
Spotlight
Gujarat Day Gujarat Day
આજે ગુજરાત પ૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાં અમદાવાદે છેલ્લાં પચાસ વર્ષમાં અનેક તડકી-છાંયડી વેઠી છે. અમદાવાદીઓ ગુજરાતની અનેક ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
આ ઘટનાઓ પર ફ્લેશબેક કરીએ તો ૧લી મે, ૧૯૬૦ ગુજરાત રાજયની સ્થાપના પછી અનેક એવી ઘટનાઓની બની જેની ક્રમવાર વિગત આપતાં ડો. માણેક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની સૌથી યાદગાર રાજકીય ઘટના જોવામાં આવે તો નવનિર્માણની ઘટના આજે પણ લોકોને યાદ છે.
- ૧૯૬૧માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન પાલડીની શરૂઆત કરવામાં આવી.
- ૧૯૬૨ સેપ્ટ ખાતે સ્કૂલ ઓફ આર્કિટેક શરૂ કરવાની સાથે નહેરુબ્રિજ બન્યો.
- ૧૯૬૪-૬૬માં અમદાવાદના ગુલઝારીલાલ નંદા બે વખત કામચલાઉ વડાપ્રધાનપદે નિયુકત થયા.
- ૧૯૬૬ સ્પેસ એપ્લિકેશન સેન્ટરની(ઇસરો)ની શરૂઆત થઇ.
- ૧૯૮૦ ગુજરાત જેના માટે ગૌરવ લે છે તે સપ્તકની શરૂઆત થઇ.
- ૧૯૮૩ ગુજરાતને સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ મળ્યું.
- ૧૯૯૭ નવી હાઇકોર્ટ એસ.જી. હાઇવે ખાતે શરૂ થઇ.
- ૧૯૯૯ અમદાવાદમાં ભારતનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થયો.
- ૨૦૦૦ સિટી મ્યુઝિયમ અતીતની ઝાંખીની શરૂઆત કરવામાં આવી.
- ૨૦૦૧ અમદાવાદ જેના માટે ઓળખાય છે તે કવિ દલપતરામના નિવાસસ્થાને તેનાં પૂતળાંની અનાવરણવિધિ કરવામાં આવી.
- ૨૦૦૨ પહેલી વખતે નમર્દાનાં નીર સાબરમતી નદીમાં વાહ્યા.
- ૨૦૦૩ દેશનો સૌપ્રથમ છ માર્ગીય એકસપ્રેસ હાઇવે અમદાવાદથી નડિયાદ(પછીથી બરોડા) શરૂ થયો.
- ૨૦૦૫ અમદાવાદને મેગાસિટીનો દરજો મળ્યો.
- ૨૦૦૮ કાંકરિયા લેક, બી.આર.ટી.એસ. ડેવલપમેન્ટની શરૂઆત થઇ.
- સાબરમતીને રિવરફ્રન્ટની વાત કરીએ તો ૧૯૬૬માં ફ્રેન્ચ આર્કિટેક બર્નાડ કહાન અમદાવાદ આવ્યા અને તેમણે સાબરમતી રિવરફ્રન્ટ અંગેની વાત કરી, જેની શરૂઆત ૧૯૯૭માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરીકે શરૂઆત થઇ.
ગુજરાતી ઉધોગપતિઓ
- કસ્તુરભાઇ લાલભાઇ
- મફતલાલ ગગલદાસ
- નાનજી કાલિદાસ
- ધીરૂભાઇ અંબાણી
- કરસનભાઇ પટેલ
- ઉત્તમભાઇ મહેતા
- ઇન્દ્રવદન મોદી
- રમણભાઇ પટેલ
પ્રતિષ્ઠિત ગુજરાતી કલાકારો
- ભૂપેન ખખ્ખર(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર-વડોદરા)
- ગુલામ મહંમદ શેખ(ચિત્રકાર-વડોદરા)
- જયોતિ ભટ્ટ(ચિત્રકાર-વડોદરા)
- કાંતિભાઈ બ. પટેલ(શિલ્પકાર)
- નાગજી પટેલ(શિલ્પકાર-વડોદરા)
- અમિત અંબાલાલ (ચિત્રકાર-અમદાવાદ)
- નટુ મિસ્ત્રી (ચિત્રકાર-અમદાવાદ)
- ભાનુ શાહ (ચિત્રકાર-અમદાવાદ)
- હકુ શાહ(ચિત્રકાર-અમદાવાદ)
- મૃણાલિની સારાભાઇ(નત્યકાર-અમદાવાદ)
- મિલ્લકા સારાભાઇ (નત્યાંગના /અભિનેત્રી-અમદાવાદ)
- હોમાય વ્યારાવાલા(તસવીરકાર)
- પ્રાણલાલ પટેલ(તસવીરકાર)
- જગન મહેતા(તસવીરકાર)
- શુકદેવ ભચેચ(તસવીરકાર)
ગુજરાતી વૈજ્ઞાનિકો
- ડો. વિક્રમ સારાભાઇ(ભૌતિકશાસ્ત્રી-અમદાવાદ)
- ડો. હોમી જહાંગીર ભાભા(અણુશાસ્ત્રી)
- ડો. જે. જે. રાવળ (ખગોળશાસ્ત્રી-હળવદ)
- ડો. પંકજ જોશી(ખગોળશાસ્ત્રી-ભાવનગર)
ફિલ્મઉધોગમાં યશસ્વી ગુજરાતીઓ
- સરદાર ચંદુલાલ શાહ(રણજિત મૂવિટોન-જામનગર)
- નાનાભાઇ ભટ્ટ(ફિલ્મ દિગ્દર્શક)
- કલ્યાણજી આણંદજી(સંગીતકાર)
- સંજીવકુમાર(અભિનેતા)
- આશા પારેખ(અભિનેત્રી)
- પરેશ રાવલ(અભિનેતા)
- દિના પાઠક(અભિનેત્રી)
- અલકા યાજ્ઞિક(ગાયિકા)
- ઇસ્માઇલ દરબાર(સંગીતકાર)