HomeSpotlightGujarat Day Gujarat Day

નડિયાદમાં મોરારજી દેસાઇની નનામી કાઢી દહન કરાયું હતુ - આર.આર. પટેલ

Swarnim-Gujaratમહાગુજરાત આંદોલન છેડાયુ હતું ત્યારે નડિયાદ શહેરમાં મહાગુજરાત ચળવળના વિરોધી મોરારજી દેસાઈના પૂતળાની નનામી કાઢવામાં આવી હતી અને તેમના પૂતળાનું સાંથ બજાર ખાતે દહન કરાયું હતું, તેમ નડિયાદ મોટાપોરમાં રહેતા અને મહાગુજરાત ચળવળના સહભાગી રમેશભાઈ રામભાઈ પટેલે જણાવ્યું હતું. આજે ગુજરાત આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને સાંસ્કતિક ક્ષેત્રે અગ્રેસર વિકાસની ફાળ ભરી દોડી રહ્યું છે.

રાજય સ્થાપનાને ૫૦મા વર્ષમાં શાનદાર પ્રવેશ થયો છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા સોનેરી સંભારણાની કોલમ આવકારતા રમેશભાઈ પટેલે કહ્યું હતું કે, મહાગુજરાત આંદોલન અંતર્ગત નડિયાદ શહેરમાં મહિનામાં ૧૫ થી ૨૦ વાર સરઘસ નિકળતા હતા. સરઘસમાં ‘‘મહાગુજરાત ઝીંદાબાદ’ અને ‘‘બે બળદની જોડીને કુકડાએ તોડી’’ તેવા સૂત્રોરચાર કરવામાં આવતા હતા.

રાત્રે પણ મશાલ સરઘસ નિકળતું હતું. સ્કૂલોમાં હડતાલ પણ પાડવામાં આવતી હતી. જયારે શહેરમાં કરફયુ લાદવામાં આવે ત્યારે પોલીસની ગાડી રોકવા માટે રસ્તા પર ટેલિફોનના થાંભલા પાડી દેવામાં આવતા હતા અને અગાસીમાંથી નીચે પોલીસ પર સળગતા કાકડા અને પથ્થર નાંખવામાં આવતા હતા.

જેથી પોલીસે ગુસ્સે થઈને લાઠીચાર્જ કરતા મારા (રમેશભાઈ) ત્રણ-ચાર મિત્રોને લાઠી વાગતા ઈજાઓ પણ થઈ હતી. જયારે પહેલી મે ૧૯૬૦ ના રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે શહેરમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું. બૃહદ મુંબઈ (મહારાષ્ટ્ર) માંથી ગુજરાત જુદુ પડયું ન હોત તો આટલો ગુજરાતનો વિકાસ થયો ન હોત.

આજે ગુજરાત આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને સાંસ્કતિક ક્ષેત્રે અગ્રેસર વિકાસની હરણફાળ ભરી દોડી રહ્યું છે. રાજયમાં આધુનિક ખેતી પઘ્ધતિથી ખેડૂતો ખેતી કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો વિકાસ થયો છે. ઔધોગિક ક્ષેત્ર તો ગુજરાત અગ્રેસર છે.

ગુજરાતમાં ઉધોગપતિઓ આવીને કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. કર્યા છે. જેથી ગુજરાતનો આર્થિક રીતે ભવિષ્યમાં ઘણો વિકાસ થવાનો છે. આરોગ્ય, ઉધોગ અને શિક્ષણક્ષેત્રે નવી નવી ક્ષિતિજો ગુજરાત સર કરી રહ્યાં છે. ગુજરાત હરિયાળી અને શ્વેતક્રાંતિ સાથે સામાજીક ક્રાંતિના સ્વર્ણપથ પર પ્રયાણ કરતું રહ્યું છે. ગુજરાતે દરેક અવરોધો પાર કરીને પણ વિકાસની ગતિને ચાલુ રાખી છે.