HomeSpotlightGujarat Day Gujarat Day

અર્થવિશ્વના સાર્થ ગુજરાતીઓ

economics and gujaratisએશિયાના સૌથી જૂના સ્ટોક એકસચેન્જ તરીકે બોમ્બે સ્ટોક એકસચેન્જની સ્થાપના આશરે ૧૩૫ વર્ષ પહેલાં થઇ હતી અને વડના વૃક્ષની નીચે સોદા કરતા કેટલાક દલાલોએ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સની સ્થાપના કરી. એશિયાના સૌથી જૂના શેરબજારના બીજ રોપ્યા હતાં, જે આજે ૨૮ માળ ફિરોજ જીજીભોય ટાવરના નામે ભારતની શાન બનીને ઊભી છે. આ ફિરોઝ જીજીભોય ગુજરાતી હતા.

મૂડીબજારના નિયમન તંત્ર સેબી-સિકયોરિટિઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલાના વર્ષોમાં પબ્લિક ઇસ્યૂઓના કિલયરન્સ માટે કન્ટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યૂઝ- સીસીઆઇ હતું જેના વડા પણ એક ગુજરાતી હતા, પીયૂષ માંકડ નામના આ અધિકારીએ પણ ભારતીય મૂડીબજારના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો નોંધાવ્યો છે.

શેરબજારમાં આજે કોર્પોરેટ કલ્ચર આવ્યું છે. ગુજરાતીઓની પેઢીઓ પણ કોર્પોરેટ કંપનીઓમાં ફેરવાઇ ગઇ છે. પ્રભુદાસ લીલાધર નામની પેઢી હવે ડીએસપી મેરિલ લિન્ચ નામે આંતરરાષ્ટ્રીય બની ચૂકી છે.

શેરબજાર અને ગુજરાતીઓના અતૂટ સંબંધમાં આમ તો એ બદનામી અને કલંકનો થપ્પો ગણાય છે. પરંતુ તેમ છતાં પણ હર્ષદ મહેતા અને કેતન પારેખને પણ યાદ કરવા જ પડે. કારણકે, ભલે નકારાત્મક રીતે પણ તેમના કારનામાને લીધે જ રોકાણકારોમાં જાગૃતિ આવી અને શેરબજારની સિસ્ટમ વધુ મજબૂત અને શિસ્તબઘ્ધ બની.

ગુજરાતી મહિલા શેરબ્રોકર તરીકે જાણીતા દીનાબહેન મહેતા બીએસઇના ગવર્નિગ બોર્ડમાં ડિરેકટર અને પ્રમુખ તરીકે રહી ચૂકેલાં એકમાત્ર મહિલા છે.

દેશના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૪૫ ટકા જયારે ફાર્મા પ્રોડકટ્સના નિકાસમાં ૨૨ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. રાજયની અગ્રણી કંપનીઓ ઝાયડ્સ, ટોરેન્ટ, એલેમ્બિક, ઇન્ટાસ, દીશમાન વગેરે સહિતની અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ રાજયના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગને એક નવી ઊચાઇ બક્ષી છે.

જાણીતી ડ્રગ કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે પોલિકેપ નામે જુદી જુદી પાંચ દવાઓનું એવું સંયોજન વિકસાવ્યું છે જે હૃદયરોગનું જોખમ ૬૨ ટકા અને પક્ષઘાતનું જોખમ ૪૮ ટકા જેટલું ઘટાડે છે. આવું સંયોજન બજારમાં મૂકનાર કેડિલા વિશ્વની સૌપ્રથમ કંપની છે.