HomeSpotlightGujarat Day Gujarat Day

સંસ્કાર શિલ્પીઓ

narmada damચંદ્રકાન્ત બક્ષી : ગુજરાતી અસ્મિતાને ગુજરાતીઓની રગોમાં ધસમસતી કરનાર લેખક તરીકે બક્ષી ગુજરાતી સાહિત્યની ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ઘટના ગણાય છે.

ગુણવંત શાહ: રણ જેવા સ્પષ્ટ અને વન જેવા લીલાછમ નિબંધસંગ્રહો ઉપરાંત અનેક સંવેદનશીલ વિષયો પર તેમની કલમ ફરી છે.

મધુ રાય : વાર્તાસર્જન, પ્રયોગશીલતા અને ભાષાનાં અવનવાં પરિમાણોના સર્જન દ્વારા વર્ષોથી અઘરા છતાં લોકપ્રિય રહેલા મધુ રાયે ગુર્જરભાષાને નવી ઊચાઇ બક્ષી છે.

અશ્વિની ભટ્ટ : અનોખા વિષયો, બેનમૂન વર્ણનો અને ચોંકાવનારા ઘટનાપ્રવાહની ઘટમાળ વરચે કથાગુંથણી માંડવામાં અજોડ અશ્વિનીએ ગુજરાતીઓની એક આખી પેઢીને વાંચતી કરી છે.

હરકિસન મહેતા : ગુજરાતી નવલકથાઓને વેવલા વાણીવિલાસમાં બહાર કાઢીને ધસમસતી નદી જેવી પ્રવાહી અને રોમાંચક બનાવનાર હરકિસનભાઇ ધારાવાહિક નવલકથાઓનું સીમાચિન્હ ગણાય છે.

રાજેન્દ્ર શાહ: જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત આ કવિની રચના ‘ઇંધણા વિણવા ગઇ’તી..’ આજે મોબાઇલમાં રિંગટોન તરીકે રણકે એ જ એમની સમયાતિત લોકપ્રિયતાની સાહેદી આપે છે.

રમેશ પારેખ : આધુનિક ગુજરાતી કવિતાનો અનોખો ઉઘાડ ગણાતા ર.પા.ના કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’ વગર ગુજરાતી કાવ્યનું ઇન્દ્રધનુષ બેરંગ લાગે.

સુરેશ દલાલ : ગુજરાતી ભાષાના વૈવિઘ્યસભર પ્રવાહોને સુ.દ.એ સંપાદન કર્મ દ્વારા જાણે એક વિરાટ જળાશયમાં સંગ્રહ્યા છે. અને પ્રજાએ તે હોંશભેર પીધા છે.

સુરેશ જોશી: ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનું વહેણ, પ્રવાહ શરૂ થયો તેનું ‘ગૌમુખ’ સુરેશ જોશી ગણી શકાય. ટૂંકી વાર્તાને પરંપરાગત બંધિયારપણામાંથી તેમણે બહાર કાઢી અને અનોખો ઉઘાડ બતાવ્યો.

રાજેન્દ્ર શુકલ: ગુજરાતી ગઝલોને સુસંસ્કત ગુજરાતી બાની અને તદ્દન મૌલિક પ્રતીકો વડે સમૃઘ્ધ બનાવવા માટે ગુજરાતીઓ રાજેન્દ્રના ઋણી છે.

દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો વિશાળ વ્યાપ જોતાં આ સૂચિ સંપૂર્ણ હોવાનો દાવો નથી. અહીં સ્થાન ન પામેલા દરેક શબ્દઆરાધકોના યોગદાનનું ઋણ અમે સહર્ષ સ્વીકારીએ છીએ.