HomeSpotlightIndian Premier League Indian Premier League

ઘાયલ લસિત મલિંગા આઇપીએલમાંથી આઉટ

શ્રીલંકાનો વિચિત્ર બોલિંગ એક્શન ધરાવતો ઝડપી malingaબોલર લસિત મલિંગા ઇજાને કારણે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં રમી શકશે નહીં. ૨૪ વર્ષીય મલિંગાને ત્રણથી ચાર મહિના માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

આમ તે આઇપીએલમાં આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી શકશે નહીં. મલિંગાએ તેની ઇજા સંદર્ભે જણાવ્યું હતું કે આ એક કમનસીબ બાબત છે કે હું આ વર્ષે આઇપીએલમાં રમી શકવાનો નથી.

મુંબઇની ટીમમાં કેટલાક મહાન ખેલાડીઓ રમવાના છે અને તેમની સાથે રમવાના વિચાર માત્રથી હું ઘણો રોમાંચિત થઇ ગયો હતો પણ મારા ફિઝિશિયને મને જોખમ નહીં લેવાની સલાહ આપી છે.

મારે હવે ત્રણથી ચાર મહિના આરામ કરવો પડશે અને એ પછી જ હું મેદાનમાં બોલિંગ કરવા માટે સક્ષમ બનીશ તેમ મલિંગાએ ઉમેર્યું હતું. આઇપીએલમાં મુંબઇનો મુકાબલો રવિવારે બેંગલોરની ટીમ સામે થવાનો હતો.

રિલાયન્સના મુકેશ અંબાણીની ટીમમાં સચિન, સનત જયસૂર્યા અને હરભજન ઉપરાંત શ્રીલંકાનો દિલહારા ફર્નાન્ડો અને દક્ષિણ આફ્રિકાનો શૌન પોલોક પણ રમવાના છે.