
Spotlight
Indian Premier League Indian Premier League
ભૂતપૂર્વ પાકિસ્તાન ઝડપી બોલર વસીમ અક્રમને તે બાબતમાં કોઈ શંકા નથી કે આઈપીએલ જેવી ધનિક લીગમાંથી મળતા નણાને કારણે ક્રિકેટરોનુ જીવન ધોરણ સુધરશે.
પરંતુ સાથે સાથે તેને ભય વ્યક્ત કર્યો હતો કે આઈપીએલને કારણે ક્રિકેટરોમાં કસમયે નિવૃત્તિ લેવાનુ પ્રમાણ વધી જશે.
કસમયે નિવૃત્તિ લેવાનુ પ્રમાણ વધશે :
એક મુલાકાતમાં બોલતા અક્રમે કહ્યું હતુ કે તે આઈપીએલની મેચો નિહાળવાનો આનંદ લઈ રહ્યો છે.પરંતુ હું માનુ છું કે આઈપીએલ અને ઈન્ડિયન ક્રિકેટ લીગને કારણે આતંરરાષ્ટ્રિય ક્રિકેટમાં ઘણા પ્રશ્નો ઉભા થશે. તમે જોશો કે આવી લોભામણી લીગોમાં રમવા માટે ખેલાડીઓ કસમયે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃત્તિ લઈ લેશે.
એક ઉદાહરણ સમજાવતા અક્રમે કહ્યું હતુ કે ધારો કે હું 34 વર્ષિય એક એવો બોલર છુ કે જેનુ રાષ્ટ્રિય ટીમમાં સ્થાન અચોક્કસ છે. તેથી હું ટીમમાંથી પડતો મૂકવાનુ જોખમ ઉઠાવ્યા વગર નિવૃત્તિ લઈને આઈપીએલ કે આઈસીએલમાં રમીશ.
સારૂ વળતર મળવુ જોઈએ :
જો કે પાકિસ્તાની ફાસ્ટ બોલરે ખેલાડીઓને સારૂ વળતર મળે તેનુ સમર્થન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે આઈપીએલ અને આઈસીએલમાં રમતા બધા ખેલાડીઓ પ્રોફેશનલ છે અને તેઓને જ્યાં સારૂ વળતર મળતુ હશે ત્યાં તેઓ જશે.
ટ્વેન્ટી20 વન ડે ક્રિકેટના ખાઈ જશે :
જો કે તેણે એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ટ્વેન્ટી20 વન ડે ક્રિકેટને ખાઈ જશે. તેણે આઈસીસીને વન ડે ક્રિકેટમાં પરિવર્તન લાવવાની સલાહ આપી હતી.
તેણે આઈસીસીને સલાહ આપતા જણાવ્યુ હતુ કે હું માનુ છું કે આઈસીસી અને બોર્ડના સભ્યોએ વન ડેમાં વચ્ચેની ઓવરોમાં ફેરફાર કરીને વધારે રસપ્રદ બનાવવી જોઈએ. 20 થી 40 ઓવરોના ગાળા દરમિયાન બેટ્સમેન સ્કોરને ધીમો ધીમો આગળ વધારતા હોય છે તે ગાળા દરમિયાન લોકો ચેનલ બદલી નાખેં છે.
તેમે વધુમાં જણાવ્યુ હતુ કે 20 થી 35 ઓવર સુધી ફક્ત બે ખેલાડીઓને સર્કલની બહાર ઉભા રાખવા જોઈએ.તેણે ઉમેર્યુ હતુ કે ક્રિકેટ પ્રગતિ કરી રહ્યુ છે. હું ઝડપી બોલર છું પરંતુ હું બેટ્સમેનોને ટેકો આપુ છું કારણ કે દર્શકો એક્શન જોવા માંગે છે.