
Spotlight
Gujarat Day Gujarat Day ‘મા તે મા બીજા બધા વગડાંના વા’. સાચે જ સંતાન માટે મા જે કરે તે બીજું કોઈ ના કરી શકે. આજના યુગમાં માતા હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન, પરંતુ સંતાનને તેના મનગમતા વિષયમાં, પ્રવૃત્તિમાં આગળ લાવવા માટે તે અથાક પ્રયત્નો કરે છે. સંતાનને હોબી કલાસમાં મૂકવા જવા માટે દિવસના ચાર-ચાર ધક્કા ખાવા પડે તો પણ ખાય છે અને કલાસ બહાર બે-બે કલાક રાહ જોઈને બેસી પણ રહે છે.
એટલું જ નહીં જરૂર પડે તો સંતાનની કરયિર માટે માતા પોતાની કરિયરનો ભોગ પણ હસતાં મોઢે આપી દે છે. સંતાન માટે તે અજાણ્યા શહેરમાં પણ જવા તૈયાર થાય છે અને સંતાનને પ્રેરણા મળે તે માટે પોતે પણ શીખવા તૈયાર થાય છે. પોતાના સંતાન માટે સ્ત્રી ત્યાગમૂર્તિ તો હોય જ છે, પણ આધુનિક જમાનાની નારી સંતાન માટે સંઘર્ષમૂર્તિ પણ બની રહે છે!
‘નોવા’ને ચમકાવવા હર્ષાનો હર્ષ
‘દીકરી નોવા સાડા ચાર વર્ષની હતી ત્યારે તેને ટેનિસ શીખવા માટે મોકલી. સ્પોર્ટ્સમાં તેનો સ્ટેમિના જળવાય તે માટે મારે તેનું ખાવાપીવાનું પણ ખાસ ઘ્યાન રાખવું પડે છે. મારો દિવસ સવારે સાડા પાંચ વાગે શરૂ થઇ જાય છે તે રાત્રે બાર વાગે જ પૂરો થાય છે. તેથી સામાજિક પ્રસંગોમાં જઇ શકતી નથી. તેની પ્રગતિ જોઇને મને થાય છે કે મારી દીકરી જ મારો સમાજ છે.’
મારા જીવનમાં મમ્મીનો મોટો ફાળો છે. જો મારી મમ્મીએ મને સપોટર્ ન કર્યોહોત તો હું આ સ્થાને ન પહોંચી શકી હોત. દરેક મમ્મીએ તેના સંતાનને સપોટર્ આપવો જોઇએ. માય મમ્મી ઇઝ ધ બેસ્ટ.- હર્ષા પટેલ અને નોવા, અમદાવાદ
મન્નતને સમર્પિત મનજીત
દીકરી મન્નતને હું વેસ્ટર્ન ડાન્સની સાથે ભરતનાટયમની તાલીમ અપાવું છું. હજી એ ચોથા ધોરણમાં ભણે છે, પણ અભ્યાસમાં એ કાયમ ‘એ’ ગ્રેડ મેળવે છે. હું જોબ કરતી હોવા છતાં એને જાતે જ ભણાવું છું. સવારની સ્કૂલ હોવાથી એને માટે લંચબોકસ પણ હું તૈયાર કરું છું. એને શકિત અને પોષણ મળી રહે એવા નાસ્તા જ આપું છું. હું એને ટેનિસ રમવા માટે મોકલું છું કેમ કે એના માટે ફિઝિકલ એકિટવિટી પણ જરૂરી છે. સાંજે એના ડાન્સિંગ કલાસમાં હું પોતે જ એને મૂકવા-લેવા જાઉ છું.’
‘મારી મમ્મી મારા માટે ખૂબ મહેનત કરે છે. મને કલાસમાં મૂકવા-લેવા આવે, ઓફિસેથી ઘરે આવીને મને ભણાવે, મને ભાવતી વસ્તુઓ બનાવે. હું મમ્મીના બર્થડે પર સરસ કાર્ડ બનાવીશ. ’ -મનજીત સાવંત અને મન્નત, અમદાવાદ
સફળતાના રસ્તે હૂંફનો છાંયડો
‘મેં હજી મીત માટે કંઇ જ નથી કર્યુ. મેં તો મારી ફરજ બજાવી છે. રોજ સવારે ઉઠાડીને તેને પ્રેરણાદાયક મ્યૂઝિકનું ઘ્યાન કરાવવું એ કામ મારા માટે કંઇ અઘરું નથી. જો યોગ્ય મેનેજમેન્ટ હોય તો બધી બાબતમાં સંતાનને આગળ લાવી શકાય છે. વિવિધ વાજિંત્રો વગાડવામાં મીત માસ્ટરી મેળવે તે માટે બહુ મહેનત કરવી પડી છે. આ કારણે જ તે ૪૭ જેટલાં વાજિંત્રો શીખવામાં સફળ થઇ શકયો છે. આ માટે તેનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. તેને પ્રોત્સાહન મળે તે માટે મેં પોતે ડાન્સ કલાસ ભયાô હતા, જેથી મીતને સંગીત શીખવામાં રુચિ જાગે.’
