HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાતઃ ધાર્મિક સ્થળો

ગુજરાત મંદિરો માટે ખૂજબ જાણીતું છે. ગુજારાતની પ્રજા દેવી દેવતાઓમાં ખૂબજ વિશ્વાસ ધરાવે છે. ગુજરાતમાં હજારો દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. જેમાં સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર અને પ્રાચીન મંદિરોનો સમાવેશ થાય છે. બીજી તરફ ડાકોર અને અંબાજીના મંદિરો પણ એટલાજ પ્રસિદ્ધ છે.

પોરબંદર ખાતે આવેલું સોમનાથનું મંદિર ભારતમાં 12 જ્યોતિંલિંગમાનું એક છે. તો દ્વારકાનું મંદિર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે.

અક્ષરધામઃ

akshardhamઅક્ષરધામ ગાંધિનગર ખાતે આવેલું ભગવાન સ્વામીનારાયણનું મંદિર છે. અક્ષરધામ મંદિર ગાંધિનગર ખાતે 23 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. અક્ષરધામ મંદિર 108 ફૂટ ઉંચું છે. મંદિરના બાંધકામમાં 6000 ટન ગુલાબી પથ્થર વાપરવામાં આવ્યો છે. આ પથ્થર ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા આ મંદિરને વાસ્તુશાસ્ત્રને આઘારે બનાવવામાં આવ્યું છે. એક વાત જાણીને તમને નવાઈ લગાશે કે આ મંદિરમાં એક ટુકડો પણ લોખંડ વાપરવામાં આવ્યું નથી.

અક્ષરધામ મંદિરનું નિર્માણ અને જાળવણી બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા(બીએપીએસ) કરે છે. મંદિરના સભાગ્રૃહમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ મુકવામાં આવી છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી તેમજ સોના દ્વારા મઢવામાં આવી છે. મુખ્ય મૂર્તિની બાજુમાં જમણી બાજુમાં ગુણાતીતાનંદ અને ડાબી બાજુએ ગોપલાનંદ સ્વામીની મૂર્તિઓ મુકવામાં આવી છે. આ બંને ભગવાન સ્વામીનારાયણના અનુયાયીઓ હતા. મંદિરમાં મુલાકાતીઓની સગવડતા માટે ખૂબ સારી એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અંબાજીઃ

ambajiબનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજીનું મંદિર એક યાત્રાધામ છે. અંબાજી અંબે માતાનું મંદિર છે. દેશભરમાં તે અંબાજીના નામથી ખૂજબ પ્રચલિત છે. અંબાજીનું મંદિર અરવલ્લીના પર્વતમાળામાં આરાસુર ડુંગર ઉપર આવેલું છું. મંદિર વિશે એક ખાસ વાત એ છે કે આ મંદિરમાં માતા અંબેની કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી. મંદિરની અંદર ગોખલામાં એક સોનાથી મઢેલી પવિત્ર શક્તિ વિસા શ્રી યંત્ર રાખવામાં આવ્યું છે.

અંબાજી ખાતે નવરાત્રીની ખૂજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાએ મંદિર ખાતે ભવ્યો મેળો ભરાય છે. મેળામાં હજારો યાત્રીકો ભાગ લે છે. અંબાજી ભારત ભરમાં આવેલી 51 પૌરાણીક શક્તિ પીઠોમાંની એક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૌરાણીક કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દેવીના શરીરના ટૂકડાઓ જે જે જગ્યાએ પડ્યા હતાં ત્યાં શક્તી પીઠોનો સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે અંબાજીનું મંદિર બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ડાકોરઃ

