લાયોનલ મેસ્સીના પેનલ્ટી ચૂકી જવાના કારણે બાર્સેલોનાને કોપા ડેલ રે ફૂટબોલ લીગ ટૂનૉમેન્ટની સેમિફાઇનલના પ્રથમ તબક્કમાં વેલેન્સિયા સામે ૧-૧થી ડ્રોના પરિણામથી સંતોષ માનવો પડ્યો હતો.
બાર્સેલોનાના મિડફિલ્ડર થિયાગો અલ્કાનતારા પેનલ્ટી વિસ્તારમાં ફાઉલ થવાના કારણે ટીમને પેનલ્ટી મળી હતી પરંતુ બ્રાઝિલિયન ગોલકીપર ડિએગો ઓલ્વેસે ૫૬મી મિનિટે...
વિસ્પા ફાઇનલ્સમાં સ્થાન મેળવનાર ભારતની યુવા મહિલા સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લિકલે વર્લ્ડ રેન્કિંગમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ૧૪મું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના છઠ્ઠા ટાઇટલથી વંચિત રહેલા દીપિકાને ન્યૂયોર્ક ખાતેની ટૂનૉમેન્ટ ઓફ ચેમ્પિયન્સમાં હોલેન્ડની નતાલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અમેરિકાની વિનસ વિલિયમ્સને ઇજામાંથી ધાર્યા કરતા ઘણી જલદીથી મુક્તિ મળી છે અને તે બેલારસ સામેના ફેડ કપ ટેનિસ ટૂનૉમેન્ટમાં અમેરિકન ટીમનું પ્રતિનિધિત્વ કરશે. સાંધાના દુખાવાના કારણે વિનસને છેલ્લાં પાંચ મહિનાથી ટેનિસ કોર્ટથી દૂર રહેવું પડ્યું હતું પરંતુ તે ફરીથી ટેનિસ રમવા માટે સજજ છે.
વિશ્વના ટોચના ટેનિસ સ્ટાર સર્બિયાના નોવાક જોકોવિક અને આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડની દોડમાં સામેલ છે. આ એવોર્ડ્સ છ જાન્યુઆરીના રોજ આપવામાં આવશે.
વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર માટે છ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જોકોવિકનો દાવો સૌથી મજબૂત છે. જોકોવિકે 2011માં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને...