HomeSpotlightGujarat Day Gujarat Day

ઝડપી ન્યાયથી લોકોમાં વધશે વિશ્વાસ

justice_gujarat૪૯ વર્ષની ગુજરાતની વિકાસગાથાના સમયગાળા દરમિયાન કાયદાકીયક્ષેત્રે પણ ઘણા નવા કાયદાઓ આવ્યા, સાથે સારા એવા પ્રમાણમાં પરિવર્તન પણ થયાં છે. ફાસ્ટટ્રેક કોર્ટ, નાઇટ કોર્ટ અને મીડિયેશન સેન્ટરોને કારણે કાયદાકીય પ્રક્રિયાઓ પણ ઝડપી બની છે ત્યારે ગુજરાતની વિકાસગાથામાં ૪૯ વર્ષમાં કાયદામાં થયેલાં પરિવર્તનની એક ઝાંખી સિનિયર વકીલ, રિટાયર્ડ જજ અને લો પ્રોફેસરની નજરે.

ગુનાખોરી સામે ન્યાય મેળવવાની બાબતમાં લોકોમાં દિવસેને દિવસે જાગ્રતિ વધી રહી છે તેને લઇને કાયદામાં પણ દિવસેને દિવસે કાયદાકીય પરિવર્તનો થઇ રહ્યા છે સાથે નવા કાયદાઓ પણ અમલી થઇ રહ્યા છે. લો એન્ડ ઓર્ડરના ક્ષેત્રમાં ન્યાયી અદાલતો વધી રહી છે.

સાથે કાયદાકીય કામ ઝડપી થાય અને કોર્ટમાં કામનું ભારણ ઓછું થાય તે માટે નાઇટ કોર્ટ, ફાસ્ટટ્રેક કોર્ટ, લોક અદાલત અને મીડિયેશન સેન્ટર શરૂ થયાં છે જેને કારણે કાયદાની કામગીરી ઝડપી બનાવી છે ત્યારે કાયદા સાથે લાંબા સમયથી સંકળાયેલા શહેરના સિનિયર વકીલ, રિટાયર્ડ જજ અને લો પ્રોફેસર સાથે લો એન્ડ ઓર્ડરની ૪૯ વર્ષની કેટલીક વાતો.

કેસના ઝડપી નિકાલમાં ઘણો ફાયદો થશે

છેલ્લાં ૪૯ વર્ષમાં કાયદાકીયક્ષેત્રે આવકારદાયક પરિવર્તનો આવ્યાં છે, તેમાં પણ તાજેતરમાં કેસના ઝડપી નિકાલ માટે શરૂ કરવામાં આવેલ મીડિયેટર સેન્ટરથી આગામી સમયમાં કેસના ઝડપી નિકાલમાં ઘણો ફાયદો થશે. ફાસ્ટ લાઇફસ્ટાઇલ સાથે કાયદાકીય પ્રક્રિયાઓ પણ ઝડપી બની રહી છે ત્યારે હવે માત્ર જરૂર છે થોડી નવી કોટર્ની. - દીપક શુકલ, (લો કોલેજ પ્રોફેસર, હાઇકોર્ટ વકીલ)

કાયદાની અસરકારતા વધી છે

આજે અડધી સદીના દાયકામાં કાયદાકીય ક્ષેત્રે ઘણા નવા કાયદા ઉમેરાયા, સાથે કાયદાકીય પ્રક્રિયામાં પરિવર્તન પણ આવ્યું છે, જેના કારણે કાયદાનો અસરકારક અમલ વઘ્યો છે. આજે લોકોને અન્યાય થાય ત્યારે તરત જ અદાલતના દરવાજા પર પોતાના અધિકારની લડત માટે પહોંચી જાય છે તે જ લોકોમાં ન્યાતંત્ર માટેનો વિશ્વાસ બતાવે છે. - વિપુલ પંચોલી, ( પ્રોફેસર, એલ.એ. શાહ લો કોલેજ)

