- - www.bhaskar.com
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
Home >> Sports >> Cricket >> Cricket Coaching
 

Cricket Coaching

 
 
 
 
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શું છે?
ભારતમાં ક્રિકેટ ફક્ત રમત જ નહીં પરંતુ ધર્મની જેમ છે. ટેસ્ટ, વન ડે અને બાદમાં ક્રિકેટનું નવુ ફોર્મેટ આવ્યું જેને ટી20 ક્રિકેટ કહેવામાં આવે છે. ટી20 ક્રિકેટના આગમનથી રમતનું સ્વરૂપ જ બદલાઈ ગયું. તેમાં પહેલા કરતા વધારે રોમાંચ અને મનોરંજન ઉમેરાયું. ઈન્ડિયન પ્રિમિયર લીગનો ઉદ્દભવ ઘણો રસપ્રદ છે. લલિત મોદી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઉપ-પ્રમુખ હતા ત્યારે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ. આઈપીએલ લલિત મોદીના ભેજાની ઉપજ છે. આ લીગમાં યુરોપની ફૂટબોલ ક્લબની જેમ ક્રિકેટ ટીમ બનાવવામાં આવી હતી. આઠ ટીમોને અલગ-અલગ માલિકો દ્વારા ખરીદવામાં આવી હતી. જેમાં વિશ્વના અલગ-અલગ ક્રિકેટરો એક જ ટીમમાં રમતા જોવા મળ્યા હતા. જેમાં ક્રિકેટરોની ખરીદી માટે હરાજીની પ્રક્રિયા રાખવામાં આવી હતી જે તમામ લોકો માટે એક આશ્ચર્યની વાત હતી કે ખેલાડીઓની હરાજી તો કંઈ થઈ શકતી હોય. પરંતુ આઈપીએલથી ક્રિકેટનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે.
 
 
 
બીમર શું હોય છે?
બોલરનો તે બોલ જે ટપ્પી પડ્યા વગર બેટ્સમેનની કમર કે તેનાથી ઉપરના ભાગ પર આવે તેને બીમર કહેવામાં આવે છે. આવા બોલમાં બેટ્સમેનને ઈજા થવાની શક્યતા હોય છે, તેથી હવેથી ક્રિકેટમાં તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. એટલે કે આવા બોલને અમ્પાયર નો બોલ ફેંકે છે. જો કોઈ બોલર વન ડે મેચની એક ઈનિંગ્સમાં બે બીમર ફેંકે છે તો તે મેચમાં વધારે બોલિંગ નથી કરી શકતો.
 
 
 
આ કાઉ શોટ કોને કહેવાય? તેને કેવી રીતે ફટકારવામાં આવે છે?
ફુલ લેન્થ બોલને એક્રોસ ધ લાઇન દ્વારા ફટકારવામાં આવતાં શોટને કાઉ શોટ કહે છે. આ શોટમાં બેટ્સમેનનો પ્રયાસ કાઉ કોર્નર (ડીપ મિડવિકેટ અને લોન્ગઓનની વચ્ચે)ની ઉપરથી સિક્સર લગાવવાનો હોય છે. આ શોટ લગાવવા માટે બેટ્સમેન ટેક્નિકની રીતે સજજ હોવો જોઇએ.
 
 
 
ક્રિકેટમાં સ્વિંગનો મતલબ શું થાય છે?
એવી બોલ જે પિચ પર ટપ્પો ખાઈને પહેલા પોતાની દિશા બદલી લે છે. નવો અને ચમકદાર બોલ વધારે સ્વિંગ થાય છે, પરંતુ તે કેટલો સ્વિંગ થશે તે તેની પ્રકૃતિ અને વાતાવરણ પર આધાર રાખે છે. ભારે વાતાવરણમાં બોલ વધારે સમય અને વધારે સ્વિંગ થાય છે. આ બોલનો ઉપયોગ ઝડપી અને મધ્યમ ગતિના બોલર કરે છે. સામાન્ય રીતે ક્રિકેટમાં બે રીતના સ્વિંગ બોલ ફેંકવામાં આવે છે. ઈન સ્વિંગ અને આઉટ સ્વિંગ. જો કે પાકિસ્તાની બોલરોએ રિવર્સ સ્વિંગ બોલની પદ્ધતિ શોધી હતી.
 
 
 
ટેક્નોલોજી પણ નિષ્ફળ જાય છે
ગયા વર્ષે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં થર્ડ અમ્પાયર ડેરેલ હાર્પરે ટીવી પર યૂડીઆરએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડના અમ્પાયરનો નિર્ણય સાચો જણાવ્યો હતો કે ગ્રીમ સ્મિથ સ્ટમ્પ પાછળ કોટ બિહાઇન્ડ થયો નહોતો, પરંતુ પાછળથી ખબર પડી હતી કે હાર્પરે પોતાના મોનિટરનો અવાજ વધાર્યો નહોતો તેથી બોલ બેટની ધાર પર સહેજ અથડાયો હતો તેનો અવાજ તેમને આવ્યો નહોતો. આઈસીસીએ આ નિર્ણયને ટેક્નોલોજીની નિષ્ફળતા તરીકે વર્ણવ્યો હતો.
 
 
 
UDRSનો ઉપયોગ આ રીતે થાય છે
ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનની બોલ કાંગારું બેટ્સમેન શોન માર્શના પેડ પર વાગ્યો છે. બોલ મિડલ તથા લેગ સ્ટમ્પની લાઇનમાં હતી તેવું લાગતું હતું, પરંતુ અમ્પાયરે અપીલને નકારી નાખી હતી. એન્ડરસને યૂડીઆરએસ (અમ્પાયર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) અજમાવવા માગતો હતો, પરંતુ ટીમે તેના માટે એક યોજના ઘડી છે. તે વિકેટકીપરને પૂછે છે કે શું બોલ સ્ટમ્પની લાઇનમાં હતો ? પછી તે સ્કવેર લેગ ઉપર ઊભેલા એન્ડ્રયુ સ્ટ્રાઉસ તરફ નજર કરે છે અને તે બતાવે છે કે બોલ સ્ટમ્પ કરતાં ઊંચેથી જઇ રહ્યો છે. ત્યારપછી એન્ડરસન યૂડીઆરએસ અજમાવવાનો વિચાર છોડી દે છે. રપિ્લેથી જાણવા મળે છે કે સ્ટ્રાઉસનું કહેવું સાચું હતું.
 
 
 
શું છે અમ્પાયર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ? (યુડિઆરએસ)
વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં યૂડીઆરએસ એટલે કે અમ્પાયરના શંકાસ્પદ નિર્ણય પર સમીક્ષા કરવા ટેક્નોલોજી કામ કરશે. આપણે અત્યાર સુધી તેનો વિરોધ કરતા રહ્યા છીએ અને આપણા ખેલાડીઓ તેનો અનુભવ લઇ શક્યા નથી. ટેક્નોલોજી અને તેના અનુભવથી કેવી રીતે ફાયદો ઉઠાવી શકીએ છીએ તેના પર એક નજર.
 
 
 
 

 
Advertisement
facebook

Astrology

 
રાશિફળ
 
અંક જ્યોતિષ
 


Jokes

જુઓ ડોકટરે કરી ભુલ, કરી નાખ્યું પોસ્ટૉમોટમ

તો સવારે મેં કોનું પોસ્ટૉમોટમ કર્યું
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.