HomeSpotlightIndian Premier League Indian Premier League

મુંબઈએ પરાજયની હેટિ્રક નોંધાવી

આઈપીએલની ટ્વેન્ટી૨૦ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ફેવરિટ mumbaiમનાતી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો શુક્રવારે સતત ત્રીજૉ પરાજય થયો હતો. પંજાબની ટીમે આ મેચ ૬૬ રનથી જીતી લીધી હતી જેમાં સંગાકરાના ૯૪ રન મુખ્ય હતા.

પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંંજાબે ૨૦ ઓવરમાં ૧૮૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમે ૯ વિકેટે ૧૧૬ કર્યા હતા. પીયૂષ ચાવલાએ માત્ર ૧૬ રન આપીને બે વિકેટ ખેરવી હતી.

અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હરભજનસિંધે ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઇનિંગ્સના છેલ્લા બોલે પંજાબનો અંતિમ ખેલાડી વીઆરવી સિંઘ રનઆઉટ થયો હતો.

પંજાબની ઇનિંગ્સમાં શ્રીલંકન બેટ્સમેન કુમાર સંગાકરા છવાયેલો રહ્યો હતો. તેણે ૫૬ બોલમાં ૧૩ બાઉન્ડ્રી અને એક સિકસર સાથે ૯૪ રન ફટકાર્યા હતા. તેણે ૨૩ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

ઓપનર ઇરફાન પઠાણ સસ્તામાં આઉટ થઇ ગયા બાદ સંગાકરાએ ટીમની જવાબદારી સંભાળી લીધી હતી અને એક છેડો સાચવી રાખીને આક્રમક બેટિંગ કરી હતી. અન્ય કોઇ બેટ્સમેન વિકેટ પર ટકી શકતો ન હતો.

ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીએ ઇનિંગ્સના અંત ભાગમાં બે બાઉન્ડ્રી અને એક સિકસર સાથે આઠ બોલમાં ૧૬ રન ફટકાર્યા હતા. મુંબઇની ટીમમાં સચિન તેંડુલકર આ મેચમાં પણ રમી શકયો ન હતો. હરભજને ત્રણ વિકેટ ઝડપી હતી.