HomeSpotlightIndian Premier League Indian Premier League

મુંબઇ સામે બેંગલોરનો પાંચ વિકેટે વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રવિવારે bangaloreકોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમ સામે પાંચ વિકેટે વિજય હાંસલ કરીને ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની વિજયકૂચ જારી રાખી હતી. જયારે એક અન્ય મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સામે બેંગલોર રોયલ ટીમનો પાંચ વિકેટે વિજય થયો હતો.

અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સચિન તેંડુલકરની ગેરહાજરીમાં સુકાની હરભજનસિંધે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય લીધો હતો. સચિન તેંડુલકર રવિવારે મેચના સમયે અનફિટ જાહેર થતાં તે આ મેચમાં રમી શકયો ન હતો.

મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટના ભોગે ૧૬૫ રન કર્યા હતા. જેના જવાબમાં રાહુલ દ્રવિડની બેંગલોરની ટીમે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૬૬ રન કરીને મેચ જીતી લીધી હતી.

બેંગલોર માટે દક્ષિણ આફ્રિકન જોડી જેકસ કાલિસ અને માર્ક બાઉચરે જવાબદારીપૂર્વકની બેટિંગ કરી હતી. કાલિસે ૨૫ તથા બાઉચરે ૩૯ રન ફટકાર્યા હતા. સુકાની રાહુલ દ્રવિડે ૩૨ તથા વિરાટ કોહલીએ ૨૩ રન નોંધાવ્યા હતા.

અગાઉ મુંબઇ માટે ઓસ્ટ્રેલિયાના લ્યુક રોંચી અને શ્રીલંકાના ઝંઝાવાતી બેટ્સમેન સનત જયસૂર્યાએ ઇનિંગ્સનો પ્રારંભ કર્યોહતો. જોકે બીજી જ ઓવરમાં રોંચી આઉટ થઇ ગયો હતો.

જયસૂર્યાએ તેની મૂળ શૈલીમાં બેટિંગ કરતાં ૧૬ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિકસર સાથે ૨૯ રન ફટકાર્યા હતા. ટ્વેન્ટી૨૦માં ભારતીય ટીમના નિયમિત બેટ્સમેન બની ગયેલા રોબિન ઉથપ્પાએ પ્રશંસનીય બેટિંગ કરી હતી અને ૩૮ બોલમાં ૪૮ રન ફટકાર્યા હતા. તેની બેટિંગને કારણે જ મુંબઇની ટીમ સન્માનજનક સ્કોર રજૂ કરી શકી હતી. નાયરે ૨૦ તથા શૌન પોલોકે ૧૨ બોલમાં ૨૮ રન ફટકાર્યા હતા.