HomeSpotlightIndian Premier League Indian Premier League

આજે ચેન્નાઇ-કોલકાતા અને બેંગલોર-જયપુર વરચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં શનિવારે rcચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વરચે પ્રથમ મેચ રમાશે. જયારે બીજી મેચમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સ અને જયપુરની રાજસ્થાન રોયલ્સ વરચે મુકાબલો થશે.

સેટ મેકસ પરથી પ્રથમ મેચનું સાંજે ૪.૦૦ કલાકે તથા બીજી મેચનું રાત્રે ૮.૦૦ કલાકે પ્રસારણ કરાશે. ચેપોક ખાતે રમાનારી ધોનીની ચેન્નાઇ અને સૌરવ ગાંગુલીની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વરચે મુકાબલો રસપ્રદ બની રહેશ, કેમ કે બંને ટીમ આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહી છે.

આમ આ મેચમાં એક ટીમને પહેલીવાર પરાજયનો સામનો કરવાનો રહેશે. અન્ય મેચમાં બેંગલોરની ટીમ સામે જયપુરની રાજસ્થાન રોયલ્સની ટીમનું પલ્લું ભારે રહેશે.

શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ બે મેચ જીતી છે જયારે દ્રવિડની ટીમ એક મેચ જીતી શકી છે. ટુર્નામેન્ટના પ્રારંભે તેનો કોલકાતા સામે પરાજય થયો હતો. રાજસ્થાનની ટીમે ગુરુવારે શાનદાર રમત દાખવી હતી અને રોમાંચક ઢબે મેચ જીતી લીધી હતી.