HomeSpotlightIndian Premier League Indian Premier League

કિંગ ખાન સાથે બેસવાની કિંમત બે લાખ...!

shahrukh-khanઆશ્ચર્ય પામી ગયા ને ? પણ આ સાંભળીને આશ્ચર્ય પામવાની જરૂર નથી પરંતુ આઈપીએલના સૌથી મોટા બાજીગર શાહરૂખ ખાન સાથે બેસીને મેચ જોવા માટે તમારે 2,17,980 રૂપિયા ચૂકવવા પડશે. છે ને કોઈ પણ શો ની દુનિયાની સૌથી મોંઘી ટીકિટ..!

કોલકત્તાના ઈડન ગાર્ડનના પ્રેસિડંટ બોક્સમાં બેસવાની કિંમત 2,17,980 રૂપિયા રાખવામાં આવી છે. જેમા તમારી સાથે મેચ જોવા માટે કિંગ ખાન બેઠા હશે. ઐ બોક્સ માટે કુલ 192 ટીકિટો છે. 20 એપ્રિલે જ્યારે કોલકત્તાની નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદની ડેક્કન ચાર્જીસ ટીમો વચ્ચે આઈપીએલની પહેલી મેચ રમાયી ત્યારે આ બોક્સ એકદમ ભરેલુ હતુ.

ટ્વેન્ટી20 ક્રિકેટ એક ઉદ્યોગ બની ગયો છે જેમાં મુકેશ અંબાણી અને વિજય માલ્યા જેવા ટોચના બિઝનેસ ટાયકૂનોએ પોતાનુ રોકાણ કર્યુ છે જ્યારે પ્રિટી જીંટા અને શાહરૂખ ખાન જેવી બોલીવુડની વ્યક્તિઓએ પણ પોતાનો દાવ અજમાવ્યો છે. મનોરંજનની દ્રષ્ટીએ કિંગ ખાન વિજય માલ્યા અને મુકેશ અંબાણીને ભારે પડી રહ્યો છે.

તેથી જો કિંગ ખાનને આઈપીએલનો સૌથી મોટો જાદુગર કહેવામાં આવે તો તેમાં કંઈ ખોટુ નથી. કોલકત્તા નાઈટ રાઈડર્સનો ઉત્સાહ વધારવા માટે શાહરૂખ સ્ટેડિયમમાં હાજર હોય છે. આ ઉપરાંત તેઓએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાને પોતાના પક્ષમાં જોડી દીધા છે.

નાઈટ રાઈડર્સે તેની બે મેચો જીતીને ચાર પોઈન્ટ મેળવી સ્પર્ધામાં સૌથી ઉપર છે જ્યારે દિલ્લી ડેરડેવિલ્સે પણ તેની બે મેચો જીતીને ચાર પોઈન્ટ મેળવ્યા છે. પરંતુ એવરેજની દ્રષ્ટિએ નાઈટ રાઈડર્સ તેનાથી આગળ છે.