Home >> Sports >> Cricket >> Expert Comments
 • ડિફેન્ડિંગ ચેમ્પિયન છે ભારત, જાણો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોણ ક્યારે બન્યું વિજેતા
  સ્પોર્ટ્સ ડેસ્ક: 1 જૂનથી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઇ રહી છે. આઇસીસીની આ બિગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત સહિતની ટીમ પહોચી ચુકી છે. ભારત પોતાનો પ્રથમ મુકાબલો 4 જૂને કટ્ટર પાકિસ્તાન સામે રમશે. દરમિયાન divyabhaskar.com તમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઇ ટીમ ક્યારે ચેમ્પિયન બની તેના વિશે જણાવી રહ્યું છે. 2 ગ્રુપ અને 8 ટીમ - આઠ ટીમો વચ્ચે રમાનાર આ ટૂર્નામેન્ટ 1થી 18 જૂન સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. ટીમોને બે ગ્રુપમાં વેચવામાં આવી છે. - ગ્રુપ એમાં યજમાન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ...
  12:04 AM
 • IPL 2008થી 2017: કઇ સીઝનમાં બન્યા કેટલા રન અને કેટલી પડી વિકેટ
  સ્પોર્ટ્સ ડેસ્ક: 2008થી શરૂ થયેલા ક્રિકેટના મહાકુંભ આઇપીએલે ક્રિકેટ ફેન્સને 10 વર્ષ સુધી ઘણા એન્ટરટેઇન કર્યા છે.આ વર્ષમાં એક તરફ જ્યા રન વરસ્યા હતા તો બીજી તરફ બોલર્સે બોલિંગથી વિકેટ ઝડપી હતી. દરમિયાન divyabhaskar.com તમને IPL 2008થી 2017 સુધી દર વર્ષે કુલ કેટલા રન બન્યા અને કેટલી વિકેટ પડી તેના વિશે જણાવી રહ્યું છે. સાથે જ દરેક સીઝનના ટોપ સ્કોરર અને ટોપ વિકેટ ટેકર્સ વિશે પણ જણાવી રહ્યું છે. પ્રથમ સીઝનમાં બન્યા 17935 રન - આઇપીએલની પ્રથમ સીઝન (2008)માં બેટ્સમેને કુલ 17935 રન બનાવ્યા હતા. સાથે જ બોલર્સે 689 વિકેટ ઝડપી...
  May 25, 12:04 AM
 • ઓમાનમાં ગુજ્જુ પરિવાર ક્રિકેટને આપી રહ્યો છે પ્રોત્સાહન, કરે છે આર્થિક મદદ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ઓમાન મિડલ ઇસ્ટનો એવો દેશ છે જ્યાં ટ્રેડિશનલ રમતોનો દબદબો છે. અહીંના યુવા કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ, બુલ ફાઇટિંગમાં રસ લેશે. કેટલાક લોકોનો રસ ફૂટબોલ, વોલીબોલમાં પણ છે. આવા દેશમાં ક્રિકેટને આગળ લાવવું મુશ્કેલ છે. જો કે છેલ્લા 40 વર્ષથી એક ગુજરાતી પરિવાર ક્રિકેટને આગળ લાવવા કામ કરી રહ્યો છે. ખીમજી પરિવાર કરી રહ્યો છે મદદ - મૂળ કચ્છના હિન્દુ શેખ ખીમજી પરિવારે ઓમાનને ICC એફિલિએટ મેમ્બરથી એસોસિયેટ મેમ્બર સુધી પહોંચાડ્યું છે. - ઓમાનની ટીમ ભારતમાં 2016માં યોજાયેલા ટી-20...
