ભારતના રોહન બોપન્ના અને તેના પાકિસ્તાની સાથીદાર ઐસામ ઉલ હક કુરૈશીની જોડી વિખૂટી પડે તેવી સંભાવના છે. કુરેશીએ જણાવ્યું હતું કે જો હું મારા નવાસાથીદાર જિન જુલિયન સાથે કેવાં પરિણામ મેળવું છું તેના પર તમામ બાબતનો મદાર રહેશે. બોપન્ના-કુરેશી અગાઉ ઘણી સ્પર્ધા જીતી ચૂક્યા છે.
કેનેડાની હોકી ટીમના સુકાની કેન પરેરાએ કબૂલ્યું હતું કે ભારતને તેની જ ધરતી પર હરાવવું ક્યારેય આસાન રહ્યું નથી અને આ વખતે પણ આ કામગીરી મુશ્કેલ બની રહેવાની છે. લંડન ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની હોકી ઇવેન્ટમાં ક્વોલિફાઇ થવા માટે ફેબ્રુઆરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ ભારતમાં યોજાનારા છે અને તેમાં કેનેડાનો મુકાબલો ભારત સામે થવાનો છે.
પરેરાએ...
લંડન ઓલિમ્પિક્સની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય રમત મંત્રાલયે લંડન ગેમ્સમાં મેડલ માટે દાવેદાર હોય તેવા બેડમિન્ટન ખેલાડીઓ માટે ૪.૬૩ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
આ રકમમાંથી જે તે ખેલાડી વિદેશી કોચ તથા ટ્રેનિંગનો ખર્ચ કરી રહ્યા છે. ૪.૬૩ કરોડ રૂપિયામાંથી માત્ર વિવિધ કોચિંગ કેમ્પ પાછળ જ ૨.૫૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે....
લંડન ઓલિમ્પિક્સના આયોજકોએ લંડનમાં વસતા લાખો નાગરિકો માટે વિવિધ ટ્રાવેલ પ્લાન રચ્યા છે. તેમને આ વિશે માહિતગાર કરવા માટે પણ યોજના ઘડી કાઢવામાં આવી છે. તેમાંથી કેટલીક યોજના મુજબ તો ઘરે રહીને જ કામકાજ કરી શકાય તેવા સૂચનનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૨૭ જુલાઈથી ૧૨મી ઓગસ્ટ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે અત્યારથી જ ૮૮ લાખ પાઉન્ડના...