HomeSpotlightIndian Premier League Indian Premier League

મેદાન પર હરભજને શ્રીસંતને લાફો માર્યો

રમતના મેદાન પર પ્રતિસ્પર્ધિઓ શબ્દ દ્વારા એકબીજા SRISANTપર આક્રમણ કરતા હોય તે સામાન્ય બાબત છે અને ઓસ્ટ્રેલિયાની સીરિઝ દરમિયાન તેનો વિવાદ પણ થયો હતો, પરંતુ આજે મોહાલી ખાતે યોજાયેલી આઈપીએલની ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટ દરમિયાન હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દેતાં સનસનાટી મચી ગઈ હતી. મેદાન પર જ શ્રીસંત પોક મૂકીને રડી પડયો હતો.

ઘટનાના ધેરા પડઘાં પડતાં બીસીસીઆઈએ આ ઘટનાની તપાસ કરવાની જાહેરાત કરી હતી. હરભજનની ટીમ હારી ગયા પછી વિજેતા ટીમના શ્રીસંત સાથે તેને બોલાચાલી થઈ હતી. જેના પરિણામે ભજજીએ શ્રીસંતને તમાચો મારી દીધો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ ટીમને સતત ત્રીજો પરાજય મળ્યો હતો અને પંજાબ કિંગ્સ ઇલેવનના ખેલાડીઓ રમતના અંતે મેદાનમાં ખુશાલી મનાવતા જૉવા મળ્યા હતા પરંતુ વિજેતા ટીમનો બોલર શ્રીસંત ચોધાર આંસુએ રોઇ રહ્યો હતો.

તત્કાળ કોઇ જાણી શકયું ન હતું કે શ્રીસંત શા માટે આંસુ વહાવી રહ્યો છે. પરંતુ ત્યારબાદ પંજાબ કિંગ્સ ઇલેવનના કપ્તાન યુવરાજે આઇપીએલ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન હરભજનસિંધે શ્રીસંતને મેદાનમાં તમાચો મારી દીધો હતો મામલો બિચકતા કહેવાય છે કે હરભજને રાત્રે ડ્રેસિંગ રૂમમાં જઇને શ્રીસંતની માફી માગી લીધી હતી.

પરંતુ મેદાન પર મારામારીની આ ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડવાના અણસાર છે. આઇપીએલ કમિશનર લલિત મોદીએ આવી ઘટના ન બનવી જૉઇએ એમ કહેતા ઘટનાની તપાસ થશે એમ જણાવ્યું હતું. બીસીસીઆઇના રાજીવ શુકલે મામલો ખુબ જ ગંભીર હોવાનું જણાવ્યું હતું.