HomeSpotlightIndian Premier League Indian Premier League

રાજસ્થાનનો ‘રોયલ’ વિજય

સુકાની શેન વોર્ને છેલ્લી ઓવરમાં ફટકારેલી એક સિકસર royalઅને એક બાઉન્ડ્રીની મદદથી રાજસ્થાન રોયલ્સ ટીમે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં એક બોલ બાકી રાખીને હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સની ટીમને ત્રણ વિકેટે પરાજય આપીને સ્પર્ધામાં બીજો વિજય મેળવ્યો હતો.

હૈદરાબાદની ટીમે આપેલા ૨૧૪ રનના લક્ષ્યાંક સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર રાજસ્થાનની ટીમે ૧૯.૫ ઓવરમાં ૨૧૫ રન બનાવીને દિલધડક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ તરફથી સાયમન્ડ્સે આઇપીએલ ટુર્નામેન્ટની સૌથી ઝડપી સદી નોંધાવી હતી.

તોતિંગ લક્ષ્યાંક સામે મેદાને પડેલી રાજસ્થાનની ટીમ તરફથી દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને યુસુફ પઠાણે બીજી વિકેટે ૯૮ રનની ભાગીદારી નોંધાવીને વિજયનો પાયો નાખ્યો હતો.

સ્મિથે ૪૫ બોલમાં ૭૧ તથા યુસુફે ૨૮ બોલમાં છ સિકસર અને ચાર બાઉન્ડ્રી વડે ૬૧ રન બનાવ્યા હતા. કૈફે ૧૬ બોલમાં ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ હૈદરાબાદ તરફથી ૨૮ રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાના સાયમન્ડ્સે ૫૩ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને સાત સિકસર વડે અણનમ ૧૧૭ રનની ઇનિંગ્સ રમી હતી. રોહિત શર્મા (૩૬) સાથે તેણે ચોથી વિકેટે ૧૧૧ રનની મહત્ત્વપૂણર્ ભાગીદારી નોંધાવી હતી.