dakorડાકોર ભગવાન રણછોડરાય(શ્રીકૃષ્ણ)નું મંદીર છે. એવું કહેવામાં આવે છે કે દ્વારકા અને ડાકોરમાં ભગવાનની જે મૂર્તિઓ છે તે બંને એકજ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાંથી ડાકોર આવ્યા તેના પાછળ પણ એક દંતકથા રહેલી છે. પ્રાચીન સમયમાં ભોળાનાથ નામનો બ્રાહ્મણ ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે દર પૂનમે ચાલીને ડોકોરથી દ્વારકા આવતો હતો. કૃષ્ણએ તેની ભક્તિથી ખૂશ થઈને એક દિવસ તેને જણાવ્યું કે હવે તેણે તેના દર્શન કરવા માટે ડાકોર આવવાની જરૂરી નહી રહે. કારણ કે ભગવાન ખુદ દ્વારકા છોડીને ડાકોર રહેવા આવવાના હતા. આજે ડાકોર માત્ર એક યાત્રાધામ ન રહેતા એક વેપારક્ષેત્ર પણ બની ગયું છે. ડાકોર પૂજા તેમજ અન્ય વિધી માટેની સામગ્રી માટે પણ પ્રસિદ્ધ બન્યું છે.

દ્વારકાઃ

dwarkaકૃષ્ણના યુગમાં દ્રારકા કૃષ્ણ સામ્રાજ્યની રાજધાની હતી. દ્વારિકા સોનાની નગરી તરીકે ખૂજબ જાણીતી હતી. જામનગર જિલ્લામાં આવેલ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે. દર વર્ષે દેશભરમાંથી લાખો યાત્રીકો આ મંદિરની મુલાકાત લે છે. જો કે એવી માન્યતા છે કે કૃષ્ણ જેના ઉપર રાજ કરતા હતા તે મુખ્ય દ્વારિકા પાણીમાં ગરક થઈ ગઈ છે. કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાથી થોડા દુરના અંતરે બેટદ્વારકા નામના સ્થળે આવેલી છે.

દ્વારકાધીશ મંદિરને જગતધીશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાનું મંદિર ગોમતી નદીના કાંઠા ઉપર આવેલું છે. મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 170 ફુટ છે. મંદિરમાં ધજાના દાન માટે યાત્રાળુઓ વચ્ચે હરીફાઈ યોજાય છે. દિવસમાં ત્રણ વખત મંદિરની ધજા બદલાવવામાં આવે છે.

ગિરનારઃ

girnarજૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પુરા ગુજારાતનું ગૌરવ છે. તેમજ ગુજરાતમાં આવેલો સૌથી ઉંચો પર્વત પણ છે. ગિરનાર સાથે હિન્દુ અને જૈન એમ બે ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. જૈનો તેને નોમિનાથ પર્વત તરીકે ઓળખે છે. ગુજરાતના ગૌરવ સમા આ પર્વતમાં ગુરૂ દત્તાત્રેય, ગોરખનાથ, અંબા માતા, કાલિકા, ઔગધ જેવા શિખરો આવેલા છે. ગિરનારના છેલ્લા શિખર પર આવેલા ગુરૂ દત્તાત્રેયના દર્શન કરવા માટે 10,000 જેટલા પગથીય ચઢવા પડે છે.

ગિરનાર ઉપર જુદા જુદા જૈન દેરાસરો પણ આવેલા છે. ગિરનારમાં સૌથી જાણીતું મંદિર નેમિનાથનું આવેલું છે. જેનું બાંધકામ અગીયારમાં સદીમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. નેમિનાથ જૈનોના 19માં તિર્થકાર હતા.

પાલીતાણાઃ

palitanaપાલીતાણા શેત્રુંજય ડુંગર ઉપર આવેલું જૈનોનું તિર્થધામ છે. શૈત્રુંજય ડુંગર ઉપર નજર કરશો તો તમને માત્ર મંદિરોજ નજરે પડશે. પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે. એક અંદાજ પ્રમાણે શેત્રુંજયના બન્ને શિખર ઉપર કુલ નાના મોટા મળીને લગભગ 900 જેટલા મંદિરો આવેલા છે. જેમાંથી મોટા ભાગના મંદિરો આરસ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. પાલીતાણા વિશે એવું કહેવામાં આવે છે કે અંહિયા જૈનોના નેમિનાથ સિવાય બધાજ તિર્થકારોના મંદિરો આવેલા છે.

