
Spotlight
Gujarat Day Gujarat Day
એ હાલો ફરવા: એલટીસી હોય કે કંડકટેડ ટૂર, હકડેઠઠ સામાન, ખાખરા, થેપલાં, સૂકી ભાજી, અથાણાંનો ખજાનો એફિલ ટાવર નીચે ખોલીને બેસે! વર્લ્ડમાં વર્લ્ડ બેસ્ટ આઈટમું કયાં મળે, એ પણ આપણને મોંઢે જ હોય!
લગનગાળો: દેવ દિવાળી જાય કે તરત ‘રૂબરૂ મલ્યા તુલ્ય’ કંકોત્રીઓનો ઢગલો થવા માંડે! ચાર દિવસ અગાઉ પહોંચીને ‘કંઈ કામ હોય તો કહેજો’ના લહેકા સાથે કોનાં છોકરાં પરણાવવાના છે, અમારા પ્રસંગમાં કેમ નહોતા આવ્યા તેનાં ધોખા કરવા, અડવાણી આવશે કે કેમ વગેરે જેવી વ્યવહારની વાતો માટે લગનગાળો બેસ્ટ છે!
ગરવી ગુજરાતણ: લગ્ન સુધીના વેઈટિંગ માટે કોલેજ-નોકરી કરવાની, લંબાઈ-પહોળાઈ સરખા થઈ જાય ત્યાં સુધી ફિગર વધારવાનું, ટીવીમાં જોઇને રાંધવાથી લઈને સેલમાં જવાનું. સવારે વહેલા ઊઠીને બરચાં-કરચાંને તૈયાર કરીને સ્કૂલે મોકલવાથી માંડી રાત્રે ગેસનો બાટલો બંધ કર્યોકે નહીં તે ચેક કરીને જ ‘જે શ્રી ક્રષ્ન’ કરવાના!
લીધા-દીધા : ડાઉન હોય તોય શેરબજાર ઇ શેરબજાર! કોના કેટલાં શેર ખરીદવા, કયારે વેચવા, માર્કેટ કયારે ભડકે બળવાનું કે કયારે તેમાં કડાકો બોલવાનો,બઘ્ધી ખબર રાખવાની! શેર બજાર તો આપણી છઠ્ઠી સેન્સ છે!
દેવાના ભાવ બોલો ને : યેસ્સ, બાર્ગેઈન. એ વિના તો છેતરાયા કહેવાઇએ! બે રૂપિયાના આદુ-કોથમીર હોય કે લાખોનું મકાન. બાર્ગેનિંગ ઈઝ મસ્ટ. ખુશ?
આ તો રાતનું જ તાજું છે : ગઈ કાલ રાતના ભાખરી, પૂરી, ખીચડી વઘ્યા હોય, તો શું થ્યું! એ તો સવારે ચટણી, અથાણાં કે ચા સાથે ખવાઈ જાય. નાસ્તાનો નાસ્તો અને સદુપયોગનો સદુપયોગ! શું કહ્યું, વાસી? અરે ભાઈ, ઘરનું ખાવાનું હોય એટલે કંઈ બગડે થોડું!
કાંઈ ખબર પડી? આસપાસના વિશ્વની માહિતીતી અપડેટ રહેવાને ‘પંચાત’ જેવા ક્ષુલ્લક નામે ઉતારી પડાય છે. બોસ! પણ શું કે આપણું વિશ્વ જ થોડું નાનું, એટલે વાતના ટોપિક આસ પડોસ કે નાત બાતની બહાર ન જાય. બાય ધ વે, એક સોલ્લિડ પડીકું આ’યું છે હોં...
બાબો બોર્ડમાં છે : દસમું ને બારમું એટલે કતલનું વરસ. હજારો રૂપિયાના ટ્યૂશન, બાઇક, કેબલ કટ, મહેમાનોને નો એન્ટ્રી, લગ્નોમાં નહીં જવાનું, ‘નાપાસ થઇને ગુમાસ્તાગીરી કરવી છે’ કહીને છોકરાને ટપારવાના... કહ્યું ને બાબો બોર્ડમાં છે!
યા-યા, થેંકયુ : ઇંગ્લિશ સિવાય ઉદ્ધાર નથી શું! ફોરેનમાં મોટેલું બાંધીને કમાતા ગુજજુઓને જ લઈ લો ને. ‘યા-યા’ કરતા કરતા બંગલા બનાવી લીધાને! તય્યેં!