
Spotlight
Gujarat Day Gujarat Day
ગુજરાતની ૫૦મી વર્ષગાંઠ! સ્વર્ણિમ ઊજવણીનો બધા જ ગુજરાતીઓને હૃદય પૂર્વક અભિવંદન! ગુજરાત મારા રોમ રોમમાં વસે છે. અમેરિકા મારી કર્મભૂમિ છે. ભારત તો મારી માતૃભૂમિ! મારા જીવનમાં વિવિધ રૂપોમાં દરરોજ જોવા મળશે. ગુજરાતે મને શું નથી આપ્યું?
નાસામાં હરિનો મારગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને ફ્રેમમાં હોય છે. આ કવિએ મને નાનપણમાં કહ્યું, તીર ઊભાં તમાશો જોવો નહીં અને આજ કવિએ બતાવ્યું કે, માહી પડયા તે મહાસુપ ઊતારવાનો સતત પ્રયત્ન કર્યો છે! મારા કાર્યકારી જીવનમાં પ્રીતમની કવિતાની ઊડી અસર છે.
એક ભારતીયને પણ નાસામાં માતૃભૂમિ ગુજરાતી તરફથી મળેલી ભેટ છે. ગુજરાતી મહામાનવ મોહનદાસ ગાંધીએ માનવતાનાં પાઠ અને સંગઠનની શીખામણ આપી. વિક્રમ સારાભાઇએ આંખોમાં અંતરિક્ષ યાત્રાના સ્વપ્નાઓ જીવનમાં છે. ગુજરાતે મને ઘણું આપ્યું છે. ગુજરાતથી દૂર હોવા છતાં ગુજરાત મારામાં સતત જીવંત છે. ગુજરાતી યુવા પેઢીના માથે ગુજરાતનાં ઘડતરની જવાબદારી છે.ગુજરાતી યુવાન માત્ર વ્યાપારમાં જ આગળ વધી શકે એવી ચીલાચાલુ માન્યતા હવે સદંતર અપ્રસ્તુત છે. કારણ કે ગુજરાતીઓની નવી પેઢીએ સાબિત કરી દીધું છે કે તેઓ ધારે તે મેળવી શકે છે.
મેકડોનાલ્ડના પિઝા કે પાસ્તા ખાતો ગુજરાતી યુવાન ધરાતળના સંસ્કારને જાળવીને કોઇપણ મુંઝવણ કે મુસીબત વિશે આગવી ગુજરાતી પઘ્ધતિથી વિચારી શકે છે. હવે સ્થાનિક સ્તરે પણ દરેક ક્ષેત્રે ભરપૂર તકો ઉપલબ્ધ થઇ રહી છે. ગ્લોબલાઇઝેશનનો સૌથી વધુ ફાયદો ગુજરાતીઓ મેળવી રહ્યા છે.
આવા માહોલમાં નવી પેઢીના તરવરિયા ગુજરાતીઓ પર ગુજરાતને વિશેષ આશા રહે છે. ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું ચમકતું ચિહ્ન બનવા તરફ વધી રહ્યું છે. હવે એવા દિવસો દૂર નથી જયારે જગત ગુજરાતે બતાવેલા માર્ગે ચાલવાનું શરૂ કરશે. મને જરાય શંકા નથી કે ગુજરાતની ગાથા સ્વર્ણ અક્ષરે જ લખાશે! હું ગુજરાતમાં જન્મ્યો એટલે હું કહી શકું.
તારો બની ગગનમાં તરતો રહીશ હું!
ભોમથી બ્રહ્માંડમાં વિસ્તરતો રહીશ હું
(લેખક ‘નાસા’માં સિનિયર વિજ્ઞાની છે)