HomeSpotlightIndian Premier League Indian Premier League

જાહેર ખબર બદલ કિંગ ખાને ભરવો પડશે ટેક્ષ

shahrukh-khanકોલકત્તા ટીમનો બાજીગર શાહરૂખ ખાન હવે ઈન્કમ ટેક્ષની મુસીબતમાં ફસાયો છે.

કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશને (કેએમસી) બુધવારે બેંગાલ ક્રિકેટ ઓસોશિયેશન, નાઈટ રાઈડર્સના માલિક કિંગ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ અને પેપ્સી કંપનીને ટેક્ષનુ બિલ મોકલ્યુ છે.

કાઉન્સીલના મેમ્બર મેયર ફયેઝ અહમદે કહ્યું હતુ કે ક્રિકેટ એસોશિયેશન ઓફ બેંગાલને (સીએબી) ઈડન ગાર્ડન પર રમાતી આઈપીએલની ટ્વેન્ટી20 મેચો માટે 25 લાખ રૂપિયા મનોરંજન કર ભરવા માટે કહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતુ કે આઈપીએલની મેચો દરમિયાન ઈડન ગાર્ડન મેદાનમાં પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવા બદલ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટને જાહેર ખબર કર પેટે રૂપિયા 1.5 લાખ અને પેપ્સી કંપનીને રૂપિયા 68,000 ભરવાનુ કહેવામાં આવ્યુ છે.