HomeSpotlightIndian Premier League Indian Premier League

નાઇટ રાઇડર્સનો વિજયનો ઇરાદો

ઇન્ડિયન પ્રીમિયર લીગની બીજી સૌથી મજબૂત ટીમ તરીકે ગણાતી knight-reidersકિંગ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ રવિવારે રમાનારી પ્રથમ મેચમાં ડેક્કન ચાર્જર્સ સામે વિજયના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે.

ઇડન ગાર્ડન્સ ખાતે આ મુકાબલામાં ફરીથી સ્થાનિક પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. બેંગલોર રોયલ ચેલેન્જર્સ સામે શુક્રવારે રાત્રે ૧૪૦ રનથી ધમાકેદાર વિજય મેળવ્યા બાદ સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની નાઇટ રાઇડર્સ ટીમ સતત બીજો વિજય મેળવવા કટિબદ્ધ છે. બીજી તરફ વીવીએસ લક્ષ્મણના નેતૃત્વ હેઠળની હૈદરાબાદ ડેક્કન ચાર્જર્સ વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવાનો ઇરાદો ધરાવે છે.

ભારતમાં ક્રિકેટના મક્કા કહેવાતા ઇડન ગાર્ડન્સ ખાતેના મુકાબલામાં બંને ટીમમાં વિશ્વભરના સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા હોવાથી પ્રેક્ષકોને ફરીથી રોમાંચક મુકાબલો જોવા મળશે.

જોકે બંને બાજુ પોતાના અતિ મોંઘા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ગેરહાજરી ચિંતાનો વિષય છે. શોએબ અખ્તર, ઉમર ગુલ અને બેટ્સમેન સલમાન બટ્ટ નાઇટ રાઇડર્સ તરફથી આવતીકાલની મેચ રમી શકશે નહીં.

બીજી તરફ ક્રિસ ગેઇલ પણ સ્નાયુઓ પણ ખેંચાઇ જવાની ઇજાના કારણે લગભગ એક સપ્તાહ સુધી ક્રિકેટથી દૂર રહેશે. ગુલ અને બટ્ટ બાંગ્લાદેશ સામેની શ્રેણી બાદ ટીમ સાથે જોડાશે. દક્ષિણ આફ્રિકાનો હર્શેલ ગિબ્સ પણ હજુ સુધી હૈદરાબાદની ટીમ સાથે જોડાયો નથી.

બંેગલોરમાં રાહુલ દ્રવિની ટીમને હરાવ્યા બાદ કોલકાતાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બ્રેન્ડન મેક્કુલમે ૨૦-૨૦ ક્રિકેટમાં સર્વાધિક સ્કોરનો વિક્રમ નોંધાવ્યો હોવા ઉપરાંત રાતોરાત આઇપીએલનો સ્ટાર ખેલાડી બની ગયો છે.

ગાંગુલી વધુ એક આ કિવિ ખેલાડી પાસેથી તોફાની ઇનિંગ્સની આશા રાખી રહ્યો છે. પ્રિન્સ ઓફ કોલકાતાને તેના બોલર્સે પણ નિરાશ કર્યોનથી. ઇશાન્ત શર્મા, નવોદિત અશોક ડિંડા અને અનુભવી અજિત અગરકર સહિત ગાંગુલી બોલ સાથે પ્રભાવશાળી રહ્યા હતા. યજમાન ટીમ તરફથી ગાંગુલી અને પોન્ટિંગ પાસેથી સારા દેખાવની આશા રાખવામાં આવી રહી છે.

ડેક્કન ચાર્જર્સ ટીમમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તથા વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ, આક્રમક ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સ, ન્યૂઝીલેન્ડનો સ્કોટ સ્ટાયરિસ જેવા મેચવિનર ખેલાડીઓ છે.

બોલિંગઆક્રમણમાં રોહિત શર્મા, આરપી સિંઘ, ચમિન્ડા વાઝ અને નુવાન ઝોયસાએ હરીફ બેટ્સમેનોને કાબૂમાં રાખીને બને તેટલા ઓછા સ્કોર સુધી તેમને સીમિત રાખવા પડશે. ટેસ્ટ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ટ્વેન્ટી૨૦ ક્રિકેટની ફોર્મેટમાં કેવી બેટિંગ કરે છે તેના ઉપર પણ તમામની નજર રહેશે.