HomeSpotlightGujarat Day Gujarat Day

આજે ગુજરાતનો વિકાસ અમીનો ઓડકાર આપે છે: પેથલજીભાઇ ચાવડા

vgજૈફ વયે પહોંચેલા જૂનાગઢના અગ્રણી કેળવણીકાર કહે છે કે, ગુજરાતનાં સ્થાપના કાળ પૂર્વે સ્થાનિક પ્રશ્નોનાં નિરાકરણ માટે જોજનો દુર લાંબુ થવું પડતું

પહેલા સ્થાનિક પ્રશ્નોનાં નિરાકરણ માટે ફાઇલ કલીયર કરાવવા છેક પુના-મુંબઇમાં બેઠેલા અધિકારીઓ સુધી લાંબા થવું પડતું. સ્થાનિક મુશ્કેલીઓ નિવારવા અંગેનો ઘુંટડો તેમના ગળે ઉતારવો મહામુશ્કેલ હતો. આવા સંજોગોમાં અલગ ગુજરાતની માંગણી અનિવાર્ય થઇ પડી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક સહિતનાં આગેવાનોએ જે બીડુ ઝડપ્યું તેના લીધે જ હોળીમાં બેસીને આપણે નદીઓ નથી ઓળંગવી પડતી કે નથી ભાષાની મુશ્કેલી પડતી. તેમ જૈફ વયે પહોંચેલા જૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાએ અલગ સ્થાપના બાદ થયેલ ગુજરાત રાજયનાં વિકાસ અંગે ભારોભાર સંતોષ વ્યકત કર્યોહતો.

chavdaજૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર પેથલજીભાઇ ચાવડાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રનાં સ્થાનિક પ્રશ્નો અંગે મુંબઇ-પુના સુધી લાંબુ થવું અનેક મુશ્કેલીઓ વેઠવી આ તમામ બાબતો વચ્ચે ૫૦ વર્ષે પૂર્વ અલગ ગુજરાતની માંગ સાથે ઇન્દુલાલ યાજ્ઞિક સહિતનાંઓએ લડાઇ ઉપાડી અને અંતે ગુજરાત રાજયનો જન્મ થયો.

ગુજરાત રાજયનાં સ્થાપના કાળ બાદ લોકશાહીની કેડીએ ગુજરાતનો નોંધપાત્ર વિકાસ થયો છે. અને આવનારા દિવસોમાં પણ ગુજરાતનું ભાવી ઉજજવળ છે.તેમણે કહ્યું કે, ગુજરાત રાજયનાં સ્થાપના કાળ પૂર્વે કેટલાક કામો માટે ભાષાની મુશ્કેલી પણ નડતી. પરંતુ અલગ ગુજરાતનાં જે સ્વપ્નો જોયા હતા તે સઘ્ધિ થઇ રહ્યા હોય તેવું લાગે છે. અને આજનું ગુજરાત મનમાં સંતોષ ઉપજાવે તેવું છે.

તેમણે એ વખતનાં અમલદારોને આજની સરખામણીમાં વધુ નિષ્ઠાવાન અને ખંતીલા ગણાવ્યા હતા. ઉપરાંત એ વખતે તેમના ગામ પાસે માર્ગ ઉપરથી નિકળતી મિલ્ટ્રીનાં જવાનોને એ ભૂલ્યા નથી.