોટિસ ફટકારીને તેની સામે શા માટે પગલાં ભરી ના શકાય તેના માટે ખુલાસો માગ્યો છે.
મુંબઇની ટીમની ઘણી ચિંતાઓ છે. શ્રીલંકન ઓપનર જયસૂર્યાના નેતૃત્વ હેઠળની બેટિંગ લાઇનઅપ હજુ સુધી તેના પૂરા ફોર્મમાં બેટિંગ કરી શકી નથી અને આ કારણથી મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં તળિયાના સ્થાને છે.
કંઇક અંશે શૌન પોલોકને બાદ કરતાં મુંબઇના અન્ય બોલર્સ પણ પ્રભાવશાળી દેખાવ કરી શકયા નથી. હરભજનનું નેતૃત્વ પણ બીજી તરફ ભારરૂપ લાગી રહ્યું છે. ડેક્કન ચાર્જર્સ પણ હજુ સુધી એક પણ વિજય મેળવી શકી નથી ત્યારે બંને ટીમો એકબીજાને હંફાવીને સ્પર્ધામાં વિજયનું ખાતું ખોલાવવા માટે આતુર છે.