
Spotlight
Gujarat Day Gujarat Day
ગીત સેઠી : વિશ્વના શ્રેષ્ઠ બિલિયર્ડ ખેલાડી તરીકેની નામના ધરાવતા સેઠીએ ગુજરાતી યુવાનોને બિલિયર્ડ રમવા પ્રેર્યા છે.
ભરત દવે : છ વખત હિમાલયન કાર રેલીમાં ભાગ લીધો. સાહસપ્રચૂર રમતોમાં ભાગ લેનાર સર્વપ્રથમ ગુજરાતી છે.
તેજસ બાકરે : ચેસમાં ઇન્ટરનેશનલ માસ્ટર બનેલો તેજસ ગુજરાતી દિમાગનું જવલંત પ્રતીક બની ચૂકયો છે.
પરિતા પારેખ : અમદાવાદની આ યુવતીએ સ્વિમિંગમાં નામ કાઢયું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સૂફિયાન શેખ : નવ સમંદર પાર કરવાની સિદ્ધિ. ઇંગ્લિશ ચેનલ પાર કર્યા પછી લિમ્કા બુક ઓફ રેકોર્ડે પણ તેની નોંધ લીધી છે.
અંશુમન ગાયકવાડ : સફળ ઓપનિંગ બેટ્સમેન તરીકે નામના મેળવી.
નયન મોંગિયા : ગુજરાચતી વિકેટકિપર તરીકેનો વારસો સુપેરે નિભાવ્યો.
ઇરફાન-યુસુફ-મુનાફ : મઘ્યમવર્ગીય પરિવારના હોનહાર યુવાનો. ભારતીય ક્રિકેટમાં ગુજરાતી ત્રિપુટી.
પાર્થિવ પટેલ : ૧૬ વર્ષની વયે ટેસ્ટ રમીને મોરે-મોંગિયા પછી વિકેટકિપિંગનો વારસો.
આ સૂચિ સંપૂર્ણ હોવાનો દાવો નથી. સૂચિમાં સામેલ ન થઇ શકેલાં રમતવીરોના યોગદાનનું ઋણ અમે સહર્ષ સ્વીકારીએ છીએ.