પ્રજાસત્તાક પર્વની પૂર્વસંઘ્યાએ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ શહેર પોલીસને પ્રમોશનની ભેટ આપી હતી. શહેરના ૧૦૧ પોલીસ કોન્સ્ટેબલને હે.કોન્સ્ટેબલ, જ્યારે ૭૩ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે પ્રમોશન અપાયું છે.
કમાટીબાગના સ્ટાફ કવાર્ટર્સ ખાતે રહેતી પરિણીતાએ અગમ્ય કારણસર કેરોસીન છાંટીને આપઘાત કર્યો હતો. કમાટીબાગના સ્ટાફ કવાર્ટર્સ-પાણીની ટાંકી પાસે રહેતાં ૪૬ વર્ષીય પરિણીતા મંજુલાબેન ઠાકોરભાઇ રોહિતે ૨૧મીએ રાત્રે અગમ્ય કારણોસર પોતાના શરીર પર કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સયાજી હોસ્પિટલમાં...
એન્ટવર્પમાં હીરાના વેપારી પ્રવીણભાઈ પટેલની હત્યામાં સંડોવણી હોવાના પુરાવાને આધારે એન્ટવર્પ પોલીસના હાથે પકડાયેલા પુત્ર રશ્મીન પટેલની વધુ પૂછપરછ માટે પોલીસે કોર્ટમાંથી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એન્ટવર્પના હીરાના વેપારીઓએ કહ્યું હતું કે એન્ટવર્પ પોલીસની કોઈ ગેરસમજ થઈ હોય એવું લાગે છે. બાકી રશ્મીન અને તેના...
વાપી પાલિકામાં છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓની ઘટના કારણે કામગીરી અટવાઇ રહી છે. પાલિકામાં ભરવાપાત્ર અગત્યની ૨૦ જગ્યાઓ અને ૧૧૩ સફાઇ કામદારોની જગ્યા ખાલી હોવાથી કામગીરીને અસર પહોંચી રહી છે. પાલિકા વિભાગ આ મુદ્દે રાજ્ય સરકારને રજુઆત પણ કરી હતી,પરંતુ કોઇ કાર્યવાહી થઈ નથી.
વાપી પાલિકાનો ૨૨.૨૨ કિમીનો વિશાળ વિસ્તાર હોવાથી રોજની કામગીરી વધુ રહે છે....
મ.સ.યુનિની ફેકલ્ટી ઓફ બીબીએના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા બીબીએ બાજીગર સઝિન ૬ની મંગળવારથી શરૂઆત થઇ છે. જેમાં બીજા દિવસે સ્કૂલ અને કોલેજની ૨૦૦ જેટલી ટીમોએ પોત પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બીબીએ બાજીગરોના પ્રિલિમિનરી રાઉન્ડનો આજથી પ્રારંભ થયો હતો. જે અંતર્ગત સ્પર્ધકોએ પોતાના ટાર્ગેટેડ પ્રોફિટ સુધી પહોંચવા માટે...