નવસારીના તાપમાનમાં આજે બુધવારે દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે બપોરના સમયે શહેરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. સવારે લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને બપોરે ૩૯.૫ ટકા નોંધાયું હતું. ભેજના પ્રમાણમાં ગઈકાલની સરખામણીએ આજે બપોરે ઘટાડો થયો હતો.
જીવનમાં સિદ્ધિને છેટું નથી પરંતુ સંકલ્પને છેટુ છે. જેટલો સંકલ્પ મજબૂત હોય તેટલી સફળતા જલદી પ્રાપ્ત થાય. તપોવન નવસારીમાં મુનિ રાજરક્ષિતવજિયજીએ કહ્યું કે કાર્યની શરૂઆત પુણ્યથી થાય છે. જ્યારે કાર્યની પૂણૉહુતિ શુિદ્ધથી પ્રાપ્ત થાય છે. મહાત્મા ગાંધી દાંડીના દરિયાકિનારે ચપટી મીઠુ હાથમાં લઈ સત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે તેમનો સંકલ્પ બળ યાદ કરો....
શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ નવસારી રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)નો શિબિર ૨૩મીના રોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં ગામના સરપંચ બારુકભાઈ ચૌધરી, ઉપસરપંચ મોહનભાઈ ધૂમ, સીઆરસી ગુલામભાઈ, તાલુકા પંચાયતના સભ્ય જયાબેન તથા વાંગણ પ્રા.શાળાના આચાર્ય રતનજીના સાનિધ્યમાં યોજાયો હતો. ગામની પ્રાથમિક શાળાના નાના...