ટોચ પર આવેલા મંદિરમાં જૈનોના પહેલા તિર્થકાર આદિનાથની મૂર્તિ આવેલી છે. એવું કહેવામાં આવે છે કે આદિનાથે શેત્રુંજય પર્વતની 93 વખત મુલાકાત લીધી હતી. ડુંગરની કુલ ઉંચાઈ આશરે 1800 ફૂંટ જેટલી છે. યાત્રીકોને સૌથી ઉંચા શિખર સુધી પહોંચતા અંદાજે અઢીથી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. શેત્રુંજય પર્વતમાં સૌથી પ્રખ્યાત મંદિરો આદિનાથ, કુમાળપાળ, વિમલશાહ, સાંપ્રતિ રાજા અને ચોમુખના આવેલા છે. જે સૌથી ઉંચાઈ પર છે.

સોમનાથઃ

somnathસોમેશ્વર મહાદેવનું મંદિર ભારતમાં મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતના બાર જ્યોર્તિલિંગમાં સોમનાથનું મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન ચંદ્રને તેના શ્વસુર દક્ષ પ્રજાપતિના શાપમાંથી મુક્તિ અપાવનાર ભગવાન સોમનાથ અંહિ બિરાજમાન છે. સોમનાથનું આ મંદિર પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે. તેમજ અવાર નવાર વિવિધ મુસ્લિમ રાજાઓના આક્રમણનું ભોગ બન્યું છે. દંતકથા પ્રમાણે સોમ ચંદ્ર દેવે ભગવાન શિવે તેના શ્વસુરના શાપમાંથી મુક્તિ અપાવી તે માટે આ મંદિર બંધાવ્યું હતું. સોમ તેના સસરા દક્ષ પ્રજાપતિના શાપથી બિમાર થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવનું સન્માન કરવા માટે બ્રહ્માદેવે તેને અહિંયા મંદિર બંધાવવા જણાવ્યું હતું.

આ સંપૂર્ણ મંદિરનું બાંધકામ સોલંકિ શૈલિથી કરવામાં આવ્યું છે. મંદિરમાં કળશ 155 ફૂટ ઉંચાઈએ મુકવામાં આવ્યો છે. તેમજ શિખર પરના કળશનું વજન દસ ટન છે. જૂનાગઢના પ્રભાસ પાટણ ખાતે આવેલું સોમનાથ આ મંદિરનો યાત્રાસ્થળ તરીકે ખૂજબ સારો વિકાસ થયો છે.

મોઢેરાનું સૂર્ય મંદિરઃ

modheraમોઢેરાનું સૂર્ય મંદિર ભૂતકાળના ગુજરાતના ઉત્તમ સ્થાપત્યની ઝાંખી કરાવે છે. હાલમાં તે ખંડીયેર હાલતમાં જોવા મળે છે. સૂર્ય મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્ય ઉગતાની સાથે તેનું પહેલું કિરણ તેના સભાગ્રૃહમાં પડે. સૂર્ય મંદિર પાટણથી દક્ષિણ દિશામાં 30 કિલોમિટરના અંતરે મોઢેરા ગામ ખાતે આવેલું છે.

મોઢેરાનું સૂર્ય મંદિર પાટણના રાજા ભિમદેવ-1ના શાસનકાળ દરમિયાન એટલેકે ઈ.સ 1026-27ના સમયગાળામાં બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું મંદિર ભગવાન સૂર્યને અર્પણ કરવામાં આવ્યું છે. સૂર્ય મંદિરના દિવાલો અને થાંભલાઓ ઉપર રામાયણ અને મહાભારતની ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.-સંકલન- વિનોદ ઝાંખલીયા, મુંબઈ