HomeSpotlightGujarat Day Gujarat Day

રાજયના સ્થાપનાદિન નિમિત્તે રાજયપાલ અને મુખ્યમંત્રીની શુભકામના

dayરાજયપાલ નવલકિશોર શર્મા તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે ૧લી મે, ૨૦૦૯ના રોજ ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ રાજયના સૌ નાગરિકોને પાઠવી છે.

રાજયપાલે શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ગરવી ગુજરાતીઓના મક્કમ મનોબળ, અડગ નિર્ધાર થકી ગુજરાત સુખ-સમૃદ્ધિના નવા શિખરો સર કરશે, એવી અભ્યર્થના રાજયપાલે વ્યકત કરી છે. ગુજરાતના શાંતિપ્રિય, ઉધમશીલ, મિલનસાર, કર્મઠ અને વિકાસશીલ નાગરિકોએ વિકાસની આગવી કેડી કંડારીને વિશ્વભરમાં અને દેશભરમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે, લોકસભાની ચૂંટણીઓની આચારસંહિતાના પાલનને કારણે પ્રતિવર્ષની જેમ આપણે આ વર્ષે ગુજરાત ગૌરવદિનની ઉજવણી કરી નથી અને આ સ્વિર્ણમ જયંતી વર્ષની ઉજવણી હવે પછી યોગ્ય સમયે ગુજરાતની જનશકિતને જોડીને કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

સાડાપાંચ કરોડ ગુજરાતીઓએ સ્વિર્ણમ ગુજરાતની ઉજવણીનો સંકલ્પ કરેલો છે અને છેલ્લા એક વર્ષથી સ્વિર્ણમ ગુજરાત સંકલ્પ જયોત યાત્રાનું અભિયાન પણ જનતાએ હાથ ધરેલું છે.