Home >> Sports >> Cricket >> Latest News
  • ભારત બીજા દિવસના અંતે 6/ 248 રન, ઓસ્ટ્રેલિયાથી હજુ 52 રન પાછળ
    ધરમશાળા: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતે ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે 6 વિકેટે 248 રન બનાવી લીધા છે. રિદ્ધિમાન સહા (10) અને રવિન્દ્ર જાડેજા (16) રને અણનમ રહ્યાં હતા.ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 300 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારત ઓસ્ટ્રેલિયાથી હજુ 52 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. નાથન લાયોનની 4 વિકેટ - ભારતને પ્રથમ ફટકો મુરલી વિજયના રૂપમાં લાગ્યો હતો. - વિજય 11 રને હેઝલવુડની ઓવરમાં મેથ્યૂ વેડને કેચ આપી બેઠો હતો. - ત્યારબાદ લોકેશ રાહુલ 60...
    March 27, 12:52 AM
  • IND Vs AUS:ઓસ્ટ્રેલિયા 300માં ઓલ આઉટ, કુલદીપ યાદવની 4 વિકેટ
    ધરમશાળા:પોતાની પ્રથમ મેચ રમી રહેલા કુલદીપ યાદવ (4/68)ના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 300 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 111 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ડેવિડ વોર્નર (56) અને મેથ્યૂ વેડ (57) રનની ઇનિંગ રમી હતી. જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે એક ઓવરમાં વિના વિકેટે કોઇ રન બનાવ્યો નહતો. લોકેશ રાહુલ અને મુરલી વિજય અણનમ રહ્યાં હતા. સ્ટીવ સ્મિથની 20મી સદી સ્ટીવ સ્મિથે સિરીઝમાં ત્રીજી સદી ફટકારી હતી. - સ્ટીવ...
    March 25, 05:59 PM
  • શનિવારથી IND VS AUS ચોથી ટેસ્ટ:વિરાટે કહ્યું- 100% ફિટ હોઇશ તો જ રમીશ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ શનિવારથી રમાશે. ધરમશાળામાં પ્રથમ વખત કોઇ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ફાઇનલની જેમ હશે. કારણ કે રાંચી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમ 1-1ની બરાબરી પર છે. પૂણે, બેંગલુરૂ અને રાંચીમાં સ્પિનર્સની બોલબાલા રહી છે, બીજી તરફ ધરમશાળામાં ફાસ્ટ બોલર્સને મદદ મળશે. ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસી નક્કી છે. વિરાટ કોહલી તેના સંકેત આપી ચુક્યો છે. વિરાટ કોહલીના અંતિમ ટેસ્ટ મેચ રમવા પર સસ્પેન્સ છે. વિરાટે મેચ પહેલા પ્રેસ...
    March 24, 06:12 PM
  • ટીમ સાથે જોડાયો મોહમ્મદ શમી, 5 બોલર સાથે ઉતરી શકે છે ભારત
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 માર્ચથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ માટે મોહમ્મદ શમી ભારતીય ટીમ સાથે જોડાઇ ગયો છે. વિરાટ કોહલીએ રાંચી ટેસ્ટ પછી મોહમ્મદ શમીના ચોથી ટેસ્ટ મેચમાં રમવાના સંકેત આપ્યા હતા. બન્ને ટીમ 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે. શમી ધરમશાળા પહોચ્યો - ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ધરમશાળા પહોચી ગયો છે. - શમીએ ધરમશાળાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. - ગત મેચમાં વિરાટ કોહલીએ સંકેત આપ્યા હતા કે ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ મેચમાં 5 બોલર...
