HomeSpotlightIndian Premier League Indian Premier League

કોલકાતા નાઇટ રાઇડર્સનો ધમાકેદાર વિજય

ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે બોલાવેલી ચોગ્ગા છગ્ગાની રમઝટ macબાદ બોલર્સના ઘાતક પ્રદર્શન વડે સુકાની સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગની(આઇપીએલ)ની પ્રારંભિક મેચમાં દ્રવિડના નેતૃત્વ હેઠળની બેંગલોર રોયલ ચેલેન્જર્સ ટીમને ૧૪૦ રનથી હરાવીને ટુર્નામેન્ટનો સંગીન પ્રારંભ કર્યોહતો.

સુકાની દ્રવિડે ટોસ જીતીને ફિિલ્ડંગ લેતાં કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને ત્રણ વિકેટે ૨૨૨ રનના જવાબમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સની ટીમ ૧૫.૧ ઓવરમાં માત્ર ૮૨ રનના સ્કોરે તંબુભેગી થઇ ગઇ હતી.

આઇપીએલની પ્રથમ મેચમાં સદી નોંધાવનાર મેક્કુલમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેક્કુલમે ૭૩ બોલમાં તોફાની બેટિંગ કરીને ૧૩ સિકસર તથા ૧૦ બાઉન્ડ્રી વડે અણનમ ૧૫૮ રન નોંધાવીને કોલકાતા ટીમને જંગી સ્કોરે પહોંચાડી દીધી હતી.

બેંગલોરની ટીમ તરફથી પંકજકુમારે સર્વાધિક અણનમ ૧૮ રન નોંધાવ્યા હતા. કોલકાતા ટીમ તરફથી અગરકરે ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ તોફાની બેટિંગ કરનાર મેક્કુલમે ગાંગુલી સાથે પ્રથમ વિકેટે ૬૧ રનની ભાગીદારી નોંધાવીને કોલકાતા ટીમ માટે સંગીન સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ તેણે પોન્ટિંગ સાથે બીજી વિકેટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી હતી.

મેક્કુલમની તોફાની બેટિંગના મુખ્યત્વે કાલિસ અને નોફકે ભોગ બન્યા હતા. કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાન અને તેની પત્નીએ પૂરી મેચ દરમિયાન હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

મેક્કુલમે માત્ર ૩૨ બોલમાં અડધી સદી પૂરી કરતાં શાહરૂખ ખાન ખુશીથી ઝૂમી ઉઠયો હતો. મેક્કુલમે પોતાની તોફાની ઇનિંગ્સ દ્વારા પ્રથમ કક્ષાની ટ્વેન્ટી૨૦નો અંગત સર્વાધિક સ્કોરનો વિક્રમ પોતાના નામે કરી લીધો હતો.