Home >> Daxin Gujarat >> Vapi
 • વાપી વેસ્ટ કંપનીના કારભારીઓ પ્રદૂષણ કરાવતા હોવાનો ઘટસ્ફોટ
  જેનીઉપર પ્રદૂષણ દૂર કરવાની પૂરેપૂરી જવાબદારી છે તે વાપી વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના કારભારીઓ પ્રદૂષણ કરાવી રહ્યા હોવાનો ગંભીર આરોપ નોકરી છોડતા પહેલા કંપનીના સીઈઓએ કર્યો છે. સોમવારે ગાંધીનગર ખાતે વાપી વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક હતી. તે પહેલા હાલમાં જેમણે રાજીનામુ આપી દીધું છે તેવા કંપનીના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર રાજેશ દોશીએ ડીરેક્ટર્સને ઇ-મેઇલથી એક પત્ર લખ્યો હતો. પત્રમાં રાજીનામુ આપવાનું કારણ જણાવતા દોશીએ આરોપ લગાવ્યો છે કે વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનું કામ...
  04:55 AM
 • સામાન્યરીતે બ્રાહમણના દિકરાને જનોઇ આપવામાં આવતી હોય છે,અન્ય કોઇ જ્ઞાતિના લોકોને જનોઇ આપવામાં આવતી નથી. કેટલાક સંપ્રદાય દ્વારા પુરૂષોને ઉપનયન સંસ્કાર આપવામાં આવી રહયા છે,પરંતુ મહિલાઓને પણ જનોઇ અપાતી હોય તેવું પ્રથમ વખત બની રહયું છે, આર્ટ ઓફ લિવિંગ દ્વારા બાળકો,પુરૂષોની સાથે મહિલાઓને પણ જનોઇ આપવામાં આવી છે, વાપીમાં 13 મહિલાઓને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યાં છે. મહિલાઓન પણ યજ્ઞોપવિત્ર ધારણ કરવામાં આવતાં ભારે આશ્વર્ય ફેલાયું હતું. વર્ષોથી આપણા સમાજમાં ભૂદેવોના પુત્રોને જનોઇ આપવામાં આવે છે,...
  04:55 AM
 • વાપીનગરપાલિકાના વેરા-વસુલાત વિભાગની ટીમે મંગળવારે ચલા વિસ્તારમાં વેરા વસુલાતની કામગીરી હાથ ધરી હતી, જેમાં ચલા કસ્ટમ રોડની 12 જેટલી ઓફિસોને સિલ કરી કુલ રૂ.15 લાખની વસુલાત કરવામાં આવી હતી. બુધવારે વસુલાતનો છેલ્લો દિવસ હોવાથી કર્મચારીઓ દિવસભર વસુલાતની કામગીરીની મથામણ યથાવત રાખશે. જો કે સો ટકા લક્ષ્યાંક પાલિકાનો પૂર્ણ થઇ શકશે નહી.વાપી નગરપાલિકાના વેરા-વસુલાત વિભાગની ટીમ છેલ્લા દિવસોમાં કામગીરી તેજ કરી છે, કર્મચારીઓની ઘટના રટણ વચ્ચે છેલ્લા બે માસથી વેરા-વસુલાતની કામગીરી ઝડપી કરાઇ હતી,...
  04:55 AM
 • વાપીપાલિકાના ખુદ ઉપપ્રમુખ રૂ.7.50 લાખની લાંચ લેવામાં રંગે હાથે ઝડપાયાના પાંચ દિવસ થવા છતાં પણ ભાજપ સંગઠને મામલે હજુ કોઇ નિર્ણય લીધો હતો. વાપી શહેર ભાજપ પ્રમુખના મતે ઇશ્વર પટેલ બહાર આવ્યા બાદ ભાજપ સંગઠનન કોઇ નિર્ણય લેશે. પાંચ-પાંચ દિવસ થવા છતાં પણ ઇશ્વર પટેલનું રાજીનામુ ભાજપ સંગઠન લેતાં ભાજપની કાર્યશૈલી સામે સવાલો ઉઠી રહયા છે. નૈતિકતાના ધોરણે ઉપપ્રમુખનું રાજીનામુ લેવાતાં ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. વાપી પાલિકાના ઉપપ્રમુખ ઇશ્વર પટેલ લાંચ લેતાં ઝડપાતા રાજકીય માહોલમાં ગરમાટો...
  04:55 AM
 • વાપી |સરીગામની ધી નેશનલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અકસ્માતમાં ઘયવાયેલી ઇંગ્લીશ મિડિયમ હાઇસ્કૂલમાં વિદ્યાર્થિની અશ્વિની દેવગૌડાને આર્થિક રીતે મદદરૂપ થવા શાળાઓના તમામ વિદ્યાર્થીઓએ રૂ. 51000 (એકાવન હજાર) એકત્રિત કરી અશ્વિનીની માતાને આપ્યા હતા. પ્રસંગે શાળાના આચાર્ય, ઓએસ વગેરે હાજર રહ્યા હતા.