  May 24, 11:06 AM
 • માત્ર બાઉન્ડ્રીથી બન્યા 10,662 રન, આવા રસપ્રદ છે IPL 10 આ તમામ આંકડા
  સ્પોર્ટ્સ ડેસ્કઃ ફટાફટ ક્રિકેટની સૌથી રોમાંચક ટૂર્નામેન્ટ IPL ની 10મી સીઝન પૂર્ણ થઈ. મુંબઈ ઈન્ડિયન્સ અને રાઈઝીંગ પૂણે સુપરજાયન્ટની વચ્ચે રમાયેલી ફાઈનલ લો સ્કોરિંગ રહી, જેમાં કુલ 257 રન બન્યા. પરંતુ આ સમગ્ર સીઝનમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો. ટૂર્નામેન્ટમાં માત્ર બાઉન્ડ્રી વડે 10,662 રન બન્યા. ટોટલ 60 મેચમાં 18 હજારથી પણ વધુ રન બન્યા. (આગળની સ્લાઈડ્સમાં જુઓ આઈપીએલ સીઝન - 10ના આવા જ રસપ્રદ ફેક્ટ્સ)
  May 23, 11:37 AM
 • MI ચેમ્પિયન: આ દિગ્ગજોના ચક્રવ્યૂમાં ફસાઇ RPS, આ રીતે આપી માત
  સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઇ ઇન્ડિયન્સ હૈદરાબાદમાં પૂણે સુપરાજાયન્ટને રોમાંચક મેચમાં અંતિમ બોલે 1 રને હરાવી IPLમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું. મુંબઇ શરૂઆતથી જ આક્રમક રમત રમી પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહ્યું હતું. મુંબઇના સપોર્ટ સ્ટાફમાં દિગ્ગજોની ભરમાર છે. સપોર્ટ સ્ટાફ આટલો જોરદાર ન હોત તો મુંબઇ ખિતાબી મુકાબલો પૂણે સામે હારી જાત, કારણ કે વિરોધી ટીમમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ તેમજ ભારતનો સૌથી સફળ કેપ્ટન અને મેચમાં બેસ્ટ સ્ટ્રેટેજી બનાવવા માટે જાણીતો મહેન્દ્રસિંહ ધોની હતો. જ્યાર...
  May 23, 12:02 AM
 • સચિનથી લઈ અમિતાભ બચ્ચન સુધી, જાણો મુંબઈની જીત પર કોણે શું કહ્યું
  સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈપીએલ-10ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે પૂણે સુપરજાયન્ટને 1 રન હરાવી ત્રીજીવાર ટાઈટલ પર કબજો કર્યો હતો. 3 વાર આઈપીએલ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ જીત બાદ ટીમને ક્રિકેટ અને બોલીવૂડ જગતના દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી હતી. ફાઈનલ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે, ઘણું સારુ ક્રિકેટ રમાયું , દર્શકોને ખરેખર મજા પડી હશે. આવો હતો મેચનો રોમાંચ.... - ટોસ જીતી મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન કર્યા હતા, જેમાં કૃણાલ પંડ્યા મહત્વપૂર્ણ 47 અને રોહિત શર્માએ 24 રનની ઈનિંગ રમી હતી. - કૃણાલ...
  May 22, 02:34 PM
 • IPL-10 : સ્મિથની વિકેટ ટર્નિંગ પોઈન્ટ, આ છે મુંબઈની જીતના 5 હીરો
  સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈપીએલ-10ની ફાઈનલમાં મુંબઈએ ભારે રોમાંચ બાદ પૂણેને 1 રનથી પરાજય આપી ત્રીજી વખત ટાઈટલ પર કબજો કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કૃણાલ પંડ્યા 47 રન અને રોહિત શર્માએ 24 રન ફટકારી ટીમના ધબડકા વચ્ચે સ્કોર 129 રને ફટકાર્યો હતો. બીજી તરફ અંતિમ ઓવરમાં જોનસને મનોજ તિવારી અને સ્ટિવ સ્મિથની વિકેટ ઝડપી મુંબઈને જીત અપાવી હતી. જોનસન, બુમરાહ અને કર્ણ શર્માએ શાનદાર બોલિંગ કરી મુંબઈની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. આ છે પૂણેની જીતના 5 હીરો 1 કૃણાલ પંડ્યા 2...
  May 22, 12:38 PM
 • તમામ ખેલાડી થશે ફ્રી, 2018ની IPLમાં આ 5 પ્લેયર્સને રીટેન કરવા માંગશે RCB
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ને નવો ચેમ્પિયન મળી ગયો છે. આ સાથે જ 2018ની આઇપીએલની ચર્ચા પણ થવા લાગી છે, જેમાં તમામ ખેલાડીઓની નવેસરથી બોલી લાગશે. એવામાં કેટલીક ટીમો ઇચ્છે છે કે તેમના પસંદગીના ખેલાડીઓને રીટેન કરવાની પરમિશન મળે. જેમાંથી એક ટીમ છે વિરાટ કોહલીની કેપ્ટન્સીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ. જાણો ક્યા પ્લેયર્સને પોતાની પાસે રાખી શકે છે બેંગલુરૂ - બેંગલુરૂ ટીમ જે પ્લેયર્સને રીટેન કરી શકે છે તેમાંથી એક 19 વર્ષીય સરફરાઝ ખાન. તે ઇજાને કારણે આ સીઝનમાં નથી રમી શક્યો. ટીમને તેની કમી નડી હતી. સરફરાઝ...
