
Spotlight
Gujarat Day Gujarat Day
અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ગુજરાત ઔધોગિક ક્ષેત્રે જ આગળ છે. પરંતુ નવા રિપોર્ટ અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં કૃષિક્ષેત્રે પણ ગુજરાતે નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના રિપોર્ટ અનુસાર વર્ષ 2000-01થી 2007-08 સુધીમાં કૃષિક્ષેત્રની વૃધ્ધિ બાબતમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે.
આઇએફપીઆરઇના રિપોર્ટ મુજબ કૃષિ સંબંધી પાયાની સગવડો જેમ કે સિંચાઇ, વિજળી ક્ષેત્રે વ્યાપક રોકાણના કારણે કૃષિ ઉત્પાદન બાબતમાં ગુજરાતે 9.6 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે. જ્યારે 8.9 ટકાની વૃધ્ધિ સાથે રાજસ્થાન બીજા સ્થાન પર છે.
ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને રિપોર્ટના લેખક અશોક ગુલાટીએ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં શાનદાર વૃધ્ધિનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો છે.
બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં અગ્રણી મનાતા પંજાબ રાષ્ટ્રીય સરેરાશથી પણ પાછળ છે. આઇએફપીઆરઆઇ દ્વારા કરવામાં આવેલી 19 રાજ્યોની સમીક્ષામાં પંજાબ 13માં સ્થાન પર છે.