HomeSpotlightGujarat Day Gujarat Day

ગુજરાત માટે ૧,૬૬૨ કરોડનો હાઈ-વે પ્રોજેકટ

- ૨૫ લાખ વિધવા અને ૧૫.૬૫ લાખ, સંપૂર્ણપણે વિકલાંગને માસકિ ૨૦૦નું પેન્શન

- સુરત-હજીરા હાઇ-વેને કેબિનેટની મંજૂરી
- ૪૦ લાખ ગરીબોને પેન્શન યોજનાનો લાભ

Chidambaramકેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ગુજરાત, રાજસ્થાન અને કણાર્ટકના નેશનલ હાઇવેને ટૂ-લેન, ફોર લેન અને છ લેનના બનાવવાના રૂપિયા ૩૨૩૦.૮૦ કરોડના ચાર પ્રોજેકટસને મંજૂરી આપી છે. આ ચાર પ્રોજેકટમાં ગુજરાતના સુરત-હજીરા સેકશન ખાતે નેશનલ હાઇવે નંબર-૬ને ફોર લેનના બનાવવાના રૂપિયા ૧૬૬૧.૯ કરોડના પ્રોજેકટનો સમાવેશ થાય છે.

આ પ્રોજેકટ જાહેર અને ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરવામાં આવશે. નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા હાઈ-વે પ્રોજેકટ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા યોગ્ય કંપનીની પસંદગી કરવામાં આવશે. ઉપરાંત સરકાર, ગરીબી રેખા હેઠળ જીવી રહેલા (બીપીએલ) ૨૫ લાખ ગરીબ વિધવા અને ૧૫.૬૫ લાખ સંપૂર્ણપણે વિકલાંગ લોકોને માસકિ રૂપિયા ૨૦૦નું પેન્શન આપવા માટે પેન્શન યોજના વિસ્તૃત બનાવશે.

૪૦ લાખ ગરીબોનો સમાવેશ કરવા માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનું કાર્ય ક્ષેત્ર વિસ્તત બનાવવામાં આવશે. ગરીબોને માસકિ રૂપિયા ૨૦૦નું પેન્શન આપવાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂપિયા ૧૬૯૧ કરોડનો વધારાનો બોજો જયારે ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં પેન્શન યોજનાના અમલીકરણથી સરકારી તિજોરી પર રૂપિયા ૨૮૧.૯૮ કરોડનો વધારાનો બોજો પડવાની સંભાવના છે.

વડાપ્રધાન ડો.મનમોહનસિંઘની અનુપસ્થિતિમાં તેમની કામગીરી સંભાળી રહેલા વિદેશપ્રધાન પ્રણવ મુખરજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતો અંગેની સમિતિની યોજાયેલી બેઠકમાં એનએસએપીનું કાર્યક્ષેત્ર વિસ્તૃત બનાવવા, પિશ્ચમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં મેડિકલ ઇન્સ્ટિટયૂશન જેવી બે એઇમ્સની સ્થાપના,

બિહારમાં ડીઝલ અને ઇલેકટ્રીક લોકોમોટિવ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા, મહારાષ્ટ્રના અહેમદનગરમાં નાયબ પ્રાદેશિક પરિવહન કચેરી બનાવવા માટે રાજય સરકારને ૧૮.૨૨ એકર સંરક્ષણ ભૂમિ આપવા અને કામના સ્થળે કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ તેમ જ ૧૯૪૭ના રબર કાયદામાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું કે, ૪૦થી ૬૪ વર્ષની વય જૂથની ગરીબ વિધવાઓને અને ૧૮થી ૬૪ વર્ષની વય જૂથના સંપૂર્ણ વિકલાંગોને હવેથી એનએસએપી હેઠળ આવરી લેવાશે. હાલની યોજનામાં ૬૫ વર્ષ કે તેથી વધુ વયના અંદાજે ૧.૫૭ કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

કેબિનેટના મહત્વના નિર્ણયો

- ૪૦ લાખ ગરીબોને માસકિ ૨૦૦નું પેન્શન
- કામના સ્થળે સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિને મંજૂરી
- ૧૯૪૭ના રબર કાયદામાં સુધારો કરાશે
- ઉ.પ્રદેશ અને પિશ્ચમ બંગાળમાં બે એઇમ્સ સ્થપાશે
- બિહારમાં રેલવેના બે મોટા પ્લાન્ટ શરૂ કરાશે
- મહારાષ્ટ્રને ૧૮.૨૨ એકર સંરક્ષણ ભૂમિ સોંપાશે