  May 22, 12:02 AM
 • IPL 2017: આજે પૂણે- મુંબઈ વચ્ચે ફાઈનલ, આ પ્લેયર્સ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
  સ્પોર્ટ્સ ડેસ્કઃ લેગ સ્પિનર કર્ણ શર્મા અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતાને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે આઈપીએલ ફાઈનલમાં પૂણેઅને મુંબઈ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. મુંબઈ ફેવરિટ ટીમ, પૂણે માટે ધોની મહત્વપૂર્ણ સાબિત થશે.... -આઈપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સને પ્રશંસકો અને દિગ્ગજ ક્રિકેટરો ટાઈટલ જીતવા પ્રબળ દાવેદાર માની રહ્યાં છે. - મુંબઈ ઈન્ડિયન્સ અને પૂણે સુપર જાયન્ટ વચ્ચે હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)માં...
  May 21, 03:03 PM
 • ક્રિકેટ વેબસાઇટે જાહેર કરી IPLની ઓલ ટાઇમ ઇલેવન, ધોની કેપ્ટન
  સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ 2017ની ફાઇનલ મેચ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ પહેલા ક્રિકેટની નંબર વન વેબસાઇટ ESPN CrickInfoએ ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવનની જાહેરાત કરી છે. ધોની-વિરાટને મળી જગ્યા - ESPNએ પોતાની ઓલ ટાઇમ આઇપીએલ ઇલેવનમાં ધોનીને કેપ્ટન અને વિકેટ કીપર તરીકે પસંદ કર્યો છે. - આ ટીમમાં વિરાટ કોહલી સિવાય ક્રિસ ગેલને પણ જગ્યા મળી છે પરંતુ ચોકાવનારી વાત એ છે કે તેને એબી ડી વિલિયર્સને જગ્યા આપી નથી. - ફાસ્ટ બોલર્સમાં ભૂવનેશ્વર કુમાર અને લસિથ મલિંગાનો સમાવેશ કરવામાં આવ્યો છે...
  May 21, 11:03 AM
 • ચેમ્પિયન બનેલી ટીમ બીજી સીઝનમાં ક્યાં સુધી પહોચી, આ છે 9 સીઝનનો રિપોર્ટ
  સ્પોર્ટ્સ ડેસ્ક: એલિમિનેટર મેચમાં હારીને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL-10માંથી બહાર થઇ ચુકી છે. હૈદરાબાદ 2016ની ચેમ્પિયન હતી, પરંતુ આ વર્ષે તેની સફર પ્લે ઓફ રાઉન્ડની પોતાની પ્રથમ મેચમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. દરમિયાન divyabhaskar.com તમને આ પેકેજમાં જે ટીમ એક સીઝનમાં IPL ચેમ્પિયન રહી તો આગળના વર્ષે તેની ટૂર્નામેન્ટમાં સફર ક્યા સુધીની રહી તેના વિશે જણાવી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL-10માં પ્રદર્શન કેપ્ટન: ડેવિડ વોર્નર મેચ: 15 જીત: 8 હાર: 6 નો-રિઝલ્ટ: 1 પોઇન્ટ: 17 લીગ રાઉન્ડમાં પોઇન્ટ ટેબલમાં સ્થિતિ: 3rd...
  May 20, 12:03 AM
 • આ બોલરનો સામનો કરતા ડરતો હતો સચિન, જાણો અન્ય પ્લેયર્સ કોનાથી ડરતા
  સ્પોર્ટ્સ ડેસ્ક: માસ્ટર બ્લાસ્ટર અને IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંડુલકરે 24 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 1999માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ સીરિઝને ટફ ગણાવી છે. સાથે જ સચિને તેને એક મોટો ખુલાસો કર્યો કે તે એક બોલરનો સામનો કરતા ગભરાતો હતો અને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને સ્ટ્રાઇક આપી દેતો હતો. દક્ષિણ આફ્રિકાના આ બોલરથી ગભરાતો હતો સચિન - સચિનને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્યે સામનો કરવાનું પસંદ નહતું. - સચિને કહ્યું, 1989માં જ્યારે મે ક્રિકેટ રમવાનું શરૂ...