  04:55 AM
 • સેલવાસના સાયલી ખાતે આવેલી પોલીસ ટ્રેનીગ સ્કુલમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સેલવાસના અનેક પોલીસ જવાનોને કુદરતી હોનારત સામે કેવી રીતે લોકોને બચાવ કામગીરી કરાવી તે બાબતની ટ્રેનીગ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. મંગળવારે ટ્રેનીગ કેમ્પની મુલાકાત દાદરા અને નગર હવેલીના આઈજી મનીષ અગ્રવાલે લીધી હતી અને અકસ્માત વખતે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે બાબતે ટ્રેનીગ લઇ રહેલા સેલવાસના અનેક જવાનો દ્વારા રજુ કરવા આવેલા રેસ્કયુ ઓપરેશનને નિહાળ્યું હતું.
  04:50 AM
 • દાનહમાંઅલગ અલગ મુદ્દે મંગળવારે આદીવાસી અખિલ ભારતીય વિકાસ, સ્ટુડન્ટ વેલફર એસોસિએશન, તેમજ આદીવાસી ઉત્કર્ષ સંઘ સહિત 7 જેટલી એનજીઓ દ્વારા રેલી કાઢી સચિવાલયમાં પહોંચી વિધુત વિભાગના ખાનગી કરણ,શિક્ષણનો કથળેલો વહીવટ સુધારવા, ખાધ બીલ, તેમજ જંગલ જમીનના કાયદા અંગે ઘટતું કરવાની માંગ સાથે આજે આવેદનપત્ર પ્રશાસક આશિષ કુન્દ્રા ને સોપ્યું હતું. સેલવાસ માં મંગળવારે બપોર નવ શક્તિ મહિલા મંડળ ,સર્વાંગી વિકાસ સંગઠન ,દા એસસીએસટી સેવા સંગઠન, ગરુડ એનજીઓ,દાનહ યુવા સેવા સંગઠન, એકતા મંડળ બેડાપા,આદિવાસી એકતા મંડળ...
  04:50 AM
 • સેલવાસનાઆભિનાવ કોમ્પ્લેક્ષ પાછળના ભાગે અવેલા સેલવાસ પોલિસ અશ્વદળના આશ્વો રાખવાના સ્થળની મુલાકાત મંગળવારે સેલવાસ આઇજી મનિશ અગ્રવાલે લીધી હતી. આઈજીએ સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સુચનો આપ્યા હતા. તેમણે પોલીસ વિભાગના અશ્વોના ખોરાક અને રહેઠાણ વિસ્તાર નિહાળ્યો હતો. સેલવાસ પોલીસ પાસે અગાઉ 7 આશ્વો હતા, હાલમાં માત્ર 2 છે. જયારે પોલીસના વાહનોના સમારકામ માટે બનાવવામાં આવેલા ગેરેજ અને વોશિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી. સેલવાસ પોલિસની ટીમ માટે ગુનેેગારોનું પગેરુ શોધી કાઢવામાં માહેર એવા સ્નિફર...
  04:50 AM
 • દાનહમાંઅલગ અલગ મુદ્દે મંગળવારે આદીવાસી અખિલ ભારતીય વિકાસ, સ્ટુડન્ટ વેલફર એસોસિએશન, તેમજ આદીવાસી ઉત્કર્ષ સંઘ સહિત 7 જેટલી એનજીઓ દ્વારા રેલી કાઢી સચિવાલયમાં પહોંચી વિધુત વિભાગના ખાનગી કરણ,શિક્ષણનો કથળેલો વહીવટ સુધારવા, ખાધ બીલ, તેમજ જંગલ જમીનના કાયદા અંગે ઘટતું કરવાની માંગ સાથે આજે આવેદનપત્ર પ્રશાસક આશિષ કુન્દ્રા ને સોપ્યું હતું. સેલવાસમાં મંગળવારે બપોર નવ શક્તિ મહિલા મંડળ ,સર્વાંગી વિકાસ સંગઠન ,દા એસસીએસટી સેવા સંગઠન, ગરુડ એનજીઓ,દાનહ યુવા સેવા સંગઠન, એકતા મંડળ બેડાપા,આદિવાસી એકતા મંડળ...
  04:50 AM
 • વાપી |સંજાણ ઉમરગામ રેલવે સ્ટેશન વચ્ચે સોમવારે સાંજે ડાઉન લાઈન ટ્રેક ઉપર હોલી ડે સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવતા અંદાજે 35 વર્ષના યુવાનનું મોત થયું હતું. સફેદ લીટી વાળું શર્ટ અને કથ્થઈ કલરના પેંટ પહેરી યુવાનની ઓળખ થઈ શકી હતી. વાપી જીઆરપીએ આકસ્મિક મોતની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. જીઆરપીના જણાવ્યા મુજબ મૃતક યુવાન પાસે એક લોટો મળી આવ્યો છે.
  04:50 AM
 • ઉમરગામતાલુકામાં છેલ્લા એક માસથી મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. મચ્છરોના ઉપદ્રવથી વિદ્યાર્થીઓ દુકાનદારો તથા આમજનતા ત્રાહીમામ પુકારી ઉઠી છે. ઉમરગામ તાલુકામાં વિસ્તારમાં નાના મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી જવા પામ્યો છે. નાના મચ્છરો સર્વત્ર જગા ફેલાઈ જતાં દિવસ દરમિયાન શાળા કોલેજ તથા અન્યો સ્થળોએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર વિપરીત અસરો પડી છે. દુકાનોમાં બેઠેલા દુકાનદારો તથા ખેતીમાં કામ કરી બપોરે આરામ ફરમાવતા ખેડૂતો નાના મચ્છરોથી ત્રાહીમામ પુકારી ઉઠયા છે. મચ્છરોનો ઉપદ્રવ રોકવા આરોગ્ય...
  04:50 AM
 • ઉમરગામનાભાઠી કરમબેલી ખાતે જમીન માપણી માટે જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણીને ધ્યાનમાં લઇ બંદોબસ્ત માટે પહોંચેલ પોલીસ કાફલા ઉપર12:30 કલાકે લોકોનું ટોળુ ધસ્તી આવી હુમલો કરતા હળવો લાઠીચાર્ચ કરી 14 જેટલા વ્યકતીઓની પોલીસે ધરપકડ કરી રાયોટીંગ ગુનો દાખલ કર્યો છે. મંગળવાર બપોરનાં 12:30 કલાકે ઉમરગામના ભાઠી કરમબેલી ગામે આવલી જમીનની માપણી માટે માલિક ધર્મેશ ઠક્કર અને આશીષ ઠક્કર પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી તેના આધારે બંદોબસ્ત માં એક પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી જમીન માલિક તેમજ પોલીસ કર્મીઓ સાથે ગાળા-ગાળ...
  04:50 AM
 • ફણસાગામે ગેરકાયદે દુકાન દસ્તાવેજ વિના પંચાયત દફતરે નોંધણી કરવા બાબતે મંગળવારે ફણસા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી ઉપર હુમલો થવાની ઘટનાથી તલાટી આલમ હચમચી ગઇ છે. પોલીસ સુત્રો પાસેથી મળેલ વિગતો મુજબ ઉમરગામ તાલુકાનાં ફણસા ગ્રામ પંચાયત કચેરી ખાતે બપોરનાં સુમારે કચેરીમાં તલાટી વિજય રાયજી પટેલ કામકાજ કરી રહ્યા હતા તે વેળા મરોલી ગામની એક વ્યકતી આવેલ અને તેમણે ફણસા ચાર રસ્તા ખાતે આવેલ દુકાન નંબર-3 પંચાયત દફતરે નોંધણી કરવી છે તો જણાવેલ સદર દુકાન તેમણે ફણસા ચાર રસ્તા ખાતે આશાપુરા ફર્નીચર માટે...
  04:50 AM
 • દમણ |દમણના ખારીવાડ ક્ષેત્રમાં મિતના સમાજ દ્વારા ખોડિયાર માતાનો પાટોત્સવ ઉજવામાં આવ્યો હતો. મિતના સમાજ દ્વારા એક વર્ષ પૂર્વ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવના પ્રસંગે ગણેશ પુજા, જરીમાતાની પુજા અને સત્યનારાયણ ભગવાનની પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૉર્ડ વોર્ડના સભ્ય શૌકત મિઠાની સહિત મોટી સંખ્યામાં સ્થાનીક શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહયાં હતા.
  04:40 AM
 • દમણથીટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાનો હોવાની બાતમી પારડી પોલીસને મળતા ઓરવાડ નજીક હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી વાળો ટેમ્પો આવતા તલાશી લીધી હતી. ટેમ્પામાં ઘર વખરી સામાન ગાદલા ગાદલી, ટેબલ,મંદિરયું વગેરે જેવા સમાનથી ટેમ્પો ભર્યો મળી આવ્યો હતો. સમાનની અંદર એટલે ટેમ્પાના કેબીનના પાછળના ભાગે એક પાટિશન કરી ચોર ખાનું ઝડપાયું હતું. જેમાં સંતાડેલી બીયર વ્હીસકીની બાટલી કિંમત 2,65,200 નો દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટેમ્પામાં સવાર હિતેષ ડાહ્યા પટેલ રહે. ખડકી ડુંગરી, છોટુરામ ઉર્ફે જેના દિવાકર...
  04:40 AM
 • ધરમપુર| ધરમપુરનજીક આવેલા બારસોલ ગામના ઉતારા ફળિયામાં બારસાદેવી માતાનો મંદિરનો 25મો ત્રિદિવસીય પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં આજુબાજુના ભક્તોએ યજ્ઞમાં લાભ લીધો હતો. ભકતો નવરાત્રીના માહોલમાં માતાજીની ભક્તિમાં રંગાઇ ગયા હતા. ચૈત્રી સુદ 6,7,8 નવરાત્રીના દિવસે કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય વિજયભાઇ પાંડે (ધરમપુરવાળા) સંપૂર્ણ કાર્યક્રમમાં કર્મકાંડ વિધિ કરાવી ભક્તોને માતાજીની ભકિતમાં તલ્લીન કરી દીધા હતાં. તેમજ બારસોલના જય અંબે યુવક મંડળ તેમજ ગ્રામજનો દ્વારા સપૂર્ણ કાર્યક્રમનુ આોયોજન કરવામાં...
  04:40 AM
 • માવતરપોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે આખી જિંદગી કાળી મજદુરી કરીને વેંઢારી નાંખતા હોય છે. પેટના ભાગે પાટા બાંધીને બાળકનો ઉછેર કરતા હોય છે જેથી કરીને તેમનું વૃદ્ધાવસ્થા સુધરી શકે. રોહિણા ગામના પુત્રએ તેની પત્ની અને બે સાળાને તેડાવી તેના માતા-પિતા પાસે જમીનમાં ભાગ માંગી તકરાર કરી હતી. માતા-પિતાને માર મારતા પિતાએ આખરે મજબૂર બનીને એજ પુત્ર અને વહુ અને અન્ય બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.હાલ તો વૃદ્ધ માતા-પિતાને રોતા પણીએ રોવા સિવાય કોઇ આરો રહ્યો નથી. પારડીના રોહીણા ગામે પટેલ...
  04:40 AM
 • વાપી| પારડીતાલુકાના ગોઇમા જલારામ મંદિરની બાજુમાં કોળી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 50 ટીમોએ ભાગ લીધો હતો.ફાઇનલ મેચ ડાભેલ દરિયાદિલ અને કરવડ ઇલેવન વચ્ચે રમાઇ હતી, જેમાં ડાભેલની ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમેને ગોઇમા ગામના અમૃતભાઇ બી પટેલ દ્વારા ટ્રોફીનું વિત્તરણ કરાયું હતુ. પ્રસંગે શૈલેષ પટેલ, પ્રગ્નેશ પટેલ વગેરે હાજર રહયા હતાં.આ ટુર્નામેન્ટને નિહાવવા વિવિધ તાલુકાના યુવાનો આવી પહોંચ્યા હતાં.
  04:40 AM
 • ઓવરહેડ ટાંકીની ફાઈલ ઉપલા લેવલે મોકલી છે, મંજૂરી આવી નથી ^દમણનાસૌથી વિકસીત એવા દિલીપનગર વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાયેલી છે. વિસ્તારમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા માટે વર્ષ 2010થી વિસ્તારના રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા અર્થે અમારા વિભાગ સમક્ષ ફાઈલ રજૂ કરી છે. અમે ફાઈલને મંજૂરી અર્થે ઉપલા લેવલે મોકલી છે. પરંતુ હજી સુધી ઉપલા લેવલેથી દિલીપનગર વિસ્તારની પાણીની ટાંકી માટેની ફાઈલની...
  04:40 AM
 • દમણ |દમણના દિલીપનગર ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષેથી રોડની હાલત ખરાબ હતી. જેના કારણે રોડની મરમ્મત અને રોડના કિનારે પેવર બ્લોક લગાવવાનું કાર્ય શરૂ કરાયું છે. કાર્યના શુભારંભ પ્રસંગે પ્રદેશના વિકાસ આયુકત સંદીપ કુમાર, કલેકટર મિતાલી નામચુન, પીડબ્લ્યુડી વિભાગના અધિકારી ચેૈતન્ય સોમાની, દમણ દિલીપનગર ડેવલપમેંટ એસો.ના અધ્યક્ષ લખમ ટંડેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતા. પીડબ્લ્યુડી ~ 70 લાખના ખર્ચે વિકાસકાર્યને અંજામ આપશેે. રોડ જેલાઈ ના મહીના સુધી બનીને તેયાર થશે એવો અનુમાન છે. રોડ નુ નિર્માણ થી...
  04:40 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery