HomeSpotlightIndian Premier League Indian Premier League

શુ મુંબઈની મેચોમાં ચીઅર્સ લીડર નહી હોય...?

cheerleaders iplઆઈપીએલની હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં મેદાન પર લોકોને મનોરંજન પૂરૂ પાડવા રાખવામાં આવેલ ચીએર લીડર્સનો વિવાદ ઉભો થયો છે.

આઈપીએલની મેચમાં કોઈ બેટ્સમેન ચોગ્ગો કે છગ્ગો મારે કે પછી કોઈ બોલર વિકેટ મેળવે ત્યારે ટૂંકા કપડા પહેરેલી છોકરીયો નૃત્ય કરતી નજરે પડે છે.

હવે આ ચીઅર્સ લીડરને મુંબઈમાં રમાનારી મેચ માટે મંજૂરી આપવી કે નહી તે વિશે મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યું હતુ કે આઈપીએલની મુંબઈમાં રમાનારી ટ્વેન્ટી20 મેચો દરમિયાન ચીએર્સ લીડર્સને મંજૂરી આપવી કે નહી તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.

જાહેર છે કે ત્રણ વર્ષ પહેલા આર. પાટીલે ડાન્સ બારને બંધ કરાવ્યા હતા.

રાજ્ય વિધાન સભાના મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરી દ્વારા આ મુદ્દાને ઉછાળવામાં આવ્યો હતો. ગડકરીએ પ્રશ્ન પૂછતા જણાવ્યુ હતુ કે જો રાજ્ય સરકારે ડાન્સ બારોને બંધ કર્યા છે તો તેઓ આઈપીએલની મેચો દરમિયાન ટૂંકા કપડા પહેરીને વલ્ગર ડાન્સ કરતી ચીએર્સ લીડર્સને કેવી રીતે મંજૂરી આપી શકે?

તેમણે કહ્યું હતુ કે રાજ્ય સરકારે મહિલાઓની પ્રતિષ્ઠાને ઓછી કરતી ચીઅર્સ લીડર્સને મુંબઈમાં રમાનારી આઈપીએલની મેચો દરમિયાન ડાન્સ કરતી રોકવી જોઈએ.

આના સંદર્ભમાં મહારાષ્ટ્રના મંત્રી સિધ્ધાર્થ મ્હાત્રેએ કહ્યું હતુ કે ગૃહ મંત્રાલય આ મુદ્દાનુ નિરીક્ષણ કરશે અને તે મુજબ નિર્ણય લેશે.

આ પહેલા ધારાસભ્યોએ બે વર્ષ પહેલા મુંબઈમાં યોજાયેલા એક ફેશન વીક દરમિયાન બનેલા વોર્ડરોબ માલફંક્શનની તપાસ કરવા માટે કહ્યું હતુ. જો કે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

જ્યા સુંધી ચીઅર્સ લીડર્સનો પ્રશ્ન છે ત્યારે મુંબઈના વાનખેડેમાં કે નવી મુંબઈમાં બનેલા ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને અન્ય ટીમો વચ્ચે રમાનારી મેચો દરમિયાન ચીઅર લીડર્સને ડાન્સ કરવા પર તાત્કાલીક પ્રતિબંધ મૂકાશે કે કેમ તે અંગે રાજ્ય સરકાર ચૂપ છે.

આ પહેલા શોટગન શત્રુઘ્ન સિન્હા અને પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ આઈપીએલની મેચોમાં ડાન્સ કરતી ચીઅર્સ લીડર્સ વિશે પાતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.