HomeSpotlightGujarat Day Gujarat Day

હેપ્પી બર્થ-ડે ગુજરાત બોલ્યું અમદાવાદ...

happy_bitrthday_gujaratગુજરાત રાજયની સ્થાપનાનું સુવર્ણજયંતી વર્ષ શુક્રવારે શરૂ થયું તે નિમિત્તે અમદાવાદનાં મણિનગર ખાતે સ્વામીનારાયણ કુમકુમ મંદિરના યુવાન સત્સંગીઓએ ૧૫ ફૂટ જેટલી વિરાટ રંગોળી દ્વારા રાજયની ગરિમાનો સંદેશ આપ્યો હતો.

ઉપરાંત રજવાડુંમાં પણ ગુજરાતના સ્થાપના દિવસે ત્યાં આવેલા મહેમાનોએ મીણબતી પ્રગટાવી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ રાજયની ઉન્નાતિની પ્રાર્થના કરી હતી.

રાજપથ કલબમાં પણ સભ્યોએ એકબીજાને શુભેરછાઓ આપી ગુજરાતનો જન્મદિવસ ઊજવ્યો હતો, ભારે પવન હોવા છતાં પણ સભ્યોએ મીણબતી પ્રગટાવી ગુજરાતની ખુશાલી અને વિકાસની કામના કરી હતી.