
Spotlight
Indian Premier League Indian Premier League
મોટા માથાઓ શામેલ હોવાથી અને અધધ નાણાનો પ્રવાહ વહેડાવવામાં આવ્યો હોવાથી ભારતના ભુતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના મતે ઈન્ડિયન પ્રીમિયર લીગને હળવી ટૂર્નામેન્ટ ગણી શકાય નહીં.
આજે ચીન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બેંગ્લોર રોયલ ચેલેન્જ સામે ટકરાવનારી કોલકાત્તા નાઈટ રાઈડર્સ ટીમના સુકાની ગાંગુલીએ કહ્યું હતું કે આ ખુબ જ ગંભીર ટૂર્નામેન્ટ છે. અંતે આ અનેક ખેલાડીઓની પ્રતિષ્ઠાનો સવાલ છે. તેને હળવી ટૂર્નામેન્ટ ગણવાની ભુલ ના કરવી જોઈએ.
જો કે ગાંગુલી પણ માને છે કે ક્રિકેટમાં ટેસ્ટ સર્વોચ્ચ ફોર્મેટ છે અને ખેલાડીની ખરી કસોટી ટેસ્ટમાં જ થાય છે. ટેસ્ટમાં ખેલાડીના દેખાવના આધારે તેની ક્ષમતા માપી શકાય. ઈશાંત શર્માનો હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાવ સારો રહ્યો હોવા છતાં પણ ગાંગુલી માને છે કે ટેસ્ટમાં શર્માના દેખાવના આઘારે જ તેના અંગે નિર્ણય કરવો જોઈએ.