    March 23, 01:00 PM
  • જ્યારે મજબૂરીમાં આ બેટ્સમેને કરવી પડી બોલિંગ, જોવા મળી Funny એક્શન
    સ્પોર્ટ્સ ડેસ્ક: શું તમે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બોલિંગ કરતા જોયો છે? ના, તો અમે તમને જણાવી રહ્યાં છીએ કે વિરાટ કોહલી ઇન્ટરનેશનલ મેચમાં બોલિંગ કરી ચુક્યો છે. વિરાટે 2013માં રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ વન ડે મેચમાં બોલિંગ કરી હતી અને તેની આ એક્શન સામે આવી હતી. જો કે માત્ર આવા પ્યોર બેટ્સમેન નથી જેમને બોલિંગ કરી સૌને ચોકાવ્યા હોય. આગળની સ્લાઇડમાં જુઓ, બેટ્સમેન જેમને બોલિંગ કરી ફેન્સને ચોકાવ્યા.....
    March 23, 11:35 AM
  • જાડેજાના પગારમાં કરાશે વધારો, 25 લાખમાંથી સીધો 1 કરોડ રૂપિયા મેળવશે
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર્સના વાર્ષિક પગાર વધારાને લઇને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) અને BCCIની બે દિવસીય મીટિંગ ચાલી રહી છે. જેમાં ઓલ રાઉન્ડર તેમજ તાજેતરમાં આઇસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બનેલા રવિન્દ્ર જાડેજાના પગારમાં વધારો થઇ શકે છે. જાડેજા અત્યારે C ગ્રેડમાં છે જેને સીધા A ગ્રેડમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ક્રિકેટર્સના પગારમાં થઇ શકે છે વધારો - સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ભારતીય ક્રિકેટરોના વાર્ષિક પગારમાં વધારો થઇ શકે છે. - ગ્રેડ એનો કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરને...
    March 22, 04:50 PM
  • વિરાટની આવી તસવીરો થઇ રહી છે વાયરલ, જોઇને હસવુ નહી રોકી શકો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો દેશ દીવાનો છે, તેની પોપ્યુલારિટી જોરદાર છે. જો કે આવી સેલિબ્રિટીઝના ફેન્સની સાથે સાથે તેના વિરોધી અને મજાક ઉડાવનારા પણ ઘણા હોય છે. જે આ રીતની Funny એડિટેડ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે છે. અનુષ્કા શર્મા સાથે વિરાટની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જો કે આ પ્રથમ વખત નથી જ્યારે વિરાટની આવી તસવીરો સામે આવી રહી છે. આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીની આવી 9 Funny તસવીરો...
    March 22, 11:15 AM
  • ઓસી. મીડિયાએ કોહલીને ટ્રમ્પ સાથે સરખાવ્યો, વિરાટના સપોર્ટમાં  BIG B
    નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલીની તુલના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરતા અમિતાભ બચ્ચન ભારતીય કેપ્ટનના સપોર્ટમાં આવ્યા છે. અમિતાભે લખ્યુ, ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટને રમતની દુનિયાનો ટ્રમ્પ કહી રહી છે, તેને વિનર અને પ્રેસિડેન્ટ માનવા માટે આભાર. શું લખ્યુ હતું ઓસ્ટ્રેલિયન મીડિયાએ - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયા વિરાટ પર સતત નિશાન સાધી રહી છે. - તાજેતરમાં જ સિરીઝની ત્રીજી ટેસ્ટ પૂર્ણ થઇ છે. તે બાદ ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલીગ્રાફે એક...
    March 22, 11:07 AM
  • પત્ની સાથે ધરમશાળા પહોચ્યો પૂજારા, અન્ય ક્રિકેટર્સ પણ થયા સ્પોટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 માર્ચથી ધરમશાળામાં ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. અહી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા આ મેદાન પર માત્ર વન ડે અને ટી-20 મેચ જ રમાતી હતી. આ મેચ માટે ભારતીય ટીમ પહોચી ગઇ છે. ભારતનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા પત્ની પૂજા સાથે જોવા મળ્યો હતો. ઉમેશ યાદવ પણ પત્ની તાન્યા સાથે પહોચ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ધરમશાળા પોતાની કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. બન્ને ટીમ 4 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1ની...
