HomeSpotlightGujarat Day Gujarat Day

પાયો મજબુત કરવાની આવશ્યકતા

iim ahmedabadરાજયમાં કુલ ૩૯, ૦૬૪ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૮૨,૬૪,૦૦૦ જેટલાં વિધાર્થીઓ ભણે છે. પરંતુ સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે ભણતર અડધેથી છોડીને કામધંધે લાગી જતાં બાળકોનું પ્રમાણ એક દાયકા પૂર્વે ૩૫.૪૦ ટકા જેટલું હતું. તેમાં ધરખમ ઘટાડો લાવીને એ પ્રમાણ હવે માત્ર ૩.૨૪ ટકા જેટલું લાવવામાં સફળતા મળી છે. … રાજયમાં માઘ્યમિક અને ઉરચતર માઘ્યમિક શાળાઓની સંખ્યા ૭૯૬૭ અને તેમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની સંખ્યા ૨૫,૩૭,૦૦૦ જેટલી છે. જયારે ઉરચ અભ્યાસની સુવિધા આપતી ૯૦૩ જેટલી કોલેજોમાં ૫,૨૧,૦૦૦ જેટલાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આમ રાજયમાં કુલ ૧ કરોડ ૧૩ લાખ ૨૨હજાર જેટલાં એટલે કે કુલ વસતીના ૨૨.૩૭ ટકા વિધાર્થીઓ છે.

ટેકિનકલ અને મેનેજમેન્ટ એજયુકેશન ક્ષેત્રે રહેલાં ઉજજવળ ભાવિને પારખીને ગુજરાતના વિધાર્થીઓને એ માટેની પૂરતી સુવિધા મળી રહે છે. ગુજરાતમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકોની સંખ્યા ૧૫,૬૯૧, આર્કિટેકચર કોલેજોમાં બેઠકોની સંખ્યા ૨૬૦, ૩૭૦૫ જેટલી બેઠકો ફાર્મસી કોલેજમાં જયારે એમબીએ અને એમસીએનું શિક્ષણ આપતી કોલેજોમાં ૬૨૦૦ બેઠકો છે.

આરોગ્ય અંગે રાજયનું વિકાસચિત્ર અન્ય ક્ષેત્રોની માફક બુલંદ જણાતું નથી. ગુજરાતમાં કુલ ૧૦૭૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૨૭૩ સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી) અને ૨૫ જેટલી જિલ્લા હોસ્પિટલો આવેલી છે. આ ઉપરાંત ૩૦ જેટલી વિશેષ રોગોની હોસ્પિટલો પણ છે. જોકે તેની સરખામણીએ ખાનગી સ્તરે થયેલો હોસ્પિટલોનો વિકાસ જોતાં સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અપૂરતી જણાય છે.

જોકે આરોગ્યલક્ષી જાગૃતિ વધવાના કારણે રાજયમાં બાળમરણનું પ્રમાણ ઘણાં મોટા પ્રમાણમાં ઘટાડી દેવામાં આવ્યું છે. ૧૯૭૧માં પ્રત્યેક ૧૦૦૦ બાળકો પૈકી ૧૬ બાળકો વિવિધ રોગોના કારણે મૃત્યુને ભેટતા હતા. આ પ્રમાણ હવે ઘટીને ૭ બાળક જેટલું રહ્યું છે. એ જ રીતે પ્રસુતિ વખતે જ કસુવાવડ થઇ જવાનું પ્રમાણ પણ ઘણે ખરે અંશે ઘટી ગયું છે. જોકે રાજયમાં સ્ત્રી-પુરુષની સંખ્યાનો સંતુલન દર ઘણો ઓછો છે.

રાજયમાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. રાજયના ૨૬ ટકા વિસ્તારોમાં પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઊચું જણાયું છે. પરિણામે રાજય પીવાના પાણી માટે ઘણા ખરા અંશે સરદાર સરોવર યોજના પર નિર્ભર રહે છે. જોકે છેલ્લાં એક દાયકાથી ચેકડેમ અને કૂવા રિચાિર્જંગ કાર્યક્રમો વડે સ્વૈરિછક સંસ્થાઓએ ભગીરથ પુરુષાર્થ કર્યોછે. જેનાં પરિણામે ક્ષારગ્રસ્ત વિસ્તારો પૈકી ૫૮ ટકા વિસ્તારોની જમીનના તળ રિચાર્જ થવાથી ક્ષારનું પ્રમાણ ઘટયું છે.

(માહિતીસ્રોત: સોશિયો-ઇકોનોમિક રિવ્યૂ, ૨૦૦૬-૦૭, ગુજરાત સરકાર )