  May 20, 12:01 AM
 • IPLની 7th ફાઇનલમાં પહોચનાર પ્રથમ ક્રિકેટર બન્યો ધોની, આવુ છે પ્રદર્શન
  સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ-10માં પૂણે સુપરજાયન્ટ ફાઇનલમાં પહોચતા જ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે એક અનોખો રેકોર્ડ દર્જ થઇ ગયો છે. ધોની આઇપીએલમાં સૌથી વધુ ફાઇનલ મેચમાં પહોચનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા ગત 6 સીઝનની ફાઇનલ ધોનીએ કેપ્ટન તરીકે રમી હતી અને હવે 10 વર્ષના ઇતિહાસમાં તેની સાતમી ફાઇનલ હશે. પ્રથમ સીઝનમાં જ ફાઇનલમાં - આઇપીએલની પ્રથમ સીઝન એટલે કે 2008માં ધોનીએ કેપ્ટન તરીકે ચેન્નાઇ સુપરકિંગ્સને ફાઇનલમાં પહોચાડી હતી. - ચેન્નાઇનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. -...
  May 18, 11:58 AM
 • વિરાટની NUEVA તો જાડેજાની Jaddu's, આ છે ક્રિકેટર્સની Restaurant
  સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કેપ્ટન અને IPL ટીમ RCBના કેપ્ટન વિરાટ કોહલીએ નવી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ ખોલી છે. વિરાટની આ રેસ્ટોરન્ટમાં તેને તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ખેલાડીઓને પાર્ટી આપી હતી. આ રેસ્ટોરન્ટનો વીડિયો વિરાટ કોહલીએ સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. દિલ્હી સામે જીત્યા બાદ આપી પાર્ટી - વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ખેલાડીઓને પોતાની નવી રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી હતી. - વિરાટ કોહલીની આ પાર્ટીમાં શેન વોટસન, ડેનિયલ વિટ્ટોરી સહિતના ખેલાડી...
  May 17, 01:51 PM
 • ઇશાંતથી ઇરફાન સુધી, આ 6 ક્રિકેટર્સ માટે IPL-10 હોઇ શકે છે અંતિમ સીઝન
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં ઇશાંત શર્માનું પ્રદર્શન શરમજનક રહ્યું છે, તેને 6 મેચમાં રમવાની તક મળી પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નથી. બીજી તરફ તેનો ઇકોનોમી રેટ પણ ઘણો ખરાબ (9.94) રહ્યો છે. આ સીઝન ઇશાંતની અંતિમ આઇપીએલ સાબિત થઇ શકે છે. આ સીઝન પહેલા તેને ઓક્શનમાં કોઇ ટીમે ખરીદ્યો નહતો. બેઝ પ્રાઇઝને કારણે તે અનસોલ્ડ રહી ગયો હતો પછી સેહવાગને કારણે તેની પંજાબની ટીમમાં એન્ટ્રી થઇ હતી. ઇશાંતનું ખરાબ પ્રદર્શન - આઇપીએલ-10ની હરાજીમાં ઇશાંત શર્માની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. આટલી વધુ પ્રાઇઝને કારણે તેને કોઇ ટીમે...
  May 17, 12:02 AM
 • IPLની કઇ સીઝનમાં કઇ 4 ટીમ રહી ટોપ પર, આ છે આખી યાદી
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની પ્લે ઓફ રાઉન્ડમાં પહોચનારી ટોપ 4 ટીમ નક્કી થઇ ગઇ છે. મુંબઇ ઇન્ડિયન્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લે ઓફમાં પહોચી ગઇ છે. સતત બીજી સીઝનમાં હૈદરાબાદ અને કોલકાતાની ટીમ પ્લે ઓફ રાઉન્ડમાં પહોચી છે. 2016ની આઇપીએલમાં આ બન્ને ટીમ ટોપ-4માં હતી. 2008માં આઇપીએલ સીઝન-1ની ટોપ-4 ટીમ - 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં લીગ રાઉન્ડ બાદ બે સેમિ ફાઇનલ મેચ અને એક ફાઇનલ મેચ હતી. જેમાં નંબર-1 અને નંબર-4 ટીમ પ્રથમ સેમિ ફાઇનલ રમતી હતી. જ્યારે બીજી...
