
Spotlight
Indian Premier League Indian Premier League બીસીસીઆઇ દ્વારા આયોજિત આઇપીએલ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ
ટુર્નામેન્ટના આયોજકોએ પોતાના જ નિયમોની અગવણના કરીને કેટલીક ફ્રેન્ચાઇઝી ટીમોને વધારાના ખેલાડીનો સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ખેલાડીઓની અંતિમ યાદી લીગ શરૂ થવાના એક મહિના પહેલાં જાહેર કરી દેવાની રહેશે.
રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળની બેંગલોર રોયલ ચેલેન્જર્સ ટીમની અંતિમ યાદીમં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એશ્લે નોફકેનું નામ કયાંય નહોતું પરંતુ તે શુક્રવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં રમ્યો હતો.
ટુર્નામેન્ટની સત્તાવાર વેબસાઇટ આઇપીએલ ટી૨૦ ડોટ કોમ પર આઠેય ટીમોની બીજી યાદીમાં નોફકેનું નામ કયાંય નથી. હવે બીજા સમાચાર એવા આવી રહ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવો મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાઇ રહ્યો છે.
આઇપીએલની સત્તાવાર વેબસાઇટ પર ટુર્નામેન્ટના રમવાની શરતો તથા નિયમો અંગે કોઇ સૂચના આપવામાં આવી નથી. એક મહિના પહેલાં આઇપીએલના પ્રમુખ લલિત મોદીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના નિયમો દક્ષિણ આફ્રિકા ખાતે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં રમાયેલા ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપના નિયમો સાથે લગભગ મળતા છે પરંતુ આ બાબતે વેબસાઇટ પર વધારે માહિતી આપવાનું તેમને યોગ્ય લાગ્યું હોય તેમ લાગતું નથી.
આ ઉપરાંત આયોજકોએ વેબસાઇટના અધિકાર પાંચ કરોડ ડોલરમાં વેરયા છે પરંતુ તેના પર કોઇ જાણકારી સમયસર અપડેટ થઇ રહી નથી. પ્રથમ મેચ સમાપ્ત થયા બાદ પણ કોઇ સ્કોરબોર્ડ પર આંકડા દેખાતા નહોતા. મેચના અધિકારીઓ બાબતે પણ કોઇ માહિતી આપવામાં આવી નથી.