જરૂર છે પૂરતી અદાલતોની

સમય સાથે પરિવર્તનો થઇ રહ્યા છે, જૂની અદાલતો નવા રંગરૂપમાં ફેરવાઇ ગઇ છે જે સમય અને પરિવર્તન સાથે જરૂરી છે પણ આજે કોર્ટની સંખ્યા પૂરતી નથી. ગણતરીનાં બિલ્ડિંગ સુધારવાં કરતાં નવી અદાલતો બનાવી કાયદાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જરૂરી છે. નવી અદાલતો બનશે તો કેસોનો ઝડપી નિકાલ થશે અને લોકોને ન્યાતંત્રમાં વધુ વિશ્વાસ બેસશે. - ચીનુભાઇ જાની, (રિયાર્ટડ જજ હાઇકોર્ટ)

લોકોમાં કાયદાની જાગ્રતિ વધી

કાયદાકીય દ્રષ્ટિએ જોઇએ તો છેલ્લાં ૫૦ વર્ષમાં અસરકાર કાયદાઓ બન્યા છે. પ્રજામાં પણ પહેલાં કરતાં કાયદાની દ્રષ્ટિએ જાગ્રતિ વધી છે.

ગુજરાતની સ્થાપના બાદ કાયદાકીય દ્રષ્ટિએ તો સંખ્યાબંધ નવા ફેરફારો થયા છે તેમ છતાં સરકારી વકીલોની ઓછી સંખ્યાને કારણે જોઇએ તેટલી ઝડપથી કામગીરી થતી નથી તેમાં થોડા સુધારાની જરૂર છે. - અનિલ કેલ્લા , ચેરમેન ફાઇનાન્સ, કમિટી બાર કાઉન્સિલ એસોસિયેશનક

હજી નવા સારા કાયદાની જરૂર છે

કાયદામાં પરિર્વતનો પણ થયાં છે સાથે કેટલાક નવા કાયદા પણ ઘડવામાં આવ્યા છે તેમ છતાં જોઇએ તેટલી અસરકારક રીતે તેનો અમલ થતો નથી, જેના કારણે કોર્ટમાં કેસોનો ભરાવો થતો જાય છે અને લોકોને કાયદાકીય પ્રક્રિયા લાંબી લાગે છે તેથી બદલાતા સમય સાથે ન્યાયી પ્રક્રિયા ઝડપી બને તે માટે અસરકારક કાયદાની જરૂર છે. - ઉષા રાણા , વકીલ

લોકોમાં કાયદા પ્રત્યે જાગ્રતિ વધી

બદલાતા સમય સાથે લોકોમાં કાયદા અંગેની જાગ્રતિ વધી છે જેના કારણે લોકો કાયદાનું બને તેટલું પાલન કરતાં થયાં છે. કાયદાની વ્યવસ્થા વધારે મજબૂત બનાવવા અને વધારે લોકો કાયદાકીયક્ષેત્રે જાગ્રત બને તે માટે કાયદાકીય શિબિરો યોજવી જોઇએ જેથી વધારેને વધારે લોકો જાગ્રત બને, વળી દરેક ક્ષેત્રમાં છેલ્લાં ૪૯ વર્ષથી આવેલાં પરિવર્તનોમાં કાયદાકીયક્ષેત્રે થયેલાં પરિવર્તનો નોંધપાત્ર છે. - જીતેન ચૌહાણ, (નિવૃત્ત જજ )

લોકશાહીની સર્વોપરિતા ઘટી રહી છે

ન્યાતંત્ર પર છેલ્લા થોડાઘણા સમયથી લોકશાહીની સર્વોપરિતા ઘટી રહી છે. કોર્ટની ઓછી સંખ્યા સામે કેસોનો ભરાવો વધી રહ્યો છે જેના કારણે લોકોનો ન્યાતંત્ર પરથી દિવસેને દિવસે વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે. ન્યાયતંત્ર મજબૂત બનાવવા માટે કોર્ટની સંખ્યા વધારવી જોઇએ.સારા અનુભવી જજ અને સરકારી વકીલોની નિમણૂક કરી કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવવી જોઇએ. - ભરત શાહ,એકસ વાઇસ પ્રેસિડેન્ટ બાર કાઉન્સિલ