    March 22, 12:08 AM
  • સંયોગઃ બે ગુજરાતી રેન્કિંગમાં ટોચ પર, જાડેજા નં-1 બોલર, પૂજારા નં-2 બેટ્સમેન
    સ્પોર્ટ્સ ડેસ્ક:ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતની ટેસ્ટ ટીમમાં રમતા સૌરાષ્ટ્રના બે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા ટોપ રેન્ક પર પહોચ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપતા તેને ફાયદો થયો હતો અને બોલરના સર્વશ્રેષ્ઠ નંબર-1 રેન્ક પર પહોચ્યો છે. જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારતા તે બેટ્સમેનના રેન્કમાં નંબર-2 પર પહોચ્યો છે. મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલા આવુ ક્યારેય બન્યુ નથી જ્યારે બે ગુજરાતી ICCના ટોચના ક્રમે...
    March 21, 04:26 PM
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો, પૂજારાની બેવડી સદી, જાડેજાની 9 વિકેટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હારને ટાળી હતી. અંતિમ દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી...
    March 21, 07:49 AM
  • 5 મહિનાથી ટીમની બહાર છે રોહિત શર્મા, જીવી રહ્યો છે આવી LIFE
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર રોહિત શર્મા ઇજાને કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે, તેને ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ વન ડે મેચ રમી હતી. સર્જરી બાદ રોહિત ફેબ્રુઆરી, 2017માં ફિલ્ડ પર પરત ફર્યો હતો. ત્યારથી અત્યાર સુધી તે સતત નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. રોહિતે બે મેચ રમી બન્નેમાં ફ્લોપ - રોહિત શર્માએ વિજય હઝારે ટ્રોફીની બે મેચ પણ રમી હતી. રોહિત બન્ને મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે 16 અને 4 રન જ બનાવી શક્યો હતો. - રોહિત શર્મા હવે 5 એપ્રિલથી શરૂ થઇ રહેલ IPLમાં રમતો નજરે પડશે. રોહિત મુંબઇ...
    March 21, 12:07 AM
  • ફરી ભડક્યો ઇશાંત શર્મા ,બેટ્સમેન ખસી જતા તેની તરફ ફેક્યો બોલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા ફરી ભડકી ગયો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન 29મી ઓવરમાં બની હતી. આ ઓવરનો પ્રથમ બોલ ફેકવા માટે જ્યારે ઇશાંત રનઅપ લઇ રહ્યો હતો ત્યારે અચાનક રેન શો વિકેટ સામેથી ખસી ગયો હતો. થોડી વાર રોકાઇ મેચ - જ્યારે રેન શો વિકેટ સામેથી ખસી ગયો તો આ વાતથી નારાજ ઇશાંતે તે સમયે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. - તેને રનઅપ પૂરો કરતા જ ગુસ્સામાં બોલને વિકેટ કીપર તરફ ફેક્યો હતો, તે બાદ પાછળ ફર્યો અને અમ્પાયર...
    March 20, 01:46 PM
  • ગંભીર આ રીતે માણી રહ્યો છે મજા, પત્ની અને દીકરી સાથે સુવર્ણમંદિર પહોચ્યો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો સ્ટાર ક્રિકેટર અને દિલ્હીની રણજી ટીમનો કેપ્ટન ગૌતમ ગંભીર આ સમયે ક્રિકેટના મેદાનથીદૂર છે અને તે વેકેશનની મજા માણી રહ્યો છે. તાજેતરમાં તે પત્ની નતાશા અને દીકરી આજીન સાથે ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા પહોચ્યો હતો. ગંભીરે પત્ની અને દીકરી સાથે પરિક્રમા કરતા સાફ સફાઇ કરી સેવા પણ કરી હતી. આ દરમિયાન ગૌતમ ગંભીર આજીનને સેવા કરતા શીખવાડતો હતો જ્યારે નતાશાએ ગંભીર અને આજીનને ખુદ પોતાના હાથથી પ્રસાદ પણ ખવડાવ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સુવર્ણ મંદિરમાં પહોચ્યા બાદ ગૌતમ...
