HomeSpotlightGujarat Day Gujarat Day

આઝાદી અગાઉ દોહાદનો કોળીવાડ બળી ગયો હતો : માણેકલાલ પંચાલ

maneklal panchalદાહોદના સોનીવાડમાં રહેતાં અને ૯૨ વર્ષની જૈફ વયે પહોંચેલા પંચાલ સમાજના અગ્રણી માણેકલાલ ગોબરજી પંચાલે જુના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે આઝાદીના સમયે ખાણી પીણી ચોખ્ખી મળતી હતી. હાલમાં તો પાણી પણ વેચાતું લેવું પડે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઝાદી અગાઉ દાહોદ કોળીવાડ આખે આખુ બળી ગયું હતું તે સમયે આ વિસ્તારમાં ભારે તારાજી સર્જાઇ હતી.

માણેકલાલ ભાઇએ જુના સમયની જાણકારી આપતા જણાવ્યું હતું કે ડાલડા ઘી શું હોય છે તે સમયે કોઇને ખબર પણ નહતી અને શુઘ્ધ દેશી ઘી ચાખ્યા બાદ જ તેનો ભાવ નક્કી કરાતો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં દાહોદ છે તેના કરતા આઝાદીના સમયે માત્ર માત્ર ૧૦ ટકા જ દાહોદ હતું અને નાનુ ગામ હતું.

નગર પાલિકા પાસે એક વડલો હતો અને ત્યાં ઘંટ લટકાવેલો હતો. ગામમાં જયારેય આગ લાગતી તો તે ઘંટ વગાડવામાં આવતો લોકો ભેગા થતા અને ફાયરની હાથથી ચાલતી ગાડી લઇને આગ બુઝાવાતી હતી. માણેકલાલ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે દાહોદમાં તે સમયે માત્ર ડો. હરીલાલનું દવાખાનું હતું.

બીમારીમાં સૌ ગામ લોકો તેમને ત્યાં જતાં હતા.માણેકલાલ ભાઇએ હાલ મોંઘવારી બહુ હોવાનું જણાવી પોતાની વાત આગળ કહેતા જણાવ્યું હતું કે ખેડૂતો પહેલાં અનાજ લઇને આવતા તે અનાજનો વેપાર ઢગલાબંધ થતો હતો અને તે સમયે ર રૂ. શેર દુધ મળતુ હતું. માણેકલાલભાઇની પત્નીને ગુજરી ગયાને ત્રણ વર્ષ જેટલો સમય થયો છે તેમને વસ્તારમાં ચાર છોકરા અને બે છોકરીઓ હોવાનુ જણાવ્યું હતું.