HomeSpotlightGujarat Day Gujarat Day

શહેરો આશાની ભૂશિર,ગામડાં હજુ અટુલા

પચાસ વર્ષમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે સંતોષકારક પ્રગતિ સાધી છે પણ ગ્રામીણ આરોગ્ય સેવા ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. આજથી થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાંથી જટિલ કેસના ઉકેલ માટે લોકો મુંબઈ, અમેરિકા કે ઈગ્લેન્ડ તરફ દોટ મૂકતા હતા પણ હવે સ્થિતિ બદલાઇ છે.

ઘરઆંગણે પ્રોફેશનલી ટ્રેઈન્ડ એકસપર્ટ્સ દ્વારા હૃદયરોગની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ છે. તદુપરાંત ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કિડની, લીવર તથા અન્ય પ્રકારના ટ્રાન્સપ્લાન્ટેશન કુશળતાપૂર્વક કરવામાં આવે છે. આજકાલ ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વાયરો વાયો છે. આ મેડિકલ ટૂરિઝમના મૂળ આપણે ત્યાં સસ્તા દરે ઉપલબ્ધ થતી શ્રેષ્ઠ તબીબી સારવારમાં રહેલાં છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં વર્ષે ૩૦થી ૪૦ હજાર ડાયાલિસસિ કરવામાં આવે છે. અમે લીવર ડિસીઝ વિશે સમજણ ઊભી કરી રહ્યા છીએ. નવી સદીમાં ગુજરાતમાં કિલનિકલ કેર વધુ સઘન અને સુદ્દઢ બની છે.

બ્લડ ટ્રાન્સફયૂઝન સર્વિસસિ સુરક્ષિત રીતે ઉપલબ્ધ છે. આપણે ત્યાં ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીનો સારો એવો વિકાસ થયો છે. તેના લીધે તબીબી સારવાર વધુ સરળ બની છે. છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતના મોટાં શહેરોમાં કોર્પોરેટ હોસ્પિટલોની શરૂઆત અને વિકાસ થયો છે.

પણ આપણા અંતરિયાળ વિસ્તારોમાં હાલમાં પણ પૂરતી અને જરૂરી પ્રાથમિક આરોગ્ય સારવાર સુવિધાનો અભાવ વર્તાય છે. છેવાડાના દદીર્ઓ સુધી આધુનિક તબીબી સારવાર સરળતાથી પહોંચવી જોઈએ. આ સારવાર ઉપલબ્ધ થઈ શકે એ માટે સરકાર તબીબોને મેડિકલ પ્રેકિટસ ચોક્કસ જગ્યાએ કરવાની ફરજ પાડતો કાયદો ઘડવાની હતી.

મારી દ્દષ્ટિએ આ અયોગ્ય છે. કોઈ ડૉકટરને મેડિકલ પ્રેકિટસ કયાં કરવી તે કાયદાની રૂએ સરકાર કેવી રીતે નક્કી કરી શકે? આ યોગ્ય પગલું ન ગણી શકાય. હા, મેડિકલ પ્રેકિટસ પર સરકારી અંકુશ જરૂર હોવો જોઈએ. તેના માટેના કાયદાનો ચુસ્તપણે અમલ થવો જોઇએ.

આપણે ત્યાંના નિયમો હળવા છે તેને બદલવાની અને સુધારવાની જરૂર જણાય છે. જેમ કે આપણે ત્યાં મેડિકો લીગલ કેસની ઓટોપ્સી કરવામાં આવે છે તેવી જ રીતે સર્જરી કરાવ્યા પછીના થોડા દિવસમાં દર્દી મૃત્યુ પામે તો તેવા દરેક કિસ્સામાં તેની ઓટોપ્સી ફરજિયાત પણે થાય તેવો કાયદો ઘડાવો જોઈએ. મેડિકલ પ્રેકિટસ કયાં કરવી-થવી જોઈએ? એનો કાયદો ઘડવા કરતાં કવોલિટી પ્રેકિટસ કેવી રીતે કરી શકાય? એ અંગેનો કાયદો ઘડવો જોઈએ.

ઇ-મેડિકલ સાયન્સીસમાં હૃદય, કિડની, લીવરના ક્ષેત્રે આપણો શ્રેષ્ઠ દેખાવ છે પણ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન, હિમેટોલોજી, ઈમ્યુનોલોજી, ન્યૂરોલોજી-ન્યૂરોસાયન્સીસમાં થોડા પાછળ છીએ. આવી જ ટ્રોમાના ક્ષેત્રે પણ આપણે પાછળ પડીએ છીએ. આ માટે રાજય સ્તરે ટ્રોમાનું એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાની જરૂર છે.

જેવી રીતે ગુજરાતમાં ૧૦૮ ઈમર્જન્સી સર્વિસ શરૂ કરવામાં આવી તેવી જ રીતે ટ્રોમા માટે કરવું જોઈએ. એ આપણી સરકારની સસ્ટિમમાં બિલ્ટ-ઈન હોવું જોઈએ.

ગ્રામીણ આરોગ્ય સેવાને સુધારવા માટે સરકાર ખાનગી કંપનીઓની મદદ લઈ શકે છે. પણ પછી તેના પર સંપૂર્ણપણે સરકારી અંકુશ હોવો જોઈએ. આના માટે આપણે કયુબા મોડલ અપનાવી શકીએ છીએ. દવા બનાવતી ખાનગી કંપનીઓના સહયોગથી ટચૂકડા કયુબાએ રૂરલ હેલ્થ સર્વિસીસ ક્ષેત્રે મહત્ત્વની અને પ્રશંસનીય સદ્ધિઓ હાંસલ કરી છે.

સરકારે સેલ્ફ ફાયનાન્સ મેડિકલ શિક્ષણને બહાલી ન આપવી જોઈએ. નહિ તો ઓપન મેરિટના કાયદા બદલવા પડે જે શકય નથી. એટલા માટે સેલ્ફ ફાયનાન્સ મેડિકલ શિક્ષણ ન થવું જોઈએ. પરંતુ અમેરિકન યુનિવર્સિટીનું મેડિકલ કોલેજનું મોડલ અપનાવી શકાય તેમ છે. (લેખક વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ છે.)