HomeSpotlightGujarat Day Gujarat Day

આઝાદીના સંઘર્ષમાં ગુજરાતનું મોટું યોગદાન

gujarat_indian_freedom‘ગુજરાતમાં રોયવાદી ચળવળનાં પંચોતેર વર્ષ’ રજૂ કરશે ગુજરાતની ઝાંખી

ભૂતકાળનો ઇતિહાસ અને ભૂતકાળમાં આઝાદી પૂર્વે બનેલી ઘટનાઓની જાણકારી નવી પેઢી માટે ફકત એક સપના અને કોઇ વ્યકિત દ્વારા જાણેલી વાર્તા જેવી છે, કારણ કે અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસની ઝાંખી કોઇ પુસ્તક કે ઇન્ટરનેટ પર રજૂ કરવામાં આવી ન હતી જયારે આજના યુવાવર્ગને આઝાદ દેશની આઝાદી પાછળ કેવી રીતે કામગીરી થઇ છે તેની જાણકારી મળી રહે તે માટે આઝાદી પૂર્વે અને આઝાદી પછી ગુજરાતમાં થયેલી વિવિધ ચળવળને ગૌતમ ઠાકરે ‘સંઘર્ષ, સાધના અને સિદ્ધિ, ‘ગુજરાતમાં રોયવાદી ચળવળનાં પંચોતેર વર્ષ’માં રજૂ કરી છે.

ભૂતકાળને સજીવન કરતાં આ પુસ્તકમાં ૧૯૩૦માં એમ. એન. રોય જે બહુ મોટા વિચારક હતા તે ભારત આવ્યા હતા અને બોમ્બ બનાવવાના ગુના માટે તેમને બ્રિટિશ સરકાર દ્વારા ૬ વર્ષની સજા કરવામાં આવી હતી તેમની દરેક બાબતો ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે, આ સજા દરમિયાન એમ. એન. રોયે જેલમાં રહીને પણ આઝાદી માટેની વિચારધારા પર અનેક આટિર્કલ લખ્યા હતા.

૧૯૩૩માં ગુજરાતના ચન્દ્રકાંત દરુ અને દશરથલાલ ઠાકર જેલમાં ગયા અને તેમણે રોયની વિચારધારા વાંચી અને ત્યારથી રોય વિચારધારાની શરૂઆત થઇ, જેને આજે ૨૦૦૯માં ૭૫ વર્ષ પૂરાં થતાં ગૌતમ ઠાકર દ્વારા ‘ગુજરાતમાં રોયવાદી ચળવળનાં પંચોતેર વર્ષ’ પર પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ૧૯૩૩થી લઇને ૨૦૦૯ સુધીની ગુજરાતની તમામ ચળવળ અને હલચલને આબેહૂબ વાર્તાલાપ સાથે આવરી લેવામાં આવી છે.

આ અંગે ગૌૈતમ ઠાકર કહે છે કે ‘મેં આ પુસ્તક લખવાની શરૂઆત ઓકટોબર ૨૦૦૮થી કરી હતી તે સમયે મારું હાટર્નું ઓપરેશન થયું હોવાથી હું ઘરની બહાર નીકળી શકતો ન હતો. આજે નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન સંસ્થાના ગુજરાતના સેક્રેટરી તરીકે મેં આ પુસ્તક રજૂ કર્યું છે જેમાં ગુજરાતની કટોકટીમાં કયાં કેટલું અને કેવી રીતનું કામ થયું તે દરેક બાબત આવરી લેવામાં આવી છે.

આ ઉપરાંત આ પુસ્તકમાં માનવ અધિકારોની પણ વાત કરવામાં આવી છે જયારે આઝાદી સમયે લડવૈયા દેશ માટે લડી રહ્યા હતા ત્યારે તેમના ઘરની સ્ત્રીની હાલત શું થતી હતી તે કેવી રીતે જીવન જીવતી હતી તે નારીચેતનાને પણ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.’

૫૫૦ પેજનું આ પુસ્તક આઝાદી પૂર્વેથી લઇને આઝાદી પછી અત્યાર સુધીની તમામ બાબતોની એક ઝાંખી રજૂ કરે છે જે ખાસ આજના યુવાનોને જાગ્રત કરવા માટે રજૂ કરવામાં આવી છે. રિટાર્યડ બેન્ક ઓફિસર ગૌતમ ઠાકર વધુમાં કહે છે કે ‘આ પુસ્તક લોકોમાં રજૂ થઇ રહ્યું છે. આ પુસ્તક રન્નાદે પ્રકાશન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ છે.’

ચન્દ્રકાંત દરૂ અને દશરથલાલની મિત્ર બેલડીને યાદ કરી આ પુસ્તકનું વિમોચન એડવોકેટ અને માનવ અધિકારીના લડવૈયા ગિરીશ પટેલ, તંત્રી અને નિરીક્ષક પ્રકાશ ન. શાહ અને વૈશ્વિક માનવવાદના સંપાદક ઉર્વિશ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું.