
Spotlight
Indian Premier League Indian Premier League
ઈંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટને આ સમયે ભારતમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગથી સ્પર્ધાનો સામનો કરવો પડશે.
તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ટ્વેન્ટી 20ની જગ્યાએ 40 ઓવરવાળી લીગને પ્રાથમિકતા આપી છે. કાઉન્ટી ક્રિકેટની શરુઆત પહેલાં જ આઈપીએલની અસરને અનુભવી શકાય છે. કાઉન્ટીમાં રમતાં કેટલાંય મોટા નામો જેમ કે શેન વોર્ન, મુથૈયા મુરલીધરન અને એન્ડ્રુ સાયમન્ડસ આ વખતે નહીં રમે.
આ વખતે આ ખેલાડીઓ આઈપીએલમાં રમશે. ડિમીત્રી મૈસ્કરાન્હૈસને છોડીને ઈંગ્લેન્ડના બાકી ખેલાડીઓ આઈપીએલમાં નહીં રમે કારણ કે તેના ક્રિકેટ બોર્ડે આઈપીએલનો વિરોધ કર્યો છે.
મૈસ્કરાન્હૈસે કહ્યું હતું કે આઈપીએલમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સીવાય તમામ મોટા ખેલાડીઓ રમશે. આપણે જોયું છે કે હાલમાં ટ્વેન્ટી 20 ક્રિકેટની લોકપ્રિયતા ખુબ જ છે. ઈંગ્લેન્ડમાં ટ્વેન્ટી 20 ક્રિકેટને વધુ પ્રોત્સાહન પુરુ પાડવાની આવશ્યકતાં છે. ખેલાડીઓ અને દર્શકો ક્રિકેટના આ ફોર્મેટને પસંદ કરે છે અને તેમાં પૈસા પણ વધુ મળે છે.
મૈસ્કરાન્હૈસ રાજસ્થાન રોયલ્સની તરફથી આઈપીએલમાં રમશે. આ બાજુ ઈંગ્લેન્ડના ભુતપૂર્વ સુકાની ગ્રાહમ ગુચે કહ્યું હતું કે તેની કોઈ ગેરન્ટી નથી કે આઈપીએલને હાલના સ્વરૂપમાં સફળતા મળશે જ.