  May 16, 12:29 PM
 • આઇપીએલ રમી ચુક્યા છે આ 11 પાકિસ્તાની પ્લેયર્સ, આ ટીમમાં હતા શામેલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તમામ મુખ્ય દેશના ખેલાડી રમી રહ્યાં છે. આ વર્ષે એસોસિએટ ટીમ અફઘાનિસ્તાનના ખેલાડીઓને પણ અહી તક મળી છે પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનના પ્લેયર્સનો આ ટૂર્નામેન્ટમાં રમવા પર બેન લાગેલો છે. 2009માં શ્રીલંકન ટીમ પર આતંકી હુમલા અને 26/11ની ઘટના બાદ નિર્ણય લેવામાં આવ્યો કે કોઇ પણ પાકિસ્તાની ક્રિકેટર આઇપીએલમાં નહી રમે. દરમિયાન divyabhaskar.com તમને પાકિસ્તાનના એવા 11 ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે જે આઇપીએલ રમી ચુક્યા છે. બેટિંગ નહી બોલિંગથી ચમક્યો હતો આફ્રિદી -...
  May 15, 12:03 AM
 • વિરાટથી લઇ ધોની યુવરાજ સુધી, આ છે ભારતીય ક્રિકેટર્સની MOM
  સ્પોર્ટ્સ ડેસ્ક: યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એન્ડી મરે સહિત કેટલાક એવા સ્પોર્ટ્સ સ્ટાર છે, જેમની સફળતા પાછળ તેમની માતાનું વિશેષ સ્થાન છે. યુવરાજ સિંહને ક્રિકેટની ટ્રેનિંગ તેના પિતા યોગરાજે આપી પરંતુ તે ભાવનાત્મક રૂપથી માતાની ઘણી નજીક રહ્યો છે. વિરાટ કોહલીના ક્રિકેટ સ્ટાર બન્યા પહેલા તેના પિતાનું મોત થયુ હતું. સચિન તેંડુલકર અવાર નવાર પોતાની માતાની પ્રશંસા કરતો રહે છે. 14 મેએ મધર્સ ડે છે. દરમિયાન divyabhaskar.com તમને ક્રિકેટર્સ અને તેમની માતા વિશે જણાવી રહ્યું છે. માતાની નજીક છે...
  May 14, 05:30 PM
 • MI, SRH અને KKR પ્લે ઓફમાં, આજે નક્કી થશે સેમિ ફાઇનલની ચોથી ટીમ
  સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં પોતાના અંતિમ લીગ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 9 રને હરાવ્યું હતું. હાર છતા કોલકાતાએ પ્લે ઓફ માટે ક્વોલિફાય કરી લીધુ છે. તે આમ કરનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા મુંબઇ અને હૈદરાબાદની ટીમ પહેલા જ પ્લે ઓફમાં પહોચી ચુકી છે. પ્લે ઓફની ચોથી ટીમનો નિર્ણય રવિવારે રમાનાર કિંગ્સ ઇલેવન પંજાબ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચેની મેચમાં થશે. મુંબઇ જીત સાથે ટોપ પર - મુંબઇ ઇન્ડિયન્સ કોલકાતા સામે જીત સાથે 18 પોઇન્ટ સાથે ટોપ પર છે. - જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 17...
  May 14, 12:37 AM
 • IPL-10ની પ્લેઇંગ XI, કોઇ રમ્યુ 1-2 મેચ તો કોઇને નથી મળી તક
  સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ-10 હવે પ્લે ઓફ તરફ પહોચી ચુક્યુ છે. કિંગ્સ ઇલેવન પંજાબનો હાશિમ અમલા 2 સદી ફટકારી તેમજ એન્ડ્ર્યૂ ટાઇ (ગુજરાત લાયન્સ), સેમ્યુઅલ બદ્રી (આરસીબી) તેમજ જયદેવ ઉનડકટ (પૂણે સુપરજાયન્ટ) હેટ્રિક ઝડપી આ સીઝનમાં ચમક્યા છે. બીજી તરફ કેટલાક એવા પણ ખેલાડી છે જેમના શાનદાર પ્રદર્શન છતા ખાસ તક મળી નથી. દરમિયાન divyabhaskar.com તમને આ સીઝનના આવા જ 11 ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે જેમને આ સીઝનમાં વધુ રમવાની તક મળી નથી. નંબર-1 મુંબઇના ઓપનરને મળી માત્ર 3 તક - મુંબઇ ઇન્ડિયન્સ પોતાના શાનદાર પ્રદર્શનની...
  May 13, 06:11 PM