HomeSpotlightGujarat Day Gujarat Day

સિનિયર સ્પોર્ટસ પર્સન બોલ્યા: ખેલાડીઓને મદદ મળવી જરૂરી

senior sports persones speak : players need more helpગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રે હરણફાળ ગતિએ થઇ રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. ક્રિકેટ, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, ચેસ, એથ્લેટિક, શૂટિંગ વગેરે જેવી રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ અને વિદેશમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે નામ ગાજતું કર્યું છે. ત્યારે ગુજરાતની સ્વિર્ણમ સફર પર સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસની કેટલીક વાતો સ્પોર્ટ્સના માંધાતાઓના મુખે

ક્રિકેટમાં પાર્થિવ પટેલ, સ્વિમિંગમાં વંદિતા અને રાહુલ ચોપરા, ચેસમાં રિદ્ધિ શાહ, પ્રફુલ્લ મહેતા ઉપરાંત અન્ય રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ દેશ અને વિદેશમાં પોતાના નામનો ડંકો વગાડી સ્પોર્ટ્સ ક્ષેત્રે સારી એવી સફળતા અને સદ્ધિ હાંસલ કરી છે.

સરકાર તરફથી મર્યાદિત ગ્રાન્ટ મળતી હોવા છતાં પોતાની મહેનત પર આગળ વધીને સ્પોર્ટ્સ ક્ષેત્રે મેડલ અને ટુર્નામેન્ટ જીતીને સ્વિર્ણમ ગુજરાતની ગાથામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અભૂત પૂર્વ સિદ્ધિઓ હાંસલ કરાઇ છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે કામ કરી ગુજરાતના ખેલાડીઓને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડનાર સ્પોર્ટસમેનોની સ્પોર્ટ્સમેનશિપની કેટલીક વાતો.

ગુજરાતના ખેલાડીઓ ટેલેન્ટેડ છે

છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતમાંથી સારા એવા પ્લેયર નેશનલ અને ઇન્ટરેનેશનલ લેવલ સુધી રમી આવ્યા છે. ખાસ કરીને ચેસની રમતમાં દિવસેને દિવસે લોકોનો રસ વધી રહ્યો છે. સ્પોટ્ર્સ ક્ષેત્રે થોડું સારું ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ થાય તો આપણા ખેલાડીઓ સારી પ્રેકિટસ કરી શકે અને તેમનું પરફોર્મન્સ બેસ્ટ બને. મયૂર પટેલ, વાઇસ પ્રેસિડિન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ

ટેલેન્ટને આગળ લાવવા સરકારની મદદ જરૂરી

છેલ્લા સાત આઠ વર્ષથી સ્વિમિંગમાં ગુજરાતના ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંરયા તે ખૂબ જ સારી બાબત છે. સારા ખેલાડીઓને પૈસાના અભાવે રમત છોડવી પડે છે. સરકાર મદદ કરે તો સ્પોટ્ર્સ ક્ષેત્રે હજી સારો વિકાસ થઇ શકે છે. વળી રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વધારેને વધારે ટુર્નામેન્ટ રમાડવી જોઇએ.કમલેશ નાણાવટી, નેશનલ રેફરી, સ્વિમિંગ

સ્પોટ્સમાં લોકોનો રસ વધી રહ્યો છે

આજે કે બાળકો સાથે પેરેન્ટ્સ પણ સ્પોટ્ર્સ એકિટવિટીમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓનું સ્પોટ્ર્સમાં પહેલેથી જ સારું પરફોર્મન્સ છે પણ ટેનિસ લેવલે ડેવલપમેન્ટ થોડા સમયથી જ થયું છે. આપણા ખેલાડીઓ પ્રેકિટસમાં અને ટેક્નિકલ બાબતમાં અન્ય રાજયના ખેલાડીઓ કરતાં આગળ છે પણ કયાંક કોઇ જગ્યાએ આજે તેઓ ફિટનેસની બાબતમાં પાછા પડે છે. પ્રમેશ મોદી, ટેનિસ પ્રોફેશનલ

સ્પોટ્ર્સમાં વેલ-ડેવલપ ગ્રાઉન્ડની જરૂર

ક્રિકેટ, ચેસ, ટેબલ ટેનિસ , ટેનિસ વગેરે રમતમાં ગુજરાતના ખેલાડીઓ પોતાની મહેનત દ્વારા આગળ આવ્યા છે. આપણે ત્યાં સારા ખેલાડીઓ છે અને તેમને ટ્રેઇન કરવા માટે સારા કોચ પણ છે. જરૂર છે સારા ગ્રાઉન્ડની જેમાં દરેક પ્રકારની એડવાન્સ ટેક્નોલોજી હોય જેનાથી તેઓ જે તે રમતમાં અન્ય રાજયો કરતાં એડવાન્સ બને. નીરવ રાજાસૂબા, સ્પોટ્ર્સમેન કાંકરિયા વ્યાયામ શાળા

વધારેને વધારે ટૂર્નામેન્ટનું આયોજન જરૂરી

ક્રિકેટ ક્ષેત્રે મેન્સ એન્ડ વિમેન્સ બંને ટીમનું પરફોર્મન્સ બેસ્ટ છે. ભલે સરકાર તરફથી મર્યાદિત ગ્રાન્ટ મળતી હોય તેમ છતાં ખેલાડીઓ પોતાની જાત મહેનતથી આગળ વધે છે. સારા ફિટનેસ ટ્રેનરો પાસે ટ્રેનિંગ રાખવી જોઇએ અને સરકારે રાજયકક્ષાએ રમતા ખેલાડીઓનું સારી હેલ્થ કલબ સાથે ટાઇઅપ કરી અને ફિટનેસ બાબતે થોડું ઘ્યાન આપવાની જરૂર છે. ગૌતમ શાહ, મેમ્બર વિમેન્સ ક્રિકેટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા

ગુજરાતમાં સ્પોર્ટ્સનો વિકાસ વ્યકિતગત છે

આજે જેટલા પણ સ્પોટ્ર્સમેન આગળ વઘ્યા છે પોતાની જાતમહેનત અને પોતાના ખર્ચે આગળ વઘ્યા છે. તેથી ગુજરાતમાં સ્પોટ્ર્સ ક્ષેત્રે વિકાસ વ્યકિતગત છે તેવું કહીએ તો કાંઇ ખોટું નથી. શૂટિંગના ઇતિહાસની વાત કરીએ તો અમદાવાદમાં શૂટિંગની શરૂઆત સૌ પ્રથમ થઇ હતી. પણ સ્થાનિક કક્ષાએ રમતનું ડેવલોપમેન્ટ કરવા વાળા લોકો ન રહેતા આજે આ ક્ષેત્રે પણ શહેરમાં ગણતરીના લોકો જ છે. અતુલ બારોટ, નેશનલ શૂટર

સ્પોટ્ર્સ ક્ષેત્રે સારી રિસર્ચ લેબની જરૂર

ગુજરાતમાં સ્પોટ્ર્સ વિષયને સ્કૂલ લેવલ સુધી સીમિત રાખવામાં આવે છે.સ્પોટ્ર્સમાં એજયુકેશન લેવલે થોડા ચેન્જિસ કરવાની જરૂર છે. રાજયના ખેલાડીઓ ટેલેન્ટ છે પણ તેમને ટેક્નિકલી એડવાન્સ બનાવવાની જરૂર છે. જેના માટે જરૂર છે એક સ્પોટ્ર્સ રિસર્ચ લેબની જેમાં ખેલાડીઓની રમતો માટે અવનવા રિસર્ચ થાય અને અન્ય રાજયની સરખામણીમાં ખેલાડીઓ ટેક્નિકલી સ્ટ્રોગ બને. બી. ડી. વનાર,ડાયરેકટર ઓફ ફિઝિકલ એજયુકેશન, ગુજરાત યુનિ.

ખેલાડીઓને સારા સ્પોન્સરરની જરૂર

સ્પોટ્ર્સ મેનને સરકાર તરફથી મર્યાદિત ગ્રાન્ટ મળે છે, સારી વ્યકિતગત ટુર્નામેન્ટ પણ રમાતી નથી કે ખેલાડીઓ માટે કોઇ સારા સ્પોન્સરર પણ મળી શકતા નથી. જેના કારણે ગુજરાતના ખેલાડીઓ અન્ય રાજયના ખેલાડીઓની સરખામણીમાં થોડા પાછા પડે છે.બીજા રાજયોમાં જેવી ટુર્નામેન્ટ થાય છે તેવી ટુર્નામેન્ટ અમદાવાદમાં પણ થાય તો ખેલાડીઓને સારા સ્પોન્સરર મળી રહે. એન્થની ગોમ્સ, ટેબલ ટેનિસ કોચ