Home >> Daxin Gujarat >> Vapi >> Daman
 • સેલવાસની સિટી પાર્ક સોસાયટીમાં કવિ સંમેલનનું આયોજન કરાયું
  સેલવાસ શિક્ષણ વિભાગ દ્વારા સિવિલ સર્વિસ ડે કાર્યક્રમ યોજાયો દમણ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન સેલવાસ |સેલવાસ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત તેમજ પાલિકા દ્વારા ચાલતી શાળાઓના આચાર્યો અને સહાયક શિક્ષકો, સહાયક શિક્ષણ અધિકારીઓનો સિવિલ સર્વિસ ડે નિમિતે સેલવાસ ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તજજ્ઞો તરીકે નમ્રતા મેડમ સીઆઈઆઈ ઇન્સ્ટીટયુટ અને માં ફાઉન્ડેશનના નયનભાઈ ચૌધરીએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના સીઈઓ...
  April 21, 03:45 AM
 • દમણ | દમણનીસામાજિક સંસ્થા દામિની વુમન્સ ફાઉન્ડેશને 15 દિવસનો ડાન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10 વર્ષના ઉમરના બાળકો અને મહિ‌લાઓ ભાગ લઇ શકશે. ડાન્સ ટીચર રૂપા ચંદ્રવતી 15 દિવસ સુધીમાં કેવો પ્રતિસાદ મળશે તે મુજબ કેમ્પને આગળ ધપાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના ઉત્થાન માટે પ્રવૃત્તિઓ અને કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં સીવણ કલાસ, મહેંદી કલાસ, બ્યુટી પાર્લર કોર્ષ વગેરે થકી મહિલાઓ સ્વરોજગારી માટે સજ્જ થઇ શકે તેવી પ્રયત્નો કરાય છે. હાલમાં શાળાઓમાં...
  April 21, 03:45 AM
 • દમણ-દીવનગરપાલિકાનું બજેટ આવી ગયું છે. પ્રશાસને દમણ અને દીવ નગરપાલિકાને ફકત ~42 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દમણ નગરપાલિકાએ વિવિધ વિકાસીય કાર્યને જોતા પ્રપોઝડ ફંડની માંગણી ~860 કરોડ કરી હતી. તેની સામે દમણ અને દીવ બન્ને નગરપાલિકા મળીને પ્રશાસનને ફકત ~42 કરોડ આપવામાં આવ્યા છે. ત્યારે વિકાસ કેવી રીતે સંભવ છે? તેના ઉપર પ્રશ્ન ઉભો થાય છે. દમણના ફાઇનાન્સ વિભાગમાંથી ગત 10મી એપ્રિલે નગરપાલિકાના સીઓને ટાંકીને પત્ર વ્યવહાર થયો હતો. જેમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ 2015-16 માટે દમણ અને દીવ નગરપાલિકાને મળીને ~42...
  April 21, 03:45 AM
 • દમણનાભીમપોર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામદાર મશીનમાં આવી જતાં તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી તેની પત્નીએ કંપની પર બેદરકારીની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાવી છે. દમણમાં ભીમપોરના પાંચાલ ઉદ્યોગ નગરમાં આવેલા એસલ ડિસ્પોવેર પ્રા.લી. કંપનીમાં છેલ્લા 4 મહિ‌નાથી દીપકકુમાર બસંતા રૂબીદાસ ઉ.વ. 26 રહે. ચંપાબાઈની ચાલ રૂમ નં. 14 વટાર, તા-પારડી, જી. વલસાડ મૂળ વતન દયાપુર, િજ. સોલચાર, આસામ અને તેની પત્ની બંને કંપનીમાં હેલ્પરનું કામ કરતા હતા. જેમાં સોમવારે સવારે 8 વાગ્યે બન્ને નોકરી પર ગયા હતા. આશરે 9...
  April 21, 03:45 AM
 • પ્રવાસનઅને ઔદ્યોગિક ક્ષેત્રે ખુબ ઝડપથી વિકાસ પામેલા સંઘપ્રદેશ દમણમાં ગુનાહિત પ્રવૃતિઓમાં પકડાતા સગીર વયના બાળકો,બાળ મજૂરી કરતા છોડાવવામાં આવતા બાળકો તેમજ બીનવારસી હાલતમાં મળી આવતા બાળકોને રાખવા માટે દમણમાં બાળ રીમાન્ડ હોમ હોવાના કારણે આવા બાળકોને છેક નવસારી રીમાન્ડ હોમમાં મોકલવાની ફરજ પડે છે. સમસ્યાને નિવારવા દમણમાં કેન્દ્ર સરકારની આપીસીપી યોજના હેઠળ બાળ રીમાન્ડ હોમ બનાવવાની માગ સાથે સોમવારે દમાણના જાગૃત નાગરિક ખુશમન ધીમરે પ્રશાસકને આવેદન પત્ર આપ્યું હતું. પ્રશાસકને આપવામાં...
  April 21, 03:45 AM
 • દમણનાભીમપોર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં કામદાર મશીનમાં આવી જતાં તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી તેની પત્નીએ કંપની પર બેદરકારીની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાવી છે. દમણમાં ભીમપોરના પાંચાલ ઉદ્યોગ નગરમાં આવેલા એસલ ડિસ્પોવેર પ્રા.લી. કંપનીમાં છેલ્લા 4 મહિ‌નાથી દીપકકુમાર બસંતા રૂબીદાસ ઉ.વ. 26 રહે. ચંપાબાઈની ચાલ રૂમ નં. 14 વટાર, તા-પારડી, જી. વલસાડ મૂળ વતન દયાપુર, િજ. સોલચાર, આસામ અને તેની પત્ની બંને કંપનીમાં હેલ્પરનું કામ કરતા હતા. જેમાં સોમવારે સવારે 8 વાગ્યે બન્ને નોકરી પર ગયા હતા. આશરે 9...
  April 21, 03:45 AM
 • દમણ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન
  દમણ |દેશભરમાં 20 એપ્રિલના દિવસે નાગરિક સેવા દિવસ તરીકે ઉજવાય છે. પ્રસંગે દમણના શિક્ષણ વિભાગે નાની દમણ સ્થિત શિક્ષણ સભાગૃહમાં સરકારી શિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન કર્યુ હતું. જેમાં પ્રાથમિક શિક્ષકો, સહાયક શિક્ષકો અને ગ્રેડ-1 શિક્ષકોને વિવિધ મુદ્દાઓ પર જાણકારી અપાઇ હતી. કાર્યશાળામાં વિશેષજ્ઞ તરીકે બીએડ કોલેજના પ્રાચાર્ય ડો. બાબુભાઈ ટંડેલ, પ્રાધ્યાપક ડો. ગીતા પટેલ, બીએડ કોલેજ વાપીની પ્રાધ્યાપક ડો. ગુંજન વશી, ખતલવાડા સ્કૂલના પ્રાચાર્ય અશ્વિન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. દમણના શિક્ષણ સહાયક...
  April 21, 03:45 AM
 • સ્થાનિક ખેપિયા પકડાતા નથી દારૂનીહેરાફેરીનાકેસમાં આરોપીઓ મહારાષ્ટ્રના હોય, તેઓને એલસીબીએ પકડી પાડ્યા હતા. જ્યારે દમણથી ગુજરાતમાં આવતા દારૂના દારૂના ખેપના આરોપીઓ કેમ ફરાર થઇ જાય તેની સામે સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં વાપી નજીક મુંબઇ હોટેલ પાસેથી પકડાયેલી દારૂની ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. સિવાય અગાઉની અનેક ઘટનાઓમાં સ્થાનિક ખેપિયાઓ ફરાર થઇ જાય છે અને પાછળથી પોલીસ મથકમાં છૂપકેથી હાજર થઇ જતા હોય છે.
  April 21, 03:45 AM
 • દમણથીગુજરાતમાં નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં પણ દારૂનો મોટો જથ્થો જઇ રહ્યો છે. મહારાષ્ટ્ર કરતાં દમણમાં દારૂ સસ્તો હોય શરાબ રસિયાઓ પોતાની મોંઘીદાટ કારમાં દારુનો જથ્થો લઇ જતાં વખતો વખત ઝડપાઇ જવાના બનાવો બનતા રહ્યા છે. આવો એક વધુ બનાવ વાપીમાં બન્યો છે. ભીવંડીના ઇસમો પોતાની મોંઘીદાટ એસયુવી કારમાં દમણથી રૂ. 70,800ની મત્તાનો દારૂનો જથ્થો મહારાષ્ટ્ર લઇ જતાં ઝડપાઇ ગયા હતા. જેના પગલે પોલીસે દારૂનો જથ્થા સહિત તેમની રૂ. 8 લાખની કાર પણ કબજે લીધી હતી. પોલીસે હાઇવે નં. 8 પર બાતમીના પગલે વોચ ગોઠવી હતી. જે દરમિયાન...
  April 21, 03:45 AM
 • દમણ |દમણના વરકુંડ ગૃપ ગ્રામ પંચાયતે દુનેઠાના સામુદાયિક ભવનમાં રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પંચાયતવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઇને સ્વૈચ્છિક રકતદાન કર્યુ હતું. પ્રસંગે સરપંચ સરસ્વતી હળપતિ, ઉપસરપંચ ભાનુમતીબેન, પંચાયત સભ્ય રમેશ ભંડારી, પંચાયતના અગ્રણી સતીષ મોડાસિયા, ડો. ત્રિપાઠી સહિ‌ત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં 100 બોટલ રકત ભેગુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. સ્થાનિકો અને કંપની કર્મીઓના સહયોગથી લક્ષ્યાંકથી વધારે રકત જમા થયું હતું.
  April 20, 02:35 AM
 • દમણ |ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક સદસ્યતા અભિયાન પુરૂ કરતા દેશભરમાંથી 10 કરોડ નાગરિકોએ પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા છે. જે અંતર્ગત દમણ ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેથી ઘણા કાર્યકર્તા ડીજેની સાથે નાચતા કુદતા નાની દમણ બસ સ્ટેન્ડથી જેટી રોડ સ્થિત કાર્યાલય સુધી રેલીમાં ફટાકડા ફોડી અને મિઠાઈ વહેંચીને જશ્ન મનાવવા ગયા હતા. પ્રસંગે ભાજપ અધ્યક્ષ વાસુ પટેલ, કાર્યકર્તા નવીન પટેલ, તુષાર દલાલ, મહેશ પટેલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
  April 20, 02:35 AM
 • દારૂની ખેપ મારનાર વલસાડ તાલુકા ભાજપ પ્રમુખને વીઆઇપી ટ્રીટમેન્ટ
  વલસાડતાલુકા ભાજપ પ્રમુખ ઈનોવા કારમાં દારૂની ખેપ મારતા ઝડપાયા બાદ 16 કલાકની પોલીસ કસ્ટડીના અંતે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ મથક નજીક આવેલી કોર્ટમાં લઈ જતી વેળા તેમને સરકારી વાહનને બદલે લકઝરીયસ એસયુવી કારમાં લઈ જવામાં આવ્યા હતા. સામાન્ય પણે સરકારી ગાડી હોય ત્યારે આરોપીને પોલીસ પગપાળા લઈ જતી હોય છે જયારે તાલુકા ભાજપ પ્રમુખને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપતા પોલીસ વિવાદમાં મુકાય છે. વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ અને વલસાડના ભાગડાવડા ગામના માજી સરપંચ તેમજ હાલના ડેપ્યુટી...
  April 20, 02:35 AM
 • દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
  દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું દમણની મહિ‌લા સામાજિક સંસ્થા દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા દેવકા રોડ સ્થિત કાર્યાલયથી મરવડ હોસ્પિટલ સુધીના ક્ષૈત્રની સાફસફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાનના સંગઠનના ચેરપર્સન સિંપલ ટંડેલ અને સંગઠનની સદસ્ય તથા મહિ‌લાઓ હાજર રહીને સફાઈ અભિયાનને અંજામ આપ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફાઈ અભિયાનને સહયોગ આપવા હેતુ આયોજન કરવામાં આવ્યું હતું.
  April 20, 02:35 AM
 • દમણની જેટી પર શૌચાયલની સુવિધાના અભાવે લોકો હેરાન
  દમણનાશહેરી વિસ્તારમાં જો કોઇ ફરવાલાયક સ્થળ હોય તો ફકત જેટીઓ છે. જેમાં ખાસ કરીને નાની દમણની જેટી ઉપર રોજીંદા લોકોનો જમાવડો રહે છે. મોટી સંખ્યામાં પર્યટકો જેટી પર દરિયો અને દમણગંગા નદીના સંગમ સ્થાનને નિહાળવા માટે આવતા હોય છે. બીજા કોઇ ફરવા લાયક સ્થળ નહી હોવાથી કલાકો સુધી લોકો કુદરતી સૌંદર્ય માણતા હોય છે. પરંતુ અહીં મોટી સમસ્યા છે કે શૌચાયલની સુવિધા નથી. ઘણા પર્યટકો શૌચાલયના અભાવે નારાજ થઇને પાછા ફરતા જોવા મળી રહ્યા છે. દમણ એક પર્યટક સ્થળ છે. હાલમાં શાળામાં વેકેશન ચાલી રહ્યુ છે. શનિ-રવિના...
  April 20, 02:35 AM
 • લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમ રવિવારે બપોરે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દમણ તરફથી આવી રહેલી કાર નંબર જીજે21-એમ-4989ને આંતરીને તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરની 408 નંગ બોટલ મળી અાવી હતી. પોલીસે 33 હજાર 600 રૂપિયાનો દારૂ તથા 1 લાખની કાર કબજે લઇ નવસારી જુનાથાણા વિસ્તારમાં રહેતા બૂટલેગર ભુપેન્દ્ર ઉત્તમ ભગતની ધરપકડ કરી છે. ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કારમાં દારૂ ભરીને હેરફરી કરતા બૂટલેગરો પર પોલીસે સકંજો કસવાની જરૂર હોવાનું ચર્ચાય રહ્યું છે.
  April 20, 02:35 AM
 • દમણઓઆઇડીસીના એકઝીકયુટીવ ઇજનેર સુરતાજસિંગ ચહેલ જેમણે ટ્રાવેલ્સના ખોટા બીલો મૂકીને પૈસા ચાઉં કરવામાં આવ્યા હતા એવા ભ્રષ્ટ અધિકારીની ફરિયાદ બાદ અંતે પ્રશાસકે તેમને ઓઆઇડીસીના એકઝીકયુટીવ ઇજનેરના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ટૂંકમાં વિભાગમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. પરંતુ તેમના ઉપર જે ભ્રષ્ટાચારની જે ફરિયાદ થઇ છે તેમની સામે વિભાગીય અથવા વિજીલન્સ તપાસના આદેશ પ્રશાસન દ્વારા હજી આપવામાં આવ્યા નથી. ઓઆઇડીસીના એકઝીકયુટીવ ઇજનેર સુરતાજસિંગ ચહેલે થોડા સમય પહેલા એક ટ્રાવેલ્સના...
  April 20, 02:35 AM
 • ન્દ્રે ગીદ નામનો ફ્રેંચ ફિલોસોફર મારો પ્રિય લેખક છે. તેના બે જૂના પુસ્તકો મારી પાસે છે. તેણે અમૂલ્ય સૂત્ર તેની ડાયરીમાં લખેલું કે, માનવીના જીવનમાં બીમારી જરૂરી છે. તેણે લખેલું કે, ‘આઈ બીલીવ ધેટ ઈલનેસીસ આર કીઝ (Keys) ધેટ ઓપન સરટન ડોર્સ’ અર્થાત માણસની બીમારી એવી ચીજ છે જે કોઈ અજ્ઞાત ભૂમિમાં લઈ જાય છે. કેટલાક રહસ્યો તમને બીમારીમાં જણાય છે. રામકૃષ્ણ પરમહંસથી માંડી અમિતાભ બચ્ચન અસાધ્ય દર્દોથી પીડાયા હતા. આપણાં મન અને મગજને અમુક બાબતો સમજવાનો મોકો તમારું ‘આરોગ્ય’ (હેલ્થ) આપતું નથી. કદાચ બને કે માંદગી...
  April 20, 02:35 AM
 • દાદરા અને નગર હવેલીના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા બોન્તા ગામે
  દાદરા અને નગર હવેલીના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા બોન્તા ગામે બનેલા ભવ્ય શનિદેવના મંદિરે શનિવારે શનિ અમાવાસ્યાના દિને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. શનિદેવના પ્રકોપને લઇને અનેક ધનિક પણ ગરીબ બની જતા હોય છે. શનિ અમાવાસ્યાના દિને મામા ભાણેજ સાથે શનિદેવનું પૂજન કરે એનું મહત્વ વધુ ગણાય છે. અમાસ અને શનિવાર સાથે આવે ત્યારે ન્યાયના દેવતા શનિ મહારાજને સરસિયાના તેલનો અભિષેક કરી વિધિવત પૂજન અને યજ્ઞ કરી ચામડાનાં પગરખા, વસ્ત્રો,છત્રી તેમજ અનાજનું દાન કરવાથી ભગવાન શનિ મહારાજ...
  April 19, 08:35 AM
 • દમણ |દમણના સ્વામી વિવેકાનંદ સભાગૃહમાં અગ્નિ સુરક્ષા સપ્તાહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દમણના અગ્નિ શમન વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પોલીટેકિનક કોલેજ અને નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલિકેબ કંપનીના કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિડીયો,લેકચર અને ડેમો વગેરેના માધ્યમથી અગ્નિ સુરક્ષા પર જાણકારી અપાઇ હતી. પ્રસંગે એસપી ડો. ઈશ સિંઘલ, એસડીપીઓ રવિ કુમાર, ફાયર ઓફિસર એ.કે.વાલા ઉપસ્થિત રહ્યા હતા.
  April 19, 08:35 AM
 • દમણ |વરકુંડ ગૃપ ગ્રામ પંચાયતના ડુનેઠા સામુદાયિક ભવનમાં 19 એપ્રિલે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. પંચાયતના સભ્ય રમેશ ભંડારીએ બધા દમણવાસીઓને રકતદાન શિબિરમાં ભાગ લઇને રકતદાન કરવાની અપીલ કરી છે. સાથે બી નેગેટીવ, ઓ† પોઝીટીવ, એબી† જેવા બ્લડ ગૃપોના લોકોને વિશેષ કરી શિબિરમાં રકતદાન કરવા માટે જણાવાયું છે. શિબિરમાં રકતદાન કરનારા લોકોએ પંચાયત તરફથી પ્રમાણ પત્ર અને ઉપહાર પણ આપવામાં આવશે.
  April 19, 08:35 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery