HomeSpotlightGujarat Day Gujarat Day

સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી

swarnim_gujaratએશિયાની નંબર વન સિવિલ હોસ્પિટલ ધરાવતા શહેરમાં છેલ્લાં ૪૯ વર્ષમાં અનેક કોર્પોરેટ હોસ્પિટલ, લેટેસ્ટ ટ્રીટમેન્ટથી અમદાવાદ ગુજરાતભરમાં જ નહીં પણ દેશભરમાં તેની મેડિકલ ટ્રીટમેન્ટથી પ્રખ્યાત થઇ ગયું છે.

બ્રેઇન ટયુમર, જોઇન્ટ ટ્રાન્સપ્લાન્ટ, ટેસ્ટ ટયૂબ બેબી, કેન્સર, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી વિવિધ ટ્રીટમેન્ટ માટે શહેરીજનોએ ગુજરાત બહાર જવું પડતું હતું.

જયારે સ્વર્ણિમ ગુજરાતનાં ૪૯ વર્ષની વિકાસ ગાથામાં દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અમદાવાદમાં તો થાય છે પણ વિદેશથી લોકો અમદાવાદ સ્પેશિયલ ટ્રીમેન્ટ માટે આવતા થયા છે. આપણા શહેરમાં થયેલા હેલ્થ વિકાસની વાતો આપણા જ શહેરના સિનિયર ડોકટર કરી રહ્યા છે.

વિકાસની વાત કરીએ ત્યારે ગુજરાત કોઇ પણ રીતે પાછળ નથી રહ્યું. ૪૯ વર્ષમાં જયાં એશિયાની નંબર વન સિવિલ હોસ્પિટલે અનેક નવા ડેવલપમેન્ટ અને રિસર્ચ સાથે નવા ડિપાટર્મેન્ટ શરૂ કર્યા છે તો બીજી બાજુ ફાઇવસ્ટાર હોસ્પિટલની લાંબી કતાર અમદાવાદમાં લાગી ગઇ છે.

લોકો પોતાની હેલ્થ માટે વધુમાં વધુ જાગૃત થાય તે માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ૪૯ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે અમદાવાદનો થયેલ અધધ.... વિકાસ અંગે શહેરના રિટાયર્ડ અને સિનિયર ડોકટર મેડિકલ ટ્રીટમેન્ટ, તેમાં તેમને મળેલ ફેસેલિટી અને ૪૯ વર્ષમાં થયેલા વિકાસની વાતો રજૂ કરી રહ્યા છે. જેઓ સ્વિર્ણમ ગુજરાતના વિકાસમાં મેડિકલ ક્ષેત્રે તેમનો ફાળો રજૂ કરતા કહે છે કે, ‘હવે અમદાવાદને મેડિકલ ક્ષેત્રે નંબર વન બનાવવાનું છે.’

ગુજરાતને તમાકુ મુકત બનાવવાનું અમારું સપનું

૧૯૬૫માં ૪૦ બેડથી શરૂ થયેલ કેન્સર હોસ્પિટલમાં આજે ૬૫૦ જેટલા બેડ છે. જે સૌથી મોટું ડેવલપમેન્ટ છે. ગુજરાતમાં દર વર્ષે ૩૫થી ૪૦ હજાર જેટલા લોકોને કેન્સર થાય છે. બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જે લેકોને ગુજરાત બહાર જવું પડતું હતું કે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થાય છે. કેન્સર હોસ્પિટલ માટે સરકાર તરફથી પણ પૂરતું ઘ્યાન આપવામાં આવ્યું છે. જે લોકો હજી પણ કેન્સરની બેઝિક ટ્રીટમેન્ટથી વંચિત છે તેવા લોકો માટે અમે ગામડાઓમાં કેમ્પનું આયોજન કરીએ છીએ. રિસર્ચ અને ડેવલપમેન્ટ પછી હવે અમારે ગુજરાતને તમાકુ મુકત બનાવવું છે. - ડો. પંકજ શાહ, કેન્સર હોસ્પિટલના ડાયરેકટર

ઓર્થોપેડિક શબ્દનો અર્થ લોકોને ખબર ન હતી

હાડકાંનો પ્રોબ્લેમ થાય એટલે હાર્ડવૈધ પાસે જ જવાનું એટલું જ લોકો ગુજરાતની સ્થાપના વખતે સમજતા હતા. સામાન્ય લોકો જ નહીં એમબીબીએસ થયેલા ડોકટરને પણ ઓર્થોપેડિકનો મતલબ ખબર ન હતી. ૧૯૭૮માં દૂરબીનથી ઓપરેશન કરવાની શરૂઆત ભારતભરમાં મેં કરી હતી. આજે પણ ગુજરાતમાં વર્ષે ૫૦૦૦ જેટલા જોઇન્ટ રિપ્લેસમેન્ટનાં ઓપરેશન કરવામાં આવે છે. જોઇન્ટ રિપ્લેસમેન્ટ માટે અમદાવાદ વિદેશમાં પણ મોખરે છે. અમદાવાદમાં અત્યારે ફાઇવસ્ટાર ફેસેલિટી મળી રહે છે પણ નાના શહેરના લોકો હજી પણ કેટલીક બેઝિક ટ્રીટમેન્ટથી અજાણ છે. જેના પાછળનું કારણ હેલ્થ માટે સરકાર તરફથી માત્ર ૩ ટકા બજેટ ફાળવવામાં આવે છે. - ડો. પ્રવીણ કાનાબાર, વી.એસ.ના ઓર્થો. ડિપાટર્મેન્ટના નિવૃત્ત ડિન

નંબર વન કિડની હોસ્પિટલ અમદાવાદમાં છે

ગુજરાતની સ્થાપના થઇ ત્યારે સિવિલમાં કિડની માટે ફકત એક નાનો ડિપાટર્મેન્ટ હતો. આજે કિડની હોસ્પિટલ અને ઇન્સ્ટિટયૂટ ઓપન થઇ ગઇ છે. ત્રણ વર્ષમાં અમે ૨૭૦થી પણ વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કર્યા છે. દુનિયાની નંબર વન કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે જે મેડિકલ ક્ષેત્રની પ્રગતિ જ દર્શાવે છે. ૪૦૦ બેડની કિડની હોસ્પિટલે અનેક તજજ્ઞો પણ તૈયાર કર્યા છે. ૧૯૭૭માં હું જયારે કિડનીમાં જોડાયો ત્યારે એક આખું અને એક અડધું ડાયાલિસીસનું મશીન ચાલતું હતું. કિડની હોસ્પિટલ માટે ઘણું કામ થયું છે પણ આ કામ ગુજરાતના છેડા સુધી હજી પહોંચ્યું નથી. - ડો. એચ.એલ. ત્રિવેદી, કિડની ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર

ઇન્ડિયાની ૧૩મી ડેન્ટલ કોલેજ અમદાવાદમાં ખૂલી

૧૯૬૭માં ઇન્ડિયાની ૧૩મી ડેન્ટલ કોલેજ અમદાવાદમાં ખૂલી હતી. આજે ૨૮૦થી પણ વધારે ડેન્ટલ કોલેજો ઇન્ડિયામાં છે. અવેરનેસ અને યોગ્ય પ્રમાણનું કામ થયું છે માટે જ આટલી પ્રગતિ થઇ છે. અમે તો દાંતમાં ચાંદી ભરવાનું મશીન પગથી ચલાવતા હતા. ‘પાયોરિયા’ જેવી બીમારીના ઓપેરેશન માટે લોકો જાગત ન હતા. આજથી ૩૦ વર્ષ પહેલાં ઘણાં પ્રોબ્લેમ હતા. ૧૯૭૦માં અમે ડેન્ટલ હોસ્પિટલના નવા બિલ્ડિંગની સ્થાપના કરી હતી. સરકાર દ્વારા કામ થાય છે, છતાં પણ ગુજરાતમાં ૨૮ ડિસ્ટ્રિકટમાં જ ડેન્ટલ કિલનિક છે જે વધારવાની જરૂરી છે. આ માટે ૨૦૦૨માં ગવર્નમેન્ટને મેં સજેશન બુક સબમિટ કરી હતી. જેનાથી ઘણા સુધારા આવ્યા છે. - ડો. એસ. જે. સંઘવી, રિટાયર્ડ ડેન્ટલ પ્રોફેસર

ડેવલપમેન્ટ ઘણું પણ નર્સિંગ સ્ટાફની કમી છે

ગુજરાતની સ્થાપના સમયે સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર ભાગ્યે જ જોવા મળતા હતા. વિવિધ પ્રકારની સર્જરીમાં ઘણાં આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે ડોકટર પણ છે. પરંતુ આ બધામાં ગરીબોને જોઇએ તેટલો લાભ મળતો નથી. કણાટર્ક અને આન્ધ્ર પ્રદેશમાં ગરીબો માટે સ્પેશિયલ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢવામાં આવી છે. અમદાવાદમાં સરકાર દ્વારા ગરીબો માટે કંઇ કરવામાં આવતું નથી. મ્યુનિ. હોસ્પિટલમાં પહેલાં ફ્રી ટ્રીટમેન્ટ થતી હતી અત્યારે તો ત્યાં પણ નજીવો ચાર્ચ લેવામાં આવે છે. મેડિકલક્ષેત્રે ડેવલપમેન્ટ ઘણું છે પણ નર્સિંગ ફેસિલિટી બહુ ઓછી છે. પ્રોપર ટ્રેનિંગ ધરાવતી નર્સોની અમદાવાદમાં ખૂબ જ કમી છે. - ડો. રમેશ પારેખ, જનરલ સર્જન

અવેરનેસ અત્યારે પણ નથી

અમેરિકામાં સાઇકોલોજિસ્ટ પણ ફેમિલી ડોકટરની જેમ હોય છે. સ્વભાવમાં થોડો ચેન્જ આવે કે તરત જ ફેમિલીના સાઇકોલોજિસ્ટનો સંપર્ક કરતા હોય છે. મારા સમયમાં સાઇકોલોજિસ્ટને લોકો ભણતરના ભાગ સ્વરૂપે લેતા હતા. અત્યારે આ ફિલ્ડમાં અવેરનેસ આવી છે પણ હજી ઘણી ઓછી છે. કારણ કે હિપ્નોટીઝમ માટે સરકાર તરફથી કોઇ ઘ્યાન આપવામાં આવ્યું નથી. હિપ્નોટીઝમમાં ગુજરાતમાં સૌથી વધારે કામ મેં કર્યુ છે. છતાં પણ આજે ઘણા લોકો આ બાબતને જાણી નથી શકયા. સાઇકોલોજિસ્ટ ડિપાટર્મેન્ટ એક રિધમ પ્રમાણે ચાલતું હતું. પેશન્ટને સમજાવાની કોશિશ કયારેય કરવામાં આવતી જ ન હતી. - ડો. પી. ટી. ભીમાણી, સાઇકોલોજિસ્ટ એન્ડ હિપનોટિસ્ટ

મેં કર્યો લકવાને સંપૂર્ણ નાબૂદ

મેડિકલમાં દરેક સેકટરમાં એડવાન્સ ટ્રીટમેન્ટ અત્યારે શરૂ થઇ ગઇ છે. ૧૯૯૬માં અમેરિકાએ થ્રોમ્બો લાઇટિક થેરાપી વિકસાવી હતી જેનાથી લકવો સંપૂર્ણ પણે નાબૂદ થઇ જતો હતો. ગુજરાતના લોકોને આ ટ્રીટમેન્ટનો લાભ મળી રહે તે માટે અમેરિકા જઇને આ થેરાપીનું જ્ઞાન મેં લીધું અને અમદાવાદમાં ૨૦૦૨માં મેં પહેલો કેસ સોલ્વ કર્યોહતો. વીસ વર્ષ પહેલાં જે સપનામાં પણ વિચારતા ન હતાં તે દરેક વસ્તું આજે મેડિકલમાં શકય બની ગઇ છે. કંપાવતની સર્જર્રી જેના માટે કેટલાંક પેશન્ટને બોમ્બે મોકલવા પડે છે હવે તેમાં વિકાસ કરવાની જરૂરિયાત છે. - ડો. સુધીર શાહ, ન્યુરો ફિઝિશિયન

અમદાવાદમાં આજે પણ ઘરમાં ડિલિવરી થાય છે

ગાઇનેક ફિલ્ડમાં સકસેસ રેશિયો ઘણો હાઈ છે. ગામડાંમાં કોઇ પણ પ્રકારના ડોકટરનો સંપર્ક કર્યા વગર ઘરમાં ડિલિવરી કરાવતા લોકો આજે બીજા ગામ અને શહેરમાં જઇને ડોકટરનો સંપર્ક સાધવા લાગ્યા છે. જયાં ગામડાંના લોકોમાં અવેરનેસ આવી છે ત્યાં શહેરમાં રૂરલ એરિયામાં હજી પણ કેટલાંક ઘરોમાં બાળકનો જન્મ થાય છે. ૧૯૭૪માં મેં પહેલી વાર લેપ્રોસ્કોપથી ફેમિલી પ્લાનિંગનું ઓપેરશન કર્યુ હતું. ટેસ્ટ ટયૂબ બેબી, લેપ્રોસ્કોપી જેવા આધુનિક સાધનોથી આજે દરેક સ્ત્રી માતા બનવાનું સોભાગ્ય ધારણ કરી શકે છે. સરકાર દ્વારા પણ ચીરંજીવી યોજના કરવામાં આવી છે જેથી રૂરલ એરિયાની સ્ત્રી ટ્રીટમેન્ટનો લાભ લઇ શકે છે. - ડો. વિલાસબહેન મહેતા, ગાઇનેક