HomeSpotlightIndian Premier League Indian Premier League

પ્રોમો ચોરીના મામલે વિવાદમાં ફસાતી આઈપીએલ

ipl-logoબીસીસીઆઈ ગ્લેમર અને નાણાથી ભરપૂર ઇન્ડિયન પ્રિમિયર લીગ શરૂઆતથી જ એક યા બીજા કારણોને લઈને ચર્ચામાં રહી છે.

પરંતુ હવે તે એક નવા વિવાદમાં ફસાઈ છે. આઈપીએલને પ્રોમોટ કરવા બનાવવામાં આવેલી જાહેર ખબર વિવાદોમાં ફસાઈ ગઈ છે. કહેવાય છે કે તેની જાહેર ખબર ક્રિકેટ કા કર્મ યુધ્ધ ફોક્સ ચેનલની એક જાહેર ખબરથી મળતી આવે છે. ફોક્સની રમતની જાહેર ખબર બેલબોલ પર આધારીત હતી અને તેમાં અમેરિકન ખેલાડીઓને દેખાડવામાં આવ્યા હતા.

વિવાદનુ ખરૂ કારણ ક્રિકેટ કા કર્મ યુધ્ધ જાહેર ખબરની રજૂઆત છે. તેમા ક્રિકેટની એક્શનને ફોક્સ ચેનલમાં આવતી જાહેર ખબરની જેમ જ દેખાડવામાં આવી છે. આઈપીએલની જાહેર ખબરને ઓગ્લીવી એન્ડ માથર ઈન્ડિયાએ બનાવી છે. જેનુ નિર્દેશન પ્રસૂન પાંડેની કોરકોઈઝ ફિલ્મ્સે કર્યુ છે.

વિડિયો ક્લીપીંગ્સ દેખાડતી જાણીતી વેબ સાઈટ પર આઈપીએલની જાહેર ખબરના પક્ષમાં અને તેની વિરૂધ્ધમાં અગણિત સંદેશાઓ આવે છે. કોઈ તેના વિરોધમાં લખે છે તો કોઈ તેના પક્ષમાં લખે છે. લોકો લખે છે કે આઈપીએલની જાહેર ખબર અને ફોક્સની જાહેર ખબરમાં ઘણી સમાનતાઓ છે. જો કે તેની ધૂનમાં ફેરફાર છે.

બીજી બાજુ પ્રસૂન પાંડેનુ કહેવુ છે કે બેસબોલની જાહેર ખબરમાં કર્મ યુધ્ધની ધૂનનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસૂને કહ્યું હતુ કે હું માનુ છું કે બન્ને જાહેર ખબરની ફિલ્મ એક બીજાથી મળતી આવે છે. મને આઈપીએલની ફિલ્મ પર ગર્વ છે.