HomeSpotlightGujarat Day Gujarat Day

ધર્મ ક્ષેત્રે ગુજરાત

gujarat and religionજગદ્ગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી : આ વર્તમાન શંકરાચાર્યની નિશ્રામાં દ્વારકા-શારદા પીઠનો જીર્ણોધ્ધાર થયો.

પ્રમુખસ્વામી મહારાજ : સ્વામિનારાયણ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરનાર વિભૂતિ. અક્ષરધામનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિના ગૌરવનું વધાર્યું.

મોરારિ બાપુ : શ્રીરામચંદ્ર-હનુમાનજીના ચરિત્રને વિશ્વ વિખ્યાત કરનાર કથાકાર. સાહિત્ય-સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન.રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) : સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ ધરાવતા ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ તરીકે ઓળખાય છે.

પૂજય મોટા : મૂળ ચુનીલાલ આશારામ ભગત નામધારી આ સંતે આઘ્યાત્મિક- સામાજિક પ્રવૃત્તિની સાથે મૌનનો મહિમા સમજાવ્યો.

ડોંગરેજી મહારાજ : ગુજરાતમાં ભાગવત કથાને જનમાનસ સુધી લઇ જનાર વિભૂતિ. સાદગીપૂર્ણ તપસ્વીનું જીવન ઉદાહરણરૂપ.

મહંત રામેશ્વરદાસજી : રથયાત્રા દ્વારા પ્રસિદ્ધ ૪૫૦ વર્ષ પ્રાચીન જગન્નાથજી મંદિરનો જીર્ણોધ્ધાર કરાવનારા વર્તમાન મહંત.

પુનિત મહારાજ : તેમના ભજનો ગુજરાતમાં જાણીતા. સેવા-ભકિતના સુમેળવાળું સંસ્કારી ‘જનકલ્યાણ’ મેગેઝિન આપ્યું.

રંગ અવધૂત મહારાજ : ‘દત્ત બાવની’ના આ સંતે નર્મદા તટે નારેશ્વરમાં તપશ્ચર્યા કરી કડવા લીમડાને મીઠો બનાવ્યો.

ભિક્ષુ અખંડાનંદજી : ભગવદ્ ગીતા સહિતના આઘ્યાત્મિક-ધાર્મિક ગ્રંથોને જનસામાન્યને પોષાય તેવી કિંમતે ઉપલબ્ધ કરાવ્યા.

બાપા સીતારામ : સૌરાષ્ટ્રમાં હનુમાનજી અને સીતારામનો નાદ ગુંજતો કરનાર બગદાણાવાળા પૂજય બજરંગ દાસ બાપુનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં બાપાની મઢુલી ઠેર-ઠેર છે.

આસારામ બાપુ : વૈદિક ભારતીય સંસ્કૃતિનો તથા આયુર્વેદનો પ્રચાર-પ્રસાર કર્યો.

તેજેન્દ્રપ્રસાદજી મહારાજ : સ્વામિનારાયણ ભગવાનના વંશજે સ્વામિનારાયણના પ્રચાર-પ્રસાર માટે આગવું પ્રદાન કર્યું છે.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્યએ સંપ્રદાયના પ્રસારની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે.

મહામંડલેશ્વર ભારતી બાપુ : જૂના અખાડાના મહામંડલેશ્વર. વૈદિક ભારતીય સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર માટે કાર્યશીલ છે.

ઇન્દિરાબેટીજી : પુષ્ટિમાર્ગના પ્રસાર-પ્રસાર પરિભ્રમણ. સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન.

ડો.પ્રણવ પંડયા-ગાયત્રી પરિવાર : વૈજ્ઞાનિક આઘ્યાત્મિકતા સાથે વ્યસનમુકિત, સંસ્કૃતિ પ્રચાર અને નારી જાગરણનું કાર્ય કરે છે.

પૂજય પાંડુરંગ આઠવલે : સ્વાઘ્યાય પરિવાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ વધાર્યું તેમજ કૃષિ ક્ષેત્રે લોકોને જાગૃતનો નવો અભિગમ.

પૂજય દાદા ભગવાન : અક્રમ વિજ્ઞાનના પ્રણેતા. આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવાનો સરળ માર્ગ બતાવ્યો.

બ્રહ્માકુમારીઝ-સરલાદીદી : બ્રહ્માકુમારીઝનાં માઘ્યમથી સામાજિક ઉત્થાન. આત્મિક ઉન્નતિ-વિશ્વશાંતિ અર્થે પ્રયત્નશીલ છે.

ડો.સૈયદના સાહેબ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ, સુરતની અલજામેઅ શેફિયા સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય.

પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.: જૈનાચાર્યએ રાજયમાં રચનાત્મક કામો કર્યા. કોબા તીર્થનું પુસ્તકાલય વિશ્વમાં આગવું.

ચંદ્રશેખરવિજયજી મ.સા.: સંસ્કૃતિના ઉત્થાન અને નવી પેઢીમાં સંસ્કાર નિર્માણ માટે પ્રયત્નશીલ. ગૌહત્યાના વિરોધમાં નવાં કતલખાનાં શરૂ થતા અટકાવ્યાં. .

દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો વિશાળ વ્યાપ જોતાં આ સૂચિ સંપૂર્ણ હોવાનો દાવો નથી. આ સૂચિમાં સામેલ ન થઇ શકેલાં દરેક સાધુ-સંતોના યોગદાનનું ઋણ અમે સહર્ષ સ્વીકારીએ છીએ.