‘મેં જે કંઇ સિદ્ધિ હાલ મેળવી છે તેનું શ્રેય મારી મમ્મીને જાય છે. આઇ લવ માય મોમ. મને તેની પાસેથી હાર્ડવર્ક કરવાની અને બીજા માટે કામ કરવાની પ્રેરણા મળી છે, જે મેં મારા જીવનમાં ઉતારી લીધી છે.’- મીના અગ્રવાલ અને મીત,સુરત
પ્રયાગ માટે ઓલ ઇન વન દીપા
‘દીકરો પ્રયાગ ટીવીના ‘બડે મિયાં, છોટે મિયાં’ પ્રોગ્રામમાં સિલેકટ થયો પછી મારી મહેનત વધી ગઇ. હું પ્રયાગને એના અભ્યાસ, પ્રેકિટસ, રીહર્સલ, સીડી બનાવીને મોકલવાની હોય, એની નોટ્સ તૈયાર રાખું જેથી એને કશી મુશ્કેલી ન પડે. એને પ્રોત્સાહિત પણ કરું કે આ રીતે કરીશ તો વધારે સારું પરફોર્મ કરી શકીશ. એને સમયસર જમવાનું, દૂધ આપવું જેવી બાબતોની સાથે અભ્યાસમાં પણ મદદ કરાવું છું.’
‘ હું મારા મમ્મી-પપ્પાનું ગૌરવ વધારીશ, હજી ખૂબ મહેનત કરીશ અને આગળ વધીશ. મારી મમ્મી મારા માટે બહુ મહેનત કરે છે એટલે એનું સપનું હું જરૂર પૂરું કરીશ.’- દીપા બરછા અને પ્રયાગ, વડોદરા
પાર્થના પાથને ઉજાળે ભાવિની
દીકરા પાર્થની પાછળ છેલ્લાં સાત વર્ષથી મહેનત કરું છું. બે વર્ષ પહેલાં પાર્થને જાણીતા ગાયક સુરેશ વાડકરને ત્યાં ટ્રેઈનિંગ અપાવવા માટે તેની સાથે બે મહિના ભાડાના મકાનમાં પોતાના નાના દીકરાને લઈને રહી હતી. શરૂઆતમાં પાર્થ ગુજરાતી ભાષા જાણતો ન હોવાથી હું તેને અંગ્રેજીમાં ગુજરાતી ગીતો લખી આપતી. પ્રવાસમાં જ રહેવાથી હું ‘ઘરનાં કામો એડવાન્સમાં કરી લઉ છું. કાર્યક્રમમાં જવા માટે વહેલી સવારે ઊઠીને ઘરના અન્ય કામો પૂરા કરી લઉ છું. ’
મમ્મીને કારણે મને કયારેય ટેન્શન રહેતું નથી, મને તે મનોબળ પૂરું પાડે છે. મારા ભણતર અને સંગીતની તમામ વાતોની કાળજી રાખે છે. મને મમ્મી પર ગર્વ છે.- ભાવિની દોશી અને પાર્થ, વડોદરા
દિશાને દિશા આપતાં પૂર્વી
‘દિશા સંગીતમાં મહેનત કરે છે. હું હાલમાં જોઇન્ટ ફેમિલીમાં છું તેથી મારે ઘરમાં પણ થોડું ઘ્યાન આપવું પડે છે. મારા પતિ જતીનને સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો નિયમ છે તેથી કયાંય જતાં પહેલાં તેમના માટે સાંજની રસોઇ બનાવીને જ જાઉ છું. તેમ છતાંય હું વધુ સમય મારી દીકરી સાથે જ વીતાવું છું. તે જયારે સંગીતના કલાસમાં જાય ત્યારે બે કલાક રિયાઝ કરે તે સમયે હું તેની સાથે જ બેસી રહું. હું તેને ડ્રાઇવર સાથે એકલી નથી મોકલતી, હંમેશાં હું તેની સાથે જ જાઉ છું.’
‘મારી મમ્મીએ મારી ટેલેન્ટ જોઇ મારી પાછળ મહેનત શરૂ કરી દીધી. આજે હું જે કાંઇ છું તે મારી મમ્મીને લીધે જ છું. તે મારી મા જ નહીં મારી ટીચર, ફ્રેન્ડ અને ગાઇડ છે. આઇ લવ માય મોમ.’- પૂર્વી શાહ અને દિશા, અમદાવાદ
અહલ્યાની કરિયરની બિંદીયા
મારી વહાલી દીકરી અહલ્યાની મનપસંદ કારકિર્દીમાં આગળ વધારવા રાજકોટ પણ છોડવું પડે તો એની તૈયારી ખરી. મારી પુત્રીને ન સમજાય તો હું એના મ્યુઝિક શિક્ષક પાસે જઇ રીધમ શીખી લાવું છું. દરેક માતા પોતાના વહાલસોયાના વિકાસ, પ્રગતિ માટે કંઇ પણ કરી છૂટતી જ હોય છે, એમાં એને કયારેય પીડા, તકલીફ, ટેન્શન કે દોડાદોડીનો અહેસાસ નથી જ થતો.
સ્કૂલ અને હોમવર્ક સિવાયના સમયમાં મમ્મી સતત મારી સાથે મારી ફ્રેન્ડ બનીને રહે છે અને નવી નવી તર્જ બનાવવા ‘એન્કરેજ’ કરે છે. માય મધર ઈઝ ગ્રેટ-બિંદીયા ખંધેડિયા અને અહલ્યા, રાજકોટ