HomeSpotlightGujarat Day Gujarat Day

આ છે સમૃદ્ધિનું સોપાન

૧લી મે, ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્રથી અલગ થઇને ગુજરાતને એક નવી ઓળખ આપવામાં આવી, બસ ત્યારથી ગુજરાતે તેની પ્રગતિ માટે ક્યારેય પાછું ફરીને જોયું નથી, શ્રી કૃષ્ણે જેને પોતાની કર્મભૂમિ બનાવી તેવા ગુજરાતની સમૃદ્ધિ માટે અમદાવાદનું યોગદાન સૌથી મોખરે છે, ઉધોગોથી માંડીને એજયુકેશન, સ્પોટ્રસ, કલ્ચર, ફિલ્મ અને ટેલિવિઝન જેવાં અનેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ મોખરે કરવામાં અમદાવાદીઓનો ફાળો ઘણો છે.

IIM‘‘હારી આ સરહદ અને હાર્યા સીમાડા પણ હાર્યું ના કોઇ દી’ ગુજરાત’’ ગુજરાતની યશગાથા આમ તો બે શબ્દમાં રજૂ થાય એટલી નાની નથી. ગુજરાતની સમૃદ્ધિમાં અમદાવાદનાં યોગદાનની યશગાથા અમદાવાદીઓનાં મોઢે જ રજૂ થાય છે.

ગુજરાતનો પાયો અમદાવાદ છે

મહિલા ઉધોગ સાહસિક પારૂ જયકષ્ણ કહે છે કે ‘૧૯૮૫ પછી જયારે ટેકસ્ટાઇલ ઉધોગ પડી ભાંગ્યો તે પછી કેમિકલ ઉધોગ સ્થાપિત થયો હતો. આજે વટવામાં મોટાપાયા પર કેમિકલ ઝોન તૈયાર થયું છે તે ઇન્ડસ્ટ્રી ભારતભરમાં ફેલાયેલી છે. ઝાયડસ, કેડિલા, ટોરેન્ટ, નિરમા, અદાણી જેવા મોટા ઉધોગોના પાયા પણ અમદાવાદમાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પછી ટાટાની નેનો પણ ગુજરાતની પ્રગતિનો એક મોટો હિસ્સો છે. છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષમાં ગુજરાતનો વિકાસ અઢળક થયો છે જેમાં ઔધોગિકરણ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ અમદાવાદના લીધે જ શકય બન્યો છે.’

નેશનલ લેવલનું ઇન્સ્ટિટયૂટ અમદાવાદમાં

આઇઆઇએમ, નિરમા, માઇકા, એનઆઇડી, નિફ્ટ જેવી નેશનલ લેવલની ઇન્સ્ટિટયૂટ અમદાવાદમાં જ છે. ગુજરાતનાં એજયુકેશનમાં છેલ્લાં ૫૦ વર્ષમાં અમદાવાદે જે ભાગ ભજવ્યો છે તેની તુલનામાં અન્ય શહેર હજી પાછળ છે. આઇઆઇએમના ભૂતપૂર્વ ડિરેક્ટર બકુલ ધોળકિયા જણાવે છે કે ‘છેલ્લા બે દાયકામાં અમદાવાદમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિ., નેશનલ લો સ્કૂલ, મેનેજમેન્ટને લગતી કોલેજો ઘણી આવી છે.

સ્પોટ્રસમાં અમદાવાદનો ફાળો ૮૦ ટકા

દીપક શોધનથી માંડીને પાર્થિવ પટેલ, સિદ્ધાર્થ ત્રિવેદી, નીરજ પટેલ જેવા અનેક ખેલાડીઓએ ક્રિકેટમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. જુનિયર સિલેકશન ક્રિકેટ એસો.ના ભૂતપૂર્વ ચેરમેન રાજુ ભટ્ટ જણાવે છે કે ‘૨૦૧૦ના વર્લ્ડકપમાં અમદાવાદના ભાગે પણ ત્રણ મેચ આવવાની શક્યતા છે.’ ક્રિકેટમાં જ નહીં અમદાવાદે દરેક સ્પોટ્રસમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે પછી તે બિલિયર્ડ સ્પેશિયાલિસ્ટ ગીત સેઠી હોય કે પછી ટેનિસમાં દેવેન્દ્રસિંઘ કે વૈદિકની વાત હોય. ચેસમાં ગુજરાતને પ્રથમ વાર રિપ્રેઝન્ટ કરનાર નીરવ રાજસુબા પણ અમદાવાદના જ છે. આ અંગે નીરવ કહે છે કે ‘સ્પોટ્રસમાં ગુજરાતનું નામ મોખરે કરવામાં અમદાવાદનો ફાળો ૮૦ ટકા જેટલો છે.’

ટેલિવિઝનક્ષેત્રે અમદાવાદ કર્મભૂમિ સ્થાપિત થઇ છે

કિરણકુમાર કહે છે કે ‘અમદાવાદની ગુજરાતી ફિલ્મોએ મને ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ આપી છે. મારા કરિયરને આગળ વધારવામાં સૌથી મોટો ફાળો અમદાવાદે ભજવ્યો છે. આ કર્મભૂમિ પર હું ફરી એકવાર ગુજરાતી ફિલ્મ કરવા જઇ રહ્યો છું.’ ઝલક ઠક્કર, મોના થીબા, અરૂણા ઇરાની, રૂપા દિવેટિયા, રોનિત રોય જેવા અનેક કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમદાવાદમાંથી જ મળ્યા છે. જોધા અકબર જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલ દિશા વાકાણી કહે છે કે ‘અમદાવાદ એક પ્લેટફોર્મ છે જયાંથી મુંબઇની ટ્રેન પકડવામાં આવે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં આજે અમદાવાદનો ફાળો ઘણો મોટો છે.’

અમદાવાદ ઉસ્તવધેલું છે...

ગરબા હોય કે મહોરમ હોય દરેક તહેવારમાં અમદાવાદ અવ્વલ નંબર જ હોય છે તેવી જ રીતે લાસિકલ ડાન્સર સ્મિતા શાસ્ત્રી કહે છે કે ‘કલાસિકલ ડાન્સનું બેસ્ટ ઇન્સ્ટિટયુટ આજે અમદાવાદમાં છે. કથ્થક અને ગરબાનાં નામથી ઓળખાતાં અમદાવાદે અનેક ઇન્ટરનેશનલ લેવલના આટિર્સ્ટ તૈયાર કર્યા છે.