    March 20, 12:31 PM
  • વિરાટે સ્મિથ-મેક્સવેલને આપ્યો જવાબ, કોહલીની ઇજાની ઉડાવી હતી મજાક
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતના બે ખેલાડીઓએ કેપ્ટન્સી કરી હતી. વિરાટ કોહલી ઇન્જર્ડ થતા અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલી જ્યારે પ્રથમ ઇનિંગમાં 6 રને આઉટ થયો ત્યારે સ્મિથ અને મેક્સવેલે તેમના ખભે હાથ મુકી તે ઇન્જર્ડ હોવાનો ઇશારો કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ તેમને જોરદાર જવાબ આપ્યો હતો. શું હતો મામલો - ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 2 વિકેટ સસ્તામાં પડતા જ તે દબાણમાં આવી ગયુ હતું. - વિરાટ કોહલીએ ડેવિડ વોર્નર આઉટ...
    March 20, 10:11 AM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 202 રન, ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 23/2
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 2 વિકેટે 23 રન બનાવી લીધા છે. રેન શો (7) રને અણનમ રહ્યો હતો. ડેવિડ વોર્નર (14) અને નાથન લાયન (2) રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે...
    March 19, 04:49 PM
  • ચેતેશ્વર પૂજારાએ ફટકારી 3rd બેવડી સદી, મેચમાં બન્યા આ  રેકોર્ડ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 202 રનની ઇનિંગ રમી હતી. પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. સૌથી વધુ બોલ રમનાર ભારતીય બન્યો પૂજારા - ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 202 રનની ઇનિંગ રમી હતી. - આ દરમિયાન તેને 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડ્રી ફટકારી હતી. - આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા. - પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી...
    March 19, 03:17 PM
  • ઓસ્ટ્રેલિયન બોલરે  બોલી ગાળ, પૂજારા-સહાએ આપ્યો જોરદાર જવાબ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો ચાલુ જ છે. રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નહતા. પૂજારા અને સહાની લાંબી પાર્ટનરશિપથી બોખલાયેલા ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે સહાને અપશબ્દ કહ્યાં હતા. જેનો ચેતેશ્વર પૂજારાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત ઘટનાની વધુ તસવીરો...
    March 19, 12:41 PM
  • ધોનીના ખોવાયેલા ત્રણ મોબાઇલ મળ્યા, પોલીસે કરી પૃષ્ટી
    નવી દિલ્હી: દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઇલ ચોરી થઇ ગયા હતા તે હવે મળી ગયા છે. ધોનીએ દ્વારકા સેક્ટર 10 સ્થિત પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે દ્વારકા વિસ્તારમાં આવેલ 5 સ્ટાર હોટલ વેલકમમાં શુક્રવારે આગ લાગી હતી. હોટલમાં ધોની સહિત ઝારખંડની ટીમ અહી રોકાઇ હતી. ધોની દિલ્હીમાં વિજય હઝારે ટ્રોફીની મેચ રમવા આવ્યો હતો. જો કે આખી ટીમને રેસક્યૂ કરવામાં આવી હતી. આગ લાગવા દરમિયાન ધોનીએ પોતાના 3 મોબાઇલ ચોરાયા હોવાની વાત કહી હતી. 7th ફ્લોર પર...
    March 19, 12:26 PM
  • IND Vs AUS: ચેતેશ્વર પૂજારાના 130* રન, ભારત AUSથી 91 રન પાછળ
    રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (130) અને રિદ્ધિમાન સહા (18) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી પૂજારાએ સદી ફટકારી હતી. આ સિરીઝમાં ભારત તરફથી આ પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે. કમિન્સની 4 વિકેટ - ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. - લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી...
    March